________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું અમને કોણ રોકનાર છે. રાજાએ પાટણને દરવાજે દરવાજે સિપાઈઓ રાકી સૂરિજીને જવાને માર્ગ બંધ કરાવ્યો. થોડા દિવસ પછી પાલીના બ્રાહ્મણોએ રાજા પાસે આવી સુરિજીના ધર્મલાભ જણાવ્યા. આખરે રાજાને ખબર પડી કે સૂરિજી તે તે જ દિવસે પિતાના યોગબળથી પાલી પહોંચી ગયા હતા. ત્યારપછી વીરાચાર્ય મહાબેધપુરમાં જઈને બૌદ્ધાચાર્યોને વાદમાં જીત્યા હતા. ત્યાંથી પાછા વળતાં ગ્વાલીયરમાં અનેક વાદીઓને તેમણે જીત્યા, જેથી ત્યાંના રાજાએ ખુશી થઈ સારે સત્કાર કર્યો. સૂરિજી ત્યાંથી નાગર ગયા. અહીં સિદ્ધરાજના મંત્રીઓ તેમને બીજી વાર આમંત્રણ કરવા આવ્યા. સૂરિજી ત્યાંથી વિહાર કરતા ચારૂપ આવ્યા ત્યારે ગુર્જરેશ્વર સિદ્ધરાજ ચારૂપ સુધી તેમની સામે આવ્યો હતો. પછી મેટા ઉત્સવપૂર્વક તેમનો પાટણમાં નગરપ્રવેશ કરાવ્યો. એક વાર પાટણમાં “વાદિસિંહ નામને સાંખ્યવાદી આવ્યો તેને કોઈ જીતતું ન હતું; આખરે સિદ્ધરાજાની સમક્ષ વીરાચાર્યે આ વાદીને જીત્યો અને રાજસભામાં વિજયપત્ર મેળવ્યું હતું.
સિદ્ધરાજે તેમના મંદિર ઉપર પતાકા ચઢાવી હતી.
પાટણમાં સિદ્ધરાજની સભામાં એક વાર કમલકીર્તિ નામને દિગંબરવાદી આ હતો તેને પણ વિરાચાર્યે છો હતો. તેમના જન્મ દીક્ષા કે સ્વર્ગ સમય આદિ કશું નથી મલતું, પરંતુ તેઓ સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હતા અર્થાત વિરાચાર્યને સમય પણ એ જ છે. સિદ્ધરાજ ૧૧૫૦ થી ૧૧૯૯ સુધી હતો. | માલધારી શ્રી અભયદેવસૂરિજી–તેઓ પ્રશ્નવાહન કુલના હર્ષપુરીય ગચ્છના શ્રીજયસિહસૂરિજીના શિષ્ય હતા. તેઓ મહાત્યાગી, તપસ્વી અને નિસ્પૃહી હતા. તેઓ વસ્ત્રમાં એક ચળપટ્ટો અને કપડો જ રાખતા. તેમનો મલસહિત દેહ અને વસ્ત્ર જોઈ ગુર્જરેશ્વર કર્ણદેવે (અન્યમતે સિદ્ધરાજે) તેમને માલધારિ નું બિરુદ આપ્યું હતું. તેમણે ગુજરાતના રાજા કર્ણદેવને ઉપદેશ આપ્યો હતો.
ર૪ મદાનિામં વિનં વનેન નરવ ( પદ્યદેવસૂરિકૃત સદ્દગુરુપતિ ) બીજું પ્રમાણ પણ છે, જુઓ - શ્રીશ્ર્વરેaો...
દવા મદ્રષિા જળ વિવું ચસ્થ મારો ચાવત્ II (રાજશેખરકૃત પ્રાકૃત દ્વયાશ્રયવૃત્તિ) જ્યારે જિનપ્રભસૂરિકૃત તીર્થકલ્પમાં નીચે પ્રમાણે લખ્યું છે
अन्नया सिरिजयसिंहदेवनरिंदेण गयखंधारूढेण रायवाडिये गयेण दिट्ठो मलमलिणवत्थदेहोरायेण गयखंधाओ ओसरीऊण दुक्करकारओत्ति दिण्णं मलधारि'तिनामं
આ સિવાય કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહદેવને પણ આ જ આચાર્યો પ્રતિબંધ આપી તેના સમસ્ત દેશમાં પર્યુષણે મહાપર્વ (શ્રાવણ વદિ ૧૨ થી ભા. શુ. ૪) સુધી તથા અગિયારશ પ્રમુખ દિવસોમાં અમારી-અહિંસા પળાવી હતી.
આ સિવાય શાકંભરી (સાંભર-અજમેર પાસે)ના રાજા પૃથ્વીરાજે (પૃથ્વીરાજ પહેલે તે વીસલદેવ—વિગ્રહરાજનો ત્રીજો પુત્ર ) તેમના ઉપદેશથી અજમેર પાસેના રણથંભોરમાં જિનમંદિરમાં સોનાનો કુંભ-કલશ ચઢાવ્યો હતો. તેમને વીર દેવ વિદ્વાનથી શ્રેષ્ઠ સૂરિમંત્ર
For Private And Personal Use Only