________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૦] શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું ઋષભદેવ અને ચરમ તીર્થકર શ્રી મહાવીરદેવ અને રામ-લક્ષ્મણનાં ચરિત્ર કર્તાએ ખૂબ વિસ્તારથી આપ્યાં છે. આ આખો ગ્રંથ અને તેનું ભાષાંતર મુદ્રિત થયેલ છે.
પરિશિષ્ટપવ—આ ગ્રંથમાં શ્રુતકેવલિ જંબૂવામીથી આરંભીને આર્ય રક્ષિતસૂરિ સુધિનાં ૧૩ આચાર્યોનાં ચરિત્રો આલેખેલાં છે. અનુષ્ય, દમાં સુંદર રચના કરેલ છે. આના કુલ ૧૩ સર્ગો છે. આ ગ્રંથ ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર બાદ રચાયેલ છે. એટલે ત્યાર પછીને ઈતિહાસ માં આલેખેલ છે. આ ગ્રંથના કુલ બ્લેક ૩૪૫૦-૩૫૦૦ લગભગ છે. ભાષા એટલી બધી સરલ છે કે માર્ગો પદેશિક ભણેલે પણ સહેલાઈથી વાંચી શકે. આ ગ્રંથને પ્રો. હર્મન યાકેબીની વિસ્તૃત પ્રસ્તાવના સાથે બેં. . એ. સોસાયટીએ છપાવ્યો છે. જેનધર્મ પ્રસારક સભાએ પણ આ ગ્રંથ અને તેનું ભાષાંતર છપાવેલ છે.
યોગશાસ્ત્ર (સટીક)-કુમારપાલ ભૂપાલની પ્રેરણાથી કુમારપાલ માટે જ આ ગ્રંથ રચાયો છે. યોગશાસ્ત્રનું અપરનામ “અધ્યાત્મપનિષદ્દ” છે. પજ્ઞ ટીકા સહિત ૧૨૫૭૦
ઑકે છે. આ ગ્રંથના બાર પ્રકાશ છે. આ ગ્રન્થ કુમારપાલના આત્મય માટે રચાયો છે. આ ગ્રંથ ઘણો જ પ્રસિદ્ધ છે. આના પર ચર્ચાઓ પણ ઘણી ઘણી થયેલ છે.
વીતરાગસ્તોત્ર-જિનેશ્વર ભગવંતના પૃથગૂ પૃથગ લોકોત્તર ગુણોથી ભરપૂર પરમાભાની સ્તુતિરૂપે કુમારપાલ ભૂપાલની પ્રેરણાથી આ ગ્રંથ રચવામાં આવેલ છે. તેમાં વીશ સ્તવ-વિભાગ પાડેલ છે. અનુષ્ય, છંદમાં તેની મનોહર રચના છે. કુલ લેકે ૧૮૮ છે. ભાષા ઘણી જ સુંદર છે. આ ગ્રંથ મુદ્રિત થયેલ છે. આના પર અન્યની સંસ્કૃત ટીકા છે.
અગવ્યવર છેદિક અને અન્ય વ્યવદિકા (બે બત્રીશીઓ)-આ બન્ને બત્રીશીઓ બત્રીશ બત્રીશ કમાં રચેલી છે. વિવિધ છંદોમાં તેની રચના છે. અગવ્યવચ્છેદિકામાં જૈનધર્મ પરના આક્ષેપોની અસત્યતા બતાવી છે. આ ગ્રંથ મુદ્રિત થયે છે. અન્ય વ્યવચ્છેદિકામાં અન્ય દર્શનકાર કહે છે કે અમારા મતો સત્ય છે, એ કથન પર ચર્ચા કરી જેનદષ્ટિએ જવાબો આપ્યા છે. આ બત્રીશી પર મહિલેણે સ્યાદ્વાદમંજરી નામની ૩૦૦૦ શ્લોકપ્રમાણની વૃત્તિ રચેલ છે, જે છે. આનંદશંકર બાપુભાઈ ધ્રુવે વિસ્તૃત ઉદ્દઘાત સાથે બોમ્બે સંસ્કૃત સીરિઝ (નં. ૮૩) તરફથી પ્રગટ કરેલ છે.
મહાદેવસ્તુત્ર–આ ગ્રંથમાં મહાદેવ સંબંધી સ્પષ્ટ વિવરણ કરેલ છે. ૪૪ શ્લેકમાં તેની રચના કરેલ છે. આ ગ્રંથ અને તેનું ભાષાન્તર મુદ્રિત થયેલ છે.
સપ્તસંધાન કાવ્ય–આ ગ્રંથ તેમણે રો સંભળાય છે. પરંતુ ઉપલબ્ધ નથી.
સપ્ત તત્વ પ્રકરણ—આ ગ્રંથની ૧૪૦ ગાથાઓ છે. સંસ્કૃતમાં તેની રચના છે. નવતર પર વિવરણ કરેલ છે. ભાષાંતર સહિત નવતરવસાહિત્યસંગ્રહમાં પ્રસિદ્ધ થયેલ છે.
અહંનીતિ–અહેસહસ્ત્રનામસમુચ્ચય વગેરે ગ્રન્થ એમના મનાય છે. આ ઉપરાંત બીજા ગ્રન્થો હોવાનો સંભવ છે. ઘણુ ગ્રંથ ઉપલબ્ધ નથી. કોઈ પણ એવો વિષય નથી
૫, ૧ પ્રસ્તાવના સ્તવ, ૨ સહજાતિશચવર્ણન સ્તવ, ૩ કર્મક્ષયજાતિશય વર્ણન સ્તવ, ૪ સુરકૃતાતિશયવર્ણન પ્રકાશ, ૫ પ્રાતિહાર્યવર્ણન સ્તવે, ૬ વિપક્ષનિરાસ પ્રકાશ, ૭ જગત્કતૃત્વનિરાસ પ્રકાશ, ૮ એકાંતપક્ષનિરાસ પ્રકાશ, ૯ કલિપ્રશમસ્તવ, ૧૦ અદ્દભુત સ્તવ, ૧૧ અચિંત્યામહિમ સ્તવ, ૧૨ વૈરાગ્ય સ્તવ, ૧૩ વિધનિરાસ સ્તવ, ૧૪ એગશુદ્ધિ સ્તવ, ૧૫ ભક્તિ સ્તવ, ૧૬ આત્મગ સ્તવ, ૧૭ શરણ સ્તવ, ૧૮ કઠોર સ્તવ, ૧૯ આજ્ઞા સ્તવ, ૨૦ આશી; સ્તવ.
For Private And Personal Use Only