________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું ( ૩-જીવાભિગમવૃત્તિ–મૂલ સૂત્રમાં છવ, અજીવ, જખદીપના ક્ષેત્ર, પર્વત વગેરેની બીના જણાવી છે. તેની ઉપર શ્રીમલગિરિજી મહારાજે સરલ ટીકા બનાવી છે તે દે. લા. તરફથી નં. ૫૦ માં છપાએલી છે.
૪-પ્રજ્ઞાપનાવૃત્તિ-મૂલસૂત્રકાર શ્યામાચાર્ય મહારાજ છે, તે આર્ય સુધર્માસ્વામી ગણધરથી ૨૩મી પાટે થયા. પ્રજ્ઞાપના શબ્દનો અર્થ એ છે કે–પ્ર=પ્રકર્ષપણે શાપના જણાવવું છે જેમાં એટલે જે જીવ-અછવ વગેરે પદાર્થોની યથાર્થ (સ્વાદ્વાદશૈલીએ ) બીના જણાવે, તેનું નામ પ્રજ્ઞાપના કહેવાય. આ સૂત્રના ૩૬ ભાગ પાડ્યા છે. સૂત્રકાર દરેક ભાગને પદ શબ્દથી ઓળખાવે છે. ૧-૩-૫-૧૦-૧૩મા પદમાં જીવ-અજીવની બીના જણાવી છે. ૧૬-૨૨મા પદમાં મન વચન કાય-એ-યોગ (આશ્રવ)ની બીના જણાવી છે. ૨૩મા પદમાં બંધની બીના જણવી છે. ૩૬મા સમુદ્દઘાતપદમાં સમુદ્દઘાતનું સ્વરૂપ જણાવતાં-સંવર, નિર્જરા, મોક્ષની બીના જણાવી છે. પુણ્યતત્ત્વ અને પાપતત્વને આશ્રવતત્વમાં ગણ્યાં છે. એ પ્રમાણે લેશ્યા વગેરે પદાર્થોની બીના વીસ દંડકના ક્રમે જણાવી છે. ૩૬ પદે આ પ્રમાણે જાણવાં. ૧–પ્રજ્ઞાપનાપદ-અહીં જીવસ્વરૂપ વગેરે બીના જણાવી છે. ૨-સ્થાનપદઅહીં નારકી વગેરે જેના સ્થાનની બીને જણાવી છે. ૩-અપબહુત્વ (બહુવક્તવ્ય) પદઅહીં કયા છે કયા જીવોથી ઓછા અને વધારે છે ? આ પ્રશ્નને ખુલાસો વગેરે બીના જણાવી છે. ૪-સ્થિતિપદ-અહીં નારકી–અસુરકુમાર વગેરે, પૃથ્વીકાયાદિ, બેઈદ્રિય વગેરે, ગર્ભ જ તિર્યંચ અને મનુષ્ય, વ્યંતર, તિષ્ક, વૈમાનિકના આયુષ્યની બીના જણાવી છે. ૫-પર્યાય (વિશેષ) પદ-અહીં પર્યાયની બીના જણાવી છે. ૬-ઉપપાતોના (વ્યુત્ક્રાંતિ) પદઅહીં દરેક દંડકમાં કેટલા પ્રમાણમાં બીજી ગતિના છો આવીને ઉપજે અને ત્યાંથી નીકળે? આ પ્રશ્નને ખુલાસો વિસ્તારથી જણવ્યો છે. છ–ઉધ્વાસપદ–અહીં ઉચ્છવાસની બીના જણાવી છે. ૮-સંજ્ઞાપદ–અહીં આહારાદિ સંજ્ઞાને ચોવીસ દંડકમાં ગોઠવીને સમજાવી છે. ૯-નિપદ–અહીં કયા દંડકના જીવને કેટલી નિ હોય ? તે ખુલાસે છે. ૧૦-ચરમાચરમપદ–અહીં ચરમ કણ કહેવાય ? અને અચરિમ કણ કહેવાય? તે પ્રશ્નનો ખુલાસો જણવ્યો છે. ૧૧-ભાષાપદ–અહીં સત્યાદિભાષાની બીના જણાવી છે. ૧૨-શરીરપદ–અહીં ઔદારિકાદિ શરીરની બીના દંડકના ક્રમે જણાવી છે. ૧૩–પરિણામપદ–અહીં વિવિધ પરિણામની બીના જણાવી છે. ૧૪-કષાયપદ-અહીં દડકના ક્રમે કષાયની બીના જણાવી છે. ૧૫-ઇદ્રિયપદ–અહીં દંડકના ક્રમે ઈદ્રિયોની બીના સમજાવી છે. ૧૬-પ્રયોગપદ–અહીં પ્રયોગના ભેદો દંડકના ક્રમે જણવ્યા છે. ૧૭–લેશ્યાપદ–અહીં દંડકના ક્રમે છએ લેસ્યા સમજાવી છે. ક્યા કયા દંડકમાં કેટલી કેટલી લેમ્યા હોય ? આ ખુલાસે આ પદમાંથી મળે છે. ૧૮-કાયસ્થિતિપદ-અહીં કયા કયા દંડકના જીવો નિરંતરપણે સ્વદડકમાં કેટલી વાર ઉપજે ? આ પ્રશ્નનો ખુલાસો કર્યો છે. ૧૯-સમ્યકત્વપદ–અહીં કયા કયા દંડકના જેવો સમ્યગ્દષ્ટિ, મિશ્રદષ્ટિ, મિચ્છાદષ્ટિ હોય તે બીને જણાવી છે. ૨૦-અંતક્રિયાપદ–અહીં દંડકના ક્રમે અંતક્રિયાની બીન જણાવી છે. ૨૧-અવગાહના પદ–અહીં દરેક દંડકના જીવના શરીરની ઉંચાઈ સમજાવી છે. ૨૨-ક્રિયાપદ–અહીં દંડકના ક્રમે ક્રિયાના ભેદ સમજાવ્યા છે. ૨૩-કર્મપ્રકૃતિપદ–અહીં દંડકના ક્રમે કર્મના ભેદ સમજાવ્યા છે. ૨૪ કર્મબંધ-અહીં કર્મના બંધનું સ્વરૂપ દંડકના ક્રમે જણાવ્યું છે. ૨૫-કર્મવેદ–અહીં કયા જીવોને કેટલા કર્મને ઉદય હેય? તે બીને જણાવી છે
For Private And Personal Use Only