________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪] શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું હેમચંદ્રાચાર્યને શિષ્ય પરિવાર
હેમચંદ્રાચાર્યને રામચદસૂરિ, ગુણચંદ્રસૂરિ, યશશ્ચંદ્ર, ઉદયચંદ, વર્ધમાનગણિ, મહેન્દ્રસૂરિ, દેવચંદ્ર, બાલચંદ્રાચાર્ય વગેરે સમર્થ શિષ્યો હતા. આ રીતે ગૃહસ્થ શિષ્યમાં સિદ્ધરાજ, પરમહંત કુમારપાલ, મંત્રીશ્વર ઉદાયન, આંબડ, શ્રીપાલકવિ, મુંજાલ વગેરે મુખ્ય હતા.
૧ આ રામચંદ્રસૂરીશ્વર તેમના મુખ્ય પટ્ટધર હતા. સિદ્ધરાજ જયસિંહે તેમને કવિ કટારમલ” નામનું બિરુદ આપ્યું હતું. વિદ્યાત્રથીચણ” “અચુબિત કાવ્યત” “વિશીર્ણ કાવ્ય નિર્માતન્દ્ર” “પ્રબંધશતક કર્તા” વગેરે બીજાં પણ તેમના વિશેષણો હતાં. તેમને “નાટયદર્પણ વિવૃત્તિ” નામનો ગ્રંથ રચ્યું છે. સમસ્યા પૂરવાની શક્તિ તેમનામાં અદ્દભુત હતી. હેમચંદ્રાચાર્ય સં. ૧૨૨૯માં સ્વર્ગસ્થ થયા બાદ કુમારપાલને થયેલા શેકનું શમન રામચંદ્રાચાર્યું કર્યું હતું.
૨ ગુણચંદ્રસૂરિએ પણ બે કૃતિઓ રચેલ છે.
૩ મહેન્દ્રસૂરિએ “અનેકાર્થ કરવાકરકૌમુદી' નામની હૈમઅનેકાર્થ સંગ્રહપરની ટીકા સ્વગુરુના નામથી જ સં. ૧૨૪૧માં રચી હતી.
૪ વદ્ધમાનગણિએ કુમારવિહાર પ્રશસ્તિ કાવ્ય-વ્યાખ્યાદિ રચેલ છે. ૫ દેવચંદ્રનામના શિષ્ય ચંદ્રલેખા વિજય પ્રકરણ રચેલ છે.
૬ ઉદયચંદ્ર નામના શિષ્યના ઉપદેશથી ચંદ્રગચ્છના ધર્મસૂરિ-રત્નસિંહ-દેવચંદ્રસૂરિના શિષ્ય કનકપ્રભે હૈમન્યાસસારનો ઉદ્ધાર કર્યો.
૭ બાલચંદ્ર રામચંદ્રને પ્રતિસ્પદ્ધિ હતિ. “સ્નાતસ્યાની સ્તુતિ આ બાલચંદ્ર રચેલ છે.
આ સિવાય અન્ય શિષ્યએ પણ ગ્રથે આ હોય એમ સંભવે છે. હેમચંદ્રાચાર્યને સ્વર્ગવાસ
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનો સ્વર્ગવાસ ૧૨૨૯માં ૮૪ વર્ષની પુક્ત ઉમ્મરે થયે હતો. પિતાનો અંતસમય પહેલેથી જ જાર્યો હતો. પાછળની જિંદગીમાં નિરંતર અન્તર્મુખ બની આત્મકલ્યાણમાં જ વધુ મશગુલ રહેતા. પ્રાંતે સમસ્ત સંધ સમક્ષ મિથ્યા દુષ્કત” આપી પિતાને વારસો ભાવી પ્રજાને સમપ સ્વર્ગલેકે સિધાવ્યા. તેમના સ્વર્ગગમન પછી છ મહિને મહારાજા કુમારપાલ સ્વર્ગે સીધાવ્યા. હિમયુગ
ભારતવર્ષના પ્રાચીન પડિતોની ગણત્રીમાં વેતામ્બરાચાર્ય કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્યે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલ છે. સંસ્કૃત સાહિત્યમાં વિક્રમાદિત્યના ઈતિહાસમાં જે સ્થાન કાલિદાસનું, શ્રી હર્ષના દરબારમાં બાણભટ્ટનું અને ભોજરાજાના દરબારમાં પરમાહંત મહાકવિ ધનપાલનું હતું તે જ સ્થાન ગુર્જરપતિ સિદ્ધરાજના દરબારમાં હેમચંદ્રાચાર્યનું હતું. અને કુમારપાલના ઇતિહાસમાં તે ગુરુ-શિષ્ય જેવું હતું. ટૂંકમાં હેમચંદ્રાચાર્ય એ એક યુગપ્રભાવક મહાપુરુષ હતા. તે વખતના ધમ, સાહિત્ય, સમાજ, રાજકરણ અને લેકજીવન-એ દરેક ઉપર આચર્ય હેમચંદ્રસૂરિને ખૂબ પ્રભાવ પડયો હતો. એટલે એમના યુગને હૈમયુગ” કહીએ તે તે સર્વતા ઉચિત જ છે. ગુજરાતમાં લ૯મી સાથે ભારતીની ઉપાસના થઈ એ આ યુગને જ પ્રતાપ છે. આ મહાપુરુષની સાહિત્યસેવા ભારતભરમાં જ નહીં, પણ સમસ્ત જગતમાં જયવંતી છે. એમને હાલના પાશ્ચાત્ય વિદ્વાનો સમર્થ વ્યક્તિ તરીકે
For Private And Personal Use Only