________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૌત્સવી અંક |
ગુરુપરંપરા
[ ૧૭ ] ટીકાઓ ઉપલબ્ધ ન થતી હોવાથી અભયદેવસૂરિને નવ અંગ ઉપર ટીકાઓ બનાવવી પડી હતી. તેમણે જીવસમાસ ઉપર બનાવેલી વૃત્તિ ઉપલબ્ધ છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના વિશેષાવશ્યક ભાષ્ય ઉપર ટીકા રચનાર કેટયાચાર્ય, ઉર્ફે શિવાંકાચાર્ય અને વનરાજના ગુરુતરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરનાર શીલગુણસૂરિ કે શીલાંક નામ સૂરિ એક છે કે જુદા તેને હજી નિર્ણય થયો નથી. તેઓ ૯૨૫માં વિદ્યમાન હતા એટલે દસમી સદીમાં થયા છે.
સિદ્ધર્ષિ–-આ એક સમર્થ ગ્રંથકાર છે. તેમણે ઉપમિતિભવપ્રપંચાકથા ગ્રંથ રચ્યો છે, જે ભારતીય સાહિત્યમાં પહેલામાં પહેલો રૂપક ગ્રંથ છે. તેમનું જન્મસ્થાન ભિન્નમાલ, પિતાનું નામ શુભંકર, માતાનું નામ લક્ષ્મી દેવી હતું. તેમનું પિતાનું નામ સિદ્ધ હતું. સિદ્ધને બાલ્યાવસ્થાથી ખરાબ સોબતોને લીધે ખરાબ વ્યસનોની ટેવ પડી હતી. એકવાર માતાના તિરસ્કારના કારણે ઘર છોડી ઉપાશ્રયે ગયા અને અને માતાપિતાની રજા લઈ ગર્ગષિ પાસે દીક્ષા લીધી. શ્રીગર્ગષિ નિવૃત્તિકુલના સુરાચાર્યની શિષ્ય પરંપરામાં થયેલા છે. સિદ્ધષિ પોતાના ગુરુની ઈચ્છા ન હોવા છતાં બૌદ્ધ તર્કશાસ્ત્રનો અભ્યાસ કરવા જાય છે, અને ત્યાં બૌદ્ધ ધર્મની દીક્ષા રવીકારે છે. પણ વચનબદ્ધ હોવાથી પોતાના મૂલ ગુરુ પાસે આવે છે. આવી રીતે ઘણીવાર (૨૧ વાર) બને છે અને છેવટ શ્રીહરિભદ્રસૂરિજીની લલિતવિસ્તર નામની ચિત્યવંદનસૂત્રવૃત્તિ વાંચી પ્રતિબોધ પામી જૈનધર્મમાં સ્થિર થાય છે. ત્યારપછી તેમણે ઉપમિતિભવપ્રપંચ નામની અદ્દભુત કથાની રચના કરી હતી. આ સિવાય ઉપદેશમાલાવૃત્તિ, ન્યાયાવતારવૃત્તિ વગેરે ગ્રંથો બનાવ્યા છે. તેઓ અદ્દભુત વ્યાખ્યાતા હતા જેથી તેમને “સિદ્ધવ્યાખ્યાતા ”નું બિરુદ મલ્યું હતું. તેમના સમય વિષે વધુ જાણવાનું નથી મલતું. માત્ર સં. ૯૬૨માં તેમણે ઉપમિતિભવપ્રપંચ ગ્રંથ પૂર્ણ કર્યો આટલું મળે છે જેથી સિદ્ધ થાય છે કે વિક્રમની દસમી સદીમાં તેઓ થયા છે.
૩૧મા પટધર શ્રીયદેવસૂરિ નાગર બ્રાહ્મણ હતા. તેઓ મહાન વિદ્વાન અને સારા વક્તા હતા. તેમણે અનેક નાગર બ્રાહ્મણને જૈન ધર્મના અનુયાયી બનાવ્યા હતા. તેમની પાર્ટ
૩૨ પ્રદ્યુમ્નસૂરિજી–આ નામના ત્રણ આચાર્યો બહુ પ્રસિદ્ધ થયા છે. અને લગભગ સમકાલીન જ લાગે છે. (૧) એક તે આ ૩૨ મા પટ્ટધર કે જેમણે ઉપધાનવિધિ ગ્રંથ બનાવ્યો. તેમણે પૂર્વદેશમાં વિચરી ઘણે ઉપકાર કર્યો છે. તેઓ સમર્થ ઉપદેશક હતા. તેમણે ઉપદેશ આપી પૂર્વ દેશમાં ૧૭ જિનમંદિર નેવાં સ્થાપિત કરાવ્યાં તેમજ અગિયાર જ્ઞાનભંડાર સ્થપાવ્યા હતા. સમેતશિખર તીર્થની સાત વાર યાત્રા કરી હતી. અ૮૫ આયુષ્ય છતાં શાસનપ્રભાવના ઘણી સારી કરી છે. તેમને જન્મ દીક્ષા કે સ્વર્ગગમનને ચોસ સંવત નથી મલતો.
(૨) બીજા પ્રદ્યુમ્નસૂરિ શ્રી હેમચંદ્રસૂરિજી જે પટ્ટપરંપરામાં થયા તેમાં શ્રી દત્તસૂરિ; યશોભદ્રસૂરિ અને તેમના શ્રી પ્રદ્યુમ્નસૂરિનો ઉલ્લેખ મળે છે. પ્રભાવક ચરિત્રમાં તેમને માટે લખ્યું છે કે “ત્યાં ચંદ્રગચ્છરૂપ સરોવરમાં, પદ્મસમાન અનેક ગુણોથી મંડિત એવા શ્રી દેવચંદ્રસૂરિ બિરાજમાન હતા કે જે શ્રી પદ્યુમ્નસૂરિના શિષ્ય હતા.” જ્યારે પં. શ્રી કલ્યાણ વિજયજી મહારાજ “કુમારચરિત્ર' મહાકાવ્યના આધારે લખે છે કે “ શ્રી પામ્નસૂરિના શિષ્ય ગુણસેનસૂરિ અને તેમના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ થયા.”
For Private And Personal Use Only