________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક 1 શ્રી મલયગિરિજીકત છે
[૭૧] ઐતિહાસિક ગ્રંથોના સૂક્ષ્મ અવલોકનથી જાણી શકાય છે કે–તેઓશ્રી એક અપૂર્વ પ્રસિદ્ધ ટીકાકાર હતા. અને એ તો મને પણ અનુભવસિદ્ધ છે કે-એમની ટીકા બનાવવાની સુંદર અને રોચક શૈલી મારા જેવા ઘણાંય બાલજીવોને પણ સ્પષ્ટ બોધદાયક નીવડી છે. તેવી જ શૈલી થી અનુયોગદ્વારસૂત્રની ઉપર અને શ્રી વિશેષાવશ્યકસૂત્રની ઉપર મલધારિ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે બનાવેલી ટીકામાં દેખાય છે. અનુભવી મહાગીતાર્થશિરોમણિ મહાપુરુષો જણાવે છે કે-શ્રી હરિભદ્રસૂરિજી, વાદિવેતાલ શાંતિસૂરિજી મહારાજ, ન્યાયાચાર્ય યશવિજયજી મહારાજ આદિ મહાપુરૂષોએ રચેલા ગ્રંથની કઠિન પંક્તિઓનું રહસ્ય સમજવાને માટે સૌથી પહેલાં શ્રી મલયગિરિ મહારાજ અને માલધારિ હેમચંદ્રસૂરિજીના ગ્રંથે જરૂર ગુરુગમથી જાણવા જોઈએ. વ્યાજબી જ છે કે બાલજીને સરલ શબ્દોમાં અને સંક્ષેપમાં સંગીન બોધ થઈ શકે છે. તે મુદ્દો શ્રી મલયગિરિ મહારાજે આબાદ રીતે જાળવ્યો છે. તેમના ગ્રંથ વાંચતાં ઘણી વાર એવો અનુભવ થયો છે કે–જાણે પિત સરલ ભાષામાં તત્ત્વનો ખજાને ન આપતા હોય ! પ્રાચીન કાળમાં તે તે મહાપુરુષોનાં આદર્શ જીવનચરિત્રે લખવાનો રિવાજ બહુ જ થોડા પ્રમાણમાં હતો. અથવા પાછળથી તે ચરિત્રોને યુદ્ધાદિ કારણથી નાશ થયો હોય એમ સંભવે છે. શ્રી મર્યાગિરિજી મહારાજની બાબતમાં પણ તેવું બન્યું છે. તેમના સમકાલીન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી વગેરેના જીવનની બીના જેમ વધારે પ્રમાણમાં મળી શકે છે તેવી વિશેષ બીના મલયગિરિજી મહારાજની મળી શકતી નથી. શ્રી મલયગિરિજી મહારાજના ગ્રંથને પરિચય
અંગવિભાગ ૧-સર્વાનુયોગ પંચમાંગ શ્રી ભગવતીસૂત્રના બીજા શતકની અને વીસમા, શતકની વૃત્તિ-મૂલ સૂત્રમાં ચારે અનુયોગની બીના ભરી છે. સરસ્વતી દેવીના વરદાનને પામેલા શ્રી મલયગિરિજી મહારાજ બે જ શતકની ટીકા બનાવે ને બીજા શતકની ટીકા ન બનાવે એમ સંભવતું નથી. હા, કદાચ એમ સંભવે છે કે-ટીકાકાર જે જે શતક સરલ હોય, એટલે જેની ટીકા જલદી બનાવી શકાય એમ હોય તે પહેલાં બનાવે અને કઠિન શતકોની ટીકા પછી બનાવે. સંભવ છે કે ભગવતીસૂત્રની સંપૂર્ણ ટીકા બનાવી હોય!
ઉપાંગવિભાગ ૨-જિપ્રક્રીય (રાયપાસેણીય) વૃત્તિ-મૂલ ગ્રંથમાં કેશિ ગણધરને રાજા પ્રદેશિએ જે જે પ્રશ્નો પૂછવ્યા હતા તેની જવાબ સાથેની બોના આવે છે. રાજા પ્રદેશ કઈ રીતે સમ્યકત્વમૂલ બાર વ્રતને સાધે છે? પિતાની રાણી ભેગમાં વિઘભૂત જાણીને પુત્રને કહે છે કે તારા પિતાને મારીને તું રાજા થા. આ બાબતમાં પુત્ર ના પાડે છે. છેવટે રાણી પોતે ઝેર દઈને રાજાને મારવા તૈયાર થાય છે. અજાણતાં રાજા ઝેરી પદાર્થ છઠ્ઠના પારણે ખાય છે. અંતે તે રાણીનું કાવતરું જાણે છે, છતાં સમતાભાવ રાખતાં સમાધિ મરણે મરણ પામી સૂર્યાભ નામે મહર્દિક દેવ થાય છે. સૂર્યાભદેવ પ્રભુ મહાવીરને શા શા પ્રશ્નો પૂછે છે ? તે બીના આવે છે. આ સૂત્ર બીજા અંગના ઉપાંગ તરીકે ગણાય છે. અંગમાં કહેલી બીનાનો વિસ્તાર જેમાં હોય, તે ઉપાંગ કહેવાય. આની ઉપર શ્રી મલયગિરિ મહારાજે સરલ ટીકા બનાવી છે. તે થોડાં વર્ષો પહેલાં આગમેદય સમિતિએ છપાવી હતી. પછીથી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે છપાવી છે.
For Private And Personal Use Only