________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું જે ટીકા પાઈય ટીકા તરીકે પ્રસિદ્ધ છે. તેમણે તિલકમંજરી ઉપર ટિપ્પણ લખ્યું છે. તેમણે અંગવિદ્યા, ધર્મશાસ્ત્ર, જીવવિચારપ્રકરણ, તથા ચૈત્યવંદનમહાભાષ્ય બનાવ્યાં છે. મોટી શાંતિ પણ આ આચાર્યો બનાવ્યાનું કેટલાક માને છે. તેઓ બહુ જ સરસ વ્યાખ્યાતા હતા. તેઓ વિ. સં. ૧૨૯૬માં ગિરનાર પર અનશત કરી સ્વર્ગે સિધાવ્યા.
સુરાચાર્ય–સુરાચાર્યજી એક પ્રતાપી આચાર્ય થયા છે. ગુર્જરેશ્વર ભીમદેવના મામા શ્રી દ્રોણાચાર્ય–જેન સાધુ થયા હતા તેમના જ ભાઈ સંગ્રામસિંહના પુત્ર મહિપાલ હતો. તેમણે પિતાના મૃત્યુ પછી દ્રોણાચાર્ય પાસે દીક્ષા લીધી હતી. પિતે બહુ બુદ્ધિશાળી હતા. ટૂંક વખતમાં વ્યાકરણ, કાવ્ય, ન્યાય, સાહિત્ય તથા જૈનદર્શનના પ્રકાંડ વિદ્વાન થયા અને આચાર્યે તેમની યોગ્યતા જોઈ તેમને આચાર્ય બનાવ્યા. અને ત્યારથી તેઓ સુરાચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા. તેઓ ચૈત્યવાસિ હતા પણ બહુ જ વિદ્વાન અને ત્યાગી હતા. તેમણે, ભેજરાજાએ ગુર્જરેશ્વર ભીમરાજને મેકલેલ એક સમસ્યાપૂર્તિને બહુ જ સરસ જવાબ આપી પિતાની
ખ્યાતિ વધારી હતી. છેવટે ધારા જઈ ભોજરાજની સભાના પંડિતોને હરાવી ગુજરાતના પાંડિત્યની યશોગાથા ફેલાવી હતી.
સુરાચાર્યજીના ગુરુ દ્રોણાચાર્ય હતા, જેમણે પિંડનિર્યુક્તિ તથા ઘનિયુકિત પર ટીકા રચી. તથા શ્રીઅભયદેવસૂરિજીકૃત નવાંગિવૃત્તિમાં સંશોધનાદિમાં સહાય કરી હતી. આ સંબંધી શ્રી અભયદેવસૂરિજી પિતાની વૃત્તિમાં સૂચન કરે છે. સુરાચાર્યજીએ પણ દિસંધાન મહાકાવ્ય તથા નેમિનાથ ચરિત્ર મહાકાવ્ય ગદ્યપદ્યમય સં. ૧૦૯૦માં બનાવ્યું.
વિજયસિંહસૂરિ–આ આચાર્યનાં માતાપિતા આદિનાં નામ નથી મળતાં. તેઓ આચાર્ય આર્ય ખટપટની પરંપરામાં થયેલા છે. આચાર્ય આર્ય ખટપટસૂરિજીએ શકુનિકાવિહાર નામના સુપ્રસિદ્ધ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. બૌદ્ધ વ્યન્તરે અને બૌદ્ધોના ઉપદ્રવમાંથી તીર્થને મુક્ત કરાવી તીર્થની રક્ષા કરી હતી. તેમની પરંપરાના આચાર્ય શ્રી વિજયસિંહસૂરિજી થયા છે. તેમણે ક્રિોદ્ધાર કરી શુદ્ધ સાધુધર્મની પ્રરૂપણું કરી હતી. પછી શત્રુંજય-ગિરનાર આદિની તીર્થયાત્રા કરવા ગયા હતા. ગિરનાર ઉપર તેમને અંબિકાદેવી પ્રસન્ન થયાં હતાં અને સિદ્ધગુટિકા સૂરિજીને આપી હતી. તેમણે “નિ: વસંમતિધિયાંઆ પદથી શરૂ થતી સ્તુતિ-સ્તોત્રથી ગિરનાર ઉપર શ્રી નેમિનાથજીની સ્તવન કરી હતી. યાત્રા કરી પાછી વળતાં તેઓ ભરૂચ પધાર્યા હતા.
એક દિવસે ભરૂચમાં ભયંકર આગ લાગી આખું નગર બળીને ભસ્મ થઈ ગયું. આમાં શ્રી શકુનિકાવિહાર ચિત્ય, તેમાંની પાષાણ અને પીત્તલ વગેરેની મૂર્તિઓ બળી ગઈ. ફક્ત એક શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ અખંડિત રહ્યું. આ નગરદાહમાં બળેલા ચૈત્યને પુનરુદ્ધારા સુરિજીએ કરાવ્યો અને લાકડાનું શાલમંદિર કરાવી તેમાં પ્રતિષ્ઠા કરાવી. આ મંદિર જીર્ણ થયું ત્યારે ઉદાયન મંત્રીના પુત્ર આંબડે વિ. સં. ૧૧૧૬ માં જીર્ણોદ્ધાર કરાવી શ્રી હેમચંદ્રસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. આ આચાર્યને સમય નિશ્ચત નથી મલતે, પરંતુ તેમના કાષ્ઠના મંદિરનો જીર્ણોદ્ધાર ૧૧૧૬ માં થયો છે એટલે આ પહેલાં બસો અઢીસો વર્ષે તેઓ થયા હોય તેથી અનુમાનથી વિ. સં. નવસો લગભગ આવે છે. તેમણે નેમિસ્તવ બનાવ્યું છે. પ્રતિક્રમણચૂર્ણિ પણ આ નામના આચાર્યો બનાવી છે, તે આ જ કે કેમ તે નિશ્ચિત નથી.
For Private And Personal Use Only