________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૬] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું નાટિકા રચી છે, તેમાં સૂત્રધારના મુખથી ઉચ્ચરાયેલ કવિ-પરિચય મળે છે કે–તે નયચંદ્ર કવિ બ્રહ્માષામાં કવિત્વ કરવામાં કુશલ હતા, તેમણે શારદા દેવતાના પ્રૌઢ વર-પ્રસાદથી રાજાઓને પણ રંજિત કર્યા હતા. પૂર્વ કવિઓના માર્ગને અનુસરનાર એ સમસ્ત વિદ્યાઓના નિધિ જેવા હતા. કવિ હર્ષ અને અમરચંદ્ર સાથે એની તુલના કરવામાં આવી છે. (વિશેષ માટે જુઓ રંભામંજરી નાટિકા)
વિ. સં. ૧૪૯૯ વર્ષે કા. શુ. ૯ શનિવારે સરસ્વતીપત્તન (પાટણ)માં કૃષ્ણર્ષીય ગચ્છના વા. જયવલ્લભના શિષ્ય પૂજ્ય દેવસુંદરે લખાવેલ વર્ધમાનવિદ્યા-કલ્પ જેસલમેર(મારવાડ)માં ડૂગરજી યતિજીના સંગ્રહમાં છે વિશેષ માટે જુઓ જેસલમેરમાં. ગ્રંથસૂચી પ. ૫૮ ગા. એ. સિ. નં. ૨૧)
વિ. સં. ૧૫૧૭માં ઉપકેશજ્ઞાતીય(ઓસવાળ) કાકરીયા-ગાત્રવાળા સં. સોઢલે કરાવેલ ચંદ્રપ્રભસ્વામીના બિબને કૃષ્ણર્ષિ–ગચ્છમાં થયેલા નયચંદ્રસૂરિના પટ પર થયેલા જયસિહસૂરિએ પ્રતિષ્ઠિત કર્યું હતું.
કલા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગસુંદર ભગવાન મહાવીરસ્વામીનું
ત્રિરંગી ચિત્ર મહાગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ દેરેલું આ સુંદર ચિત્ર શાંત મુખમુદ્રા અને વીતરાગભાવનું સાક્ષાત્ દર્શન કરાવે છે.
* આર્ટ કાર્ડ ઉપર સુંદર ત્રિરંગી છપાઈ ક ૧૪” x ૧” ની મોટી સાઈઝ
- ચારે તરફ સેનેરી બેડર દરેક જેના ઘરમાં આ ચિત્ર અવશ્ય હોવું જોઈએ. મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચ દેઢ આને વધુ)
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘી કાંટા
અમદાવાદ
For Private And Personal Use Only