________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપત્સવી અંક ] શ્રી હેમચન્દ્રાચાર્ય
[ ૯૩ ] દિક્ષા અને નામસ્થાપન
સૂરીશ્વરજી ચંગદેવને સાથે લઈ સ્થંભનપુરમાં પધાર્યા. ઉદયનમંત્રોને સર્વ વાતથી વાકેફ કર્યા. ધર્મરંગી સમયજ્ઞ બુદ્ધિશાલી મંત્રીશ્વરે તેમાં સહાનુભૂતી પૂરી. ચંગદેવના પિતા ચાચીગ પરદેશથી દેશમાં આવ્યા. પુત્રવિરહની ખબર પડતાં તે કોપાયમાન થયા. અને પુત્રને પાછો લાવવા ખંભાત ગયા. પણ મહાબુદ્ધિનિધાન ઉદયનમંત્રીએ તેમને સમજાવી લીધા અને ઘણું જ ઠાઠમાઠ પૂર્વક ચંગદેવને ત્યાં ભાગવતી પ્રત્રજ્યારે (દીક્ષા ) આપવામાં આવી. અને તેમનું નામ સેમચંદ્ર જાહેર કરવામાં આવ્યું. અને બાલસાધુ તરીકે તેમની પ્રસિદ્ધિ થઈ જ્ઞાનાભ્યાસ, કાશ્મીર તરફ પ્રયાણ
ધારણશક્તિ, પૂર્વભવના સુસંસ્કાર, બાલ્યજીવન, એકનિષ્ઠતા, અને સાધન સામગ્રીબધું મળી આવે એટલે પછી પૂછવું જ શું ? બુદ્ધિનિધાન બાલમુનિવર સોમચંદ્ર સંયમ માર્ગમાં આગેકુચ કરતાં, જ્ઞાનાભ્યાસમાં ઓતપ્રોત થઈ ગયા. અને ચેડાં જ વર્ષમાં વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિ અનેક વિષયોના પારગામી બન્યા. એકદા એકાદથી લક્ષપદ કરતાં અધિક પૂર્વનું ચિંતવન કરતાં તેમને એકદમ ખેદ થવા પૂર્વક વિચાર ઉદ્દભવ્યો કે–અલ્પબુદ્ધિ એવા મને ધિક્કાર છે. બુદ્ધિના અધિક વિકાસ માટે કાશ્મીરવાસી દેવીનું આરાધન અવશ્ય કરવું જોઈએ. એમ નિશ્ચય કરી ગુરુમહારાજની આજ્ઞા માગી. ગુરુવયે આજ્ઞા આપી. એટલે કેટલાક ગીતાર્થ સાધુઓ સાથે સોમચંદ્ર મુનિવરે તામ્રલિપ્તિથી કાશ્મીર તરફ પ્રયાણ કર્યું. ગિરનાર પર ધ્યાન, સરસ્વતીદર્શન
વિહાર કરતાં રસ્તામાં બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથના નામથી સુપ્રસિદ્ધ એવા શ્રી રૈવતગિરિ (ગિરનાર-જુનાગઢ) તીર્થમાં ગીતાર્થોની અનુમતિથી સેમચંદ્રમુનિવરે એકાગ્ર ધ્યાન આદર્યું. રાત્રિ વ્યતીત થવા લાગી. અર્ધરાત્રે બ્રહ્મતેજના નિધાનરૂપ સાક્ષાત સરસ્વતી દેવી આવી ખડી થઈ અને કહેવા લાગીઃ “હે નિર્મળ બુદ્ધિમાન વત્સ ! હવે તારે ત્યાં જવાની જરૂર નથી. ભક્તિથી વશ થયેલી હું તારી સર્વ ઈચ્છા પૂર્ણ કરીશ.” આટલું કહીને વાદેવી અદશ્ય થઈ ગઈ. બાકીની રાત ધ્યાનમાં પસાર કરી સોમચંદ્રમુનિ પ્રભાતે સ્વસ્થાનમાં આવતા રહ્યા. સરસ્વતીના પ્રસાદથી સોમચંદ્ર મુનિ સિદ્ધસારસ્વત, અને બુદ્ધિના ભંડાર થયા. જે ઉદ્દેશથી કાશ્મીર જવાનું હતું તે વચમાં જ સધાઈ ગયે એટલે એ તરફનો વિહાર મોકુફ રહ્યો. આચાર્યપદવી, નામમાં પરિવર્તન
શાસનની ધુરાને ધારણ કરવાનું સામર્થ્ય, સહજ ઓજસ્વીતા, સિદ્ધસારસ્વતપણું, ગહન જ્ઞાન અને આદર્શ બાલબ્રહ્મચારી જીવન વગેરે ગુણોથી આકર્ષાઈ શ્રી દેવચંદ્રસૂરીશ્વરજીએ. શ્રી સંધની વિનતિથી, મહત્સવપૂર્વક, પોતાના બાલશિષ્ય સોમચંદ્ર મુનિવરને વિ. સં. ૨ ચંગદેવની દીક્ષા કયારે થઈ તે માટે બે અભિપ્રાય મળે છે: [1] પ્રભાવક ચરિત્રકારના લખવા મુજબ વિક્રમસંવત્ ૧૧૫૦ માધ શુદિ ૧૪ શનિવારે બ્રહ્મ
મુહૂર્તે પાર્શ્વનાથ પ્રભુના ચૈત્યમાં દીક્ષા આપવામાં આપી અને સેમચંદ્ર નામ પાડવામાં આવ્યું. અર્થાત્ એ વખતે ચંગદેવની ઉમ્મર પાંચ વર્ષની હતી. દીક્ષા સમયે ગ્રહોની કઈ સ્થિતિ વર્તતી હતી તે પણ તેમણે પ્રદર્શિત કર્યું છે. જિજ્ઞાસુઓએ
ત્યાંથી જોઈ લેવું. [૨] મેતુંગસૂરિના મત પ્રમાણે વિક્રમસંવત્ ૧૧૫૪ના માઘ શુદિ ૪ શનિવારે દીક્ષા થઈ.
અર્થાત્ ચંગદેવની ઉમ્મર એ વખતે નવ વર્ષની હતી.
For Private And Personal Use Only