________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] ગુરુપરંપરા
[૧૩૧ ] આથી બુદ્ધિસાગરસૂરિ અને જિનેશ્વરસૂરિ પાટણ જાય છે, પણ સાથે શ્રી વહુમાનસૂરિજી જતા નથી. તેઓ ત્યાં કરવાનું કાર્ય શિષ્યોને ભળાવે છે.
બીજું–પ્રભાવચરિત્રકારના કથન મુજબ શ્રીવર્ધમાનસૂરિજી પણ ચૈત્યવાસી હતા. “જેમણે સિદ્ધાંતના અભ્યાસથી સંસારનું સત્ય સ્વરૂપ સમજીને ચોરાશી ને ત્યાગ કર્યો હતો.”
જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ પાટણ આવે છે અને ત્યાં સોમેશ્વર પુરોહિતને ત્યાં ઊતરે છે. ત્યાં ચૈત્યવાસિઓને ખબર પડવાથી તેઓ તે બન્નેને ન રહેવા, વિહાર કરવા જણાવેલ છે. બીજે દિવસે તેઓ રાજસભામાં જઈ વિરોધ ઉઠાવે છે, પરંતુ રાજપુરોહિતના કહેવાથી સત્ય વસ્તુ સમજીને રાજા ચૈત્યવાસિઓને કહે છે કે
ત્યારે રાજાએ જણાવ્યું કે-પૂર્વ રાજાઓના નિયમને અમે દઢતાથી પાળીએ છીએ; પરંતુ ગુણી જનેની પૂજાનું ઉલ્લંઘન અમે કરવાના નથી. તમારા જેવા સદાચારનિષ્ટ પુરુષોની આશિષથી રાજાઓ પિતાનું રાજ્ય અમર બનાવે છે, તેમાં કોઈ જાતને સંશય નથી. તો અમારા ઉપરધથી એમને નગરમાં રહેવાનું તમે કબુલ રાખે. એમ સાંભળતાં તેમણે રાજાનું વચન માન્ય રાખ્યું. ” (પ્રભાવક્યરિત્ર પૃ. ૨૫૮ ).
ઉપરનાં વાકયોથી તે સાફ સમજાય છે કે જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિનો રાજસભામાં કોઈની સાથે શાસ્ત્રાર્થ થયો નથી.
વિમલમંત્રી–-વિશ્વવિખ્યાત આબુના વિમલવસહી જિનમંદિરના નિર્માતા આ મંત્રીશ્વર થયા છે. તેઓ જ્ઞાતિએ પોરવાડ જેન હતા. તેમના પૂર્વજો ભિન્નમાલથી ગાંભૂ આવ્યા અને ગુર્જરેશ્વર વનરાજે તેમને પોતાના રાજ્યમાં મહામાત્ય (દંડનાયક) પદ સોંપ્યું હતું. તે પૂર્વજનું નામ નિન-નિનય. તેમણે પાટણમાં શ્રીષભજિનપ્રાસાદ બનાવ્યું હતા. તેમનો પુત્ર મહામાત્ય લહર, તેમનો પુત્ર મહામાત્ય વીર તેના બે પુત્ર માહામાત્યને અને વિમલ. વિમલમંત્રી દઢ જેનધમાં હતા. ગુર્જરેશ્વર ભીમદેવની, અને ગુજરાતની કીર્તિ વધે તેવાં કાર્યો તેમણે કર્યા છે. તેઓ પહેલાં દંડનાયક હતા અને પાછળથી ચંદ્રાવતીના મહામાત્ય થયા. તેમણે આબુ ઉપર અદ્દભુત કળામય જિનમંદિર સ્થાપિત કરાવ્યાં. તેમને વર્ધમાનસૂરિજીએ જેન બનાવ્યા, અને તેમના ઉપદેશથી તેમણે આબુમાં મંદિર બનાવ્યાં. આ વાત બરાબર નથી. વિમલ અને તેના પૂર્વજો જેન જ હતા, અને આબુ ઉપર મંદિર અંબિકાદેવીના આદેશથી તેમણે બનાવ્યાં છે. આ મંદિરે ૧૦૮૮માં તેમણે બનાવ્યાં.
વાદિવેતાલ શાંતિસૂરિ–મહાકવિ ધનપાલની તિલકમંજરી કથાનું સંશોધન કરનાર આ આચાર્ય હતા. મહાકવિ ધનપાલની પ્રેરણાથી જ તેઓ માલવા પધાર્યા હતા અને ભોજ રાજની સભાના મહાન પંડિતોને જીતવાથી રાજાએ તેમને “વાદિવેતાલ”નું બિરુદ આપ્યું હતું. તેમનું જન્મસ્થાન પાટણની પશ્ચિમે આવેલ ઉન્નાયુ ગામ, પિતાનું નામ ધનદેવ, માતાનું નામ ધનશ્રી, પિતાનું નામ ભીમકુમાર. એકવાર ચંદ્રકુલના થારાપદ્રીય ગચ્છના શ્રીવિજયસિંહસૂરિજી વિહાર કરતા ત્યાં પધાર્યા અને આ પુત્રને યોગ્ય લક્ષણ યુક્ત જોઈ તેના પિતા પાસે પુત્રની માગણી કરી. પિતાએ ગુરુજીને તે પુત્ર વહોરાવ્યો. તેનું નામ “ શાંતિ ” રાખ્યું. તેમણે તીક્ષ્ણ બુદ્ધિના બળે ટૂંક સમયમાં શાસ્ત્રાભ્યાસ કરી લીધો. ગુર્જરેશ્વર ભીમદેવે(પહેલે) તેમની વિદ્વતાથી પ્રસન્ન થઈ તેમને “કવીંદ્ર ” અને વાદિ ચક્રી”નાં બિરુદ આપ્યાં હતાં. સૂરિજીએ ઉત્તરાધ્યનસૂત્ર ઉપર મનહર ટીકા રચી છે,
૧૭
For Private And Personal Use Only