________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
===
==
[ ૭૪ ] શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું ૭ નંદીસૂત્રટીકા–મૂલસૂત્રનું પ્રમાણ ૭૦૦ શ્લેક છે, તેમાં પાંચ જ્ઞાનની વિસ્તારથી બીને જણાવી છે. શ્રી જ્ઞાનપ્રવાદ પૂર્વમાંથી ઉદ્ધરીને શ્રીદેવવાચકે આની રચના કરી છે. ચૂર્ણિની રચના, સં. ૭૩૩માં થઈ છે, તેનું પ્રમાણ ૨૦૦૦ શ્લેક, લઘુટીકાકાર શ્રીહરિભદ્રસૂરિમહારાજ, તેનું પ્રમાણ ૨૩૧૨ શ્લોક. આ બંનેના આધારે શ્રીમાલયગિરિમહારાજે ૭૭૩૫ શ્લેકપ્રમાણ મોટી ટીકા બનાવી. શ્રીચંદ્રસૂરિકૃત ૩૦૦૦ લોકપ્રમાણુ ટિપ્પણ છે.
બે છેદ ગ્રંથની ટીકા ૧-બૃહત્કપટીકા–અધ્યયન ૨૪. શરૂઆતમાં પીઠિકાની ટીકા શ્રી મલયગિરિમહારાજે બનાવી છે. આ ટીકા અધૂરી હતી તે બૃહતશાલીય શ્રી ક્ષેમકીર્તિસૂરિજીએ વિ. સં. ૧૩૩૨માં પૂર્ણ કરી છે. ટીકાનું પ્રમાણ ૪૨૦૦૦ લેક, મોટા ભાષ્યનું પ્રમાણ ૧૨૦૦૦ શ્લેક, લઘુભાષ્યનું પ્રમાણ ૮૦૦૦ લેક, ચૂર્ણિનું પ્રમાણ ૧૪૩૨૫-સર્વ સંખ્યા ૭૬૭૯૮ શ્લોક છે.
૨-વ્યવહારસૂત્રટીકા–આમાં દશ અધ્યયન છે. જૂની ટીપમાં મૂલ સૂત્રનું પ્રમાણ ૬ ૦૦ લેક જણાવ્યું છે. ચૂર્ણિનું પ્રમાણ ૧૩૬૧ શ્લેક, જૂની ટીપમાં ભાષ્યનું પ્રમાણ ૬૦૦૦ લેક કહ્યા છે. આ બધાં સાધનોના આધારે શ્રીમગિરિજી મહારાજે ૩૩૬૨૫ લેકપ્રમાણ સરલ ટીકા બનાવી છે. સરવાલે ૫૦૫૮૬ શ્લેક થાય છે.
પ્રકીર્ણ ટીકા ૧તિષ્કરડક ટીકા–મૂલ સૂત્ર ૫૦૦ શ્લોક પ્રમાણ છે. શ્રીમલયગિરિમહારાજે ૫૦૦૦ કપ્રમાણુ ટીકા બનાવી છે. અહીં ચંદ્રાદિના મંડલ, ચાર વગેરેની બીના જણાવી છે.
બીજાં સૂત્ર વગેરેની ટીકાઓ ૧-આવશ્યક બહવૃત્તિ-મૂલ સત્રમાં છએ આવશ્યકની બીના જણાવી છે. આની ઉપર શ્રી ભદ્રબાહુવામી મહારાજે ૩૧૦૦ પ્રમાણ નિર્યુક્તિ (ગાથાબદ્ધ) બનાવી છે. ભાષ્યનું પ્રમાણ ૪૦૦૦ શ્લેક, ટીકા-હરિભદ્રસૂરિકૃત ૨૨૦૦૦ શ્લેક પ્રમાણ, ચૂર્ણિનું પ્રમાણ ૧૮૦૦૦ ક–આ બધાં સાધનોના આધારે શ્રીમાલયગિરિજી મહારાજે ૨૨૦૦૦ શ્લેકપ્રમાણુ ટીકા બનાવી હતી, તે સંપૂર્ણ મલતી નથી. એટલે ભાગ મળ્યો તેટલે આગમેદય સમિતિએ છપાવ્યો છે. તિલકાચાર્યે ૧૨૩૨૧ લેક પ્રમાણ લઘુવૃત્તિ બનાવી. અંચલગચ્છના આચાર્ય ૧૨૦૦૦ શ્લોક પ્રમાણુ ટીકા બનાવી. મલધારિ હેમચંદ્રસૂરિજીએ ૪૬૦૦ શ્લેક પ્રમાણુ ટિપ્પણની રચના કરી છે. સરવાલે સંખ્યા ૯૮૧૪૬ લેક
ર-ઘનિર્યુક્તિવૃત્તિ, ૩ પિંડનિર્યુક્તિવૃત્તિ, ૪ વિશેષાવશ્યવૃત્તિ, ૫ ક્ષેત્રસમાસટીકા, ૬ શ્રીશિવશર્મસુરિકૃત ૪૧૫ ગાથા પ્રમાણુ કર્મ પ્રકૃતિની ટીકા (આના આધારે શ્રીયશેવિજયજી મહારાજે મેટી ટીકા બનાવી.) ૭ શ્રીહરિભદ્રસૂરિકૃત ધર્મ સંગ્રહણીની ટીકા, ૮ ધર્મસાર ટીકા, ૯ શ્રી ચંદ્રમહરરકૃત પંચસંગ્રહની ૧૮૮૫૦ શ્લેકપ્રમાણ ટીકા મુ. ગા. ૩૮૯, મૂલ ટીકા ૯૦૦૦ કલેક, ૧૦ ષડશાતિવૃત્તિ, ૧૧ સપ્તતિકા (છઠ્ઠા કર્મગ્રંથોની ટીકા.
આ પ્રમાણે જે ગ્રંથ જાણમાં હતા તેની બીના ટૂંકમાં જણાવી. પૂજ્ય શ્રીમલયગિરિ મહારાજના ગ્રંથો વાંચતાં એમના હૃદયનો નિર્ણય જરૂર થઈ શકે છે. તેમના આશયની વિશાળતા, કહેવાની સ્પષ્ટતા, અપૂર્વ પરમોપકારદષ્ટિ વગેરે અનુકરણ કરવા લાયક ગુણો ગ્રંથનું મનન કરતાં જરૂર જણાય છે. ભવ્ય છે આમાંથી સાર ગ્રહણ કરીને શ્રીમલયગિરિમહારાજના પંથે પ્રયાણ કરી આત્મકલ્યાણ સાધે એ જ હાર્દિક ભાવના !
For Private And Personal Use Only