________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] શ્રી હેમચન્દ્રાચાર્ય
[૭] આ વ્યાકરણનું અધ્યાપન કરાવવા માટે કક્કલ નામના અધ્યાપકને રોક્યો. અણહિલપુરમાં અધ્યયન શાળા શરૂ કરી. આ વ્યાકરણરચનાનો કાલ લગભગ ૧૧૯૨-૯૩ નો હતે. હેમચંદ્રાચાર્યના સ્વર્ગવાસ બાદ આ વ્યાકરણ પર અનેક ટીકાઓ રચાઈ છે. એ પરથી અનેક બૃહદ્ધ-મધ્યમ લઘુ વ્યાકરણ રચાયાં છે અને જુદા જુદા વિભાગો પર ટીકાઓ પણ લખાણી છે.
આ જ વ્યાકરણ ઉપરથી દેવાનંદે સિદ્ધસારસ્વત વ્યાકરણ [ વિ. સં. ૧૩૩૪ માં ] બનાવ્યું, ઉપાધ્યાય વિનયવિજ્યજી મહારાજે [ સં. ૧૭૧૨] ‘લઘુહંમપ્રક્રિયા” નામનું વ્યાકરણ રચ્યું, અને તેના પર ૩૪૦૦૦ શ્લોપ્રમાણ હંમપ્રકાશ ર. [આ બન્ને પ્રત્યે બહાર પડેલા છે.] દુર્ગપદ વ્યાખ્યા નામને “લઘુન્યાસ ૩૦૦૦૦ શ્લોકપ્રમાણુ ર. [ આ ગ્રન્થ પણ સિદ્ધહેમ સહિત બહાર પડેલ છે. ]વાદિદેવસૂરિની પાટે થયેલા વિદ્યાધર ગણિએ [ સં. ૧૩૬૮ ] બ્રહદ્દવૃત્તિ પરથી ‘દીપિકા ઉદ્ધરી. સદર વ્યાકરણ પર શ્રી રત્નશેખરસૂરિએ અવસૂરિ રચી. મહોપાધ્યાય મેઘવિજયજી ગણિએ એના ઉપરથી ચદ્રપ્રભા (હૈમમુદી) વ્યાકરણ પ્રક્રિયાક્રમે રચ્યું. શ્રી હેમહંસગણિએ એના ઉપર ન્યાયસંગ્રહ અને ન્યાયમજુષા ટીકા રચી. આ જ વ્યાકરણમાં સાધેલા ષલિંગ શબ્દોનો સંગ્રહ “વિરતપુરા નામથી
અમરચંદસૂરિએ કર્યો. વર્તમાન વિદામાન આચાર્ય મહારાજ વગેરેએ પણ આ વ્યાકરણ પર પિતાની શક્તિને ફાળો આપ્યો છે. અનેકગુણાલંકૃત સુરિસમ્રાટ, પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણી પ્રગુરુગુરુદેવ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે આ જ વ્યાકરણપરથી પ્રક્રિયાક્રમે બૃહદ્દ હેમપ્રભા, લઘુહેમપ્રભા અને પરમલધુહેમપ્રભા રચ્યાં. આગમે દ્ધારક શાસનપ્રભાવક સાગરાનંદસૂરીશ્વરજીએ આ જ વ્યાકરણપરથી પ્રક્રિયાક્રમે “સિદ્ધપ્રભા” બનાવ્યું. આ રીતે આ સિદ્ધહેમની અદ્યાવધિ પ્રવૃત્તિ ચાલુ રહી છે અને જૈન-જૈનેતર દરેક તેનો ઉપયોગ કરી રહ્યા છે. સાંગોપાંગ સિદ્ધહેમ વ્યાકરણ
સિદ્ધહેમ બૃહદ્દવૃત્તિ, ૧૮૦૦૦ કપ્રમાણ, આ ગ્રંથ મુદ્રિત થયેલ છે. સિદ્ધહેમ લઘુવૃત્તિ, ૬૦૦૦ શ્લોકપ્રમાણ, આ ગ્રંથ મુદ્રિત થયેલ છે. સિદ્ધહેમ બન્યાસ, ૮૪૦૦૦-૯૦૦૦૦ શ્લેકપ્રમાણ, (અપૂર્ણ મળે છે.) સિદ્ધહેમ પ્રાકૃતવૃત્તિ, ૨૨૦૦ કપ્રમાણુ, આ ગ્રંથ મુદ્રિત થયેલ છે. લિંગાનુશાસન સટીક, ૩૬૮૪ કપ્રમાણ, આ ગ્રંથ મુદ્રિત થયેલ છે. ઉણાદિગણ વિવરણ, ૩૨૫૦ શ્લેકપ્રમાણે, આ ગ્રંથ મુદ્રિત થયેલ છે. ધાતુપારાયણ વિવરણ, પ૬૦૦ શ્લેકપ્રમાણે, આ ગ્રંથ મુદ્રિત થયેલ છે. આ સિવાય સિદ્ધહેમ મધ્યમવૃત્તિ પણ હોવાનો સંભવ છે.
ધાતુપારાયણસંક્ષેપ-આ ગ્રંથ પણ હેમચંદ્રાચાર્યને છે. આ જ ધાતુપારાયણ પરથી ક્રિયારત્નસમુચ્ચય' ગ્રંથ ગુણરત્નસૂરિએ રચ્યો.
આ સિવાય હાલમાં પણ આ વ્યાકરણ ઉપયોગી ધાતુરત્નાકર, હેમધાતુમાલા વગેરે અનેક ગ્રન્થ મોજુદ છે, નવા નવા અનેક બહાર પણ પડતા જાય છે. આ આખું સાંગોપાંગ સપાદલક્ષ સિદ્ધહેમ વ્યાકરણ સિદ્ધરાજની વિનંતીથી હેમચંદ્રાચાર્યે રચીને ભારત ભૂમિની કીતિ, ગુર્જરદેશનો યશ, અને સિદ્ધહેમ' શબ્દની જોડણી અખંડિત રાખી છે. આ અંગે વિશેષ જિજ્ઞાસુએ શ્રી. મેહનલાલ દ. દેસાઈકૃત જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ’ પુસ્તક જેવું.
For Private And Personal Use Only