________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક] શ્રી અભયદેવસૂરિજી
[૬૩] નામથી ઓળખાવા લાગ્યા. આ શ્રી અભયદેવસૂરિએ ઘણું ભવ્ય જીવોને સન્માર્ગની દેશના દઈ સાત્વિક માર્ગના ઉપાસક બનાવ્યા. અનુક્રમે વિહાર કરતાં તે સૂરિ પત્યપદ્રપુર તરફ ગયા.
એક વખત દુકાળ પડવાથી દેશની દુર્દશા થઈ સિદ્ધાંત તથા વૃત્તિઓનો પ્રાયઃ ઉચ્છેદ થવા લાગ્યો. જે કાંઈ સૂત્ર વગેરે હયાત રહ્યાં હતાં તેઓનું યથાર્થ રહસ્ય “વૃત્તિ આદિ વગેરે સાધને નાશ પામેલાં હોવાથી ” મહા પ્રજ્ઞાશાલી મુનિઓને પણ જાણવું મુશ્કેલ થયું. આ પ્રસંગે એક વખત અર્ધરાત્રે ધર્મધ્યાનમાં સાવધાન રહેલા શ્રી અભયદેવસૂરિને વંદના કરી શાસનની અધિષ્ઠાયિકા દેવીએ કહ્યું કે–“ પહેલાં મહાશાસનના સ્થંભ સમાન પરમપૂજ્ય શ્રી શીલાંક (કેટ્યાચાર્ય) નામના આચાર્યો અગિયારે અંગની વૃત્તિઓ રચી હતી, તેમાં હાલ બે અંગ (આચારાંગ, સૂયગડાંગ) ની જ વૃત્તિ હયાત છે, બાકીનાં અંગેની વૃત્તિઓ વિચ્છેદ પામી ગઈ છે, તેથી સંઘના હિતને માટે શ્રી સ્થાનાંગાદિ નવે અંગેની નવી ટીકાઓ બનાવવાને ઉદ્યમ કરે.” દેવીનું આ વચન સાંભળીને સૂરિજીએ કહ્યું કે હે માતાજી ! સુગ્રહિતનામધેય શ્રી સુધર્માસ્વામી ગણધરે રચેલાં સૂત્રોનું યથાર્થ રહસ્ય જાણવાને પણ મારા જે અલ્પબુદ્ધિ અસમર્થ છે, તો પછી ટીકાઓ તો કેમ બનાવી શકું ? કારણ કે કદાચ કોઈ સ્થળે સૂત્રવિરુદ્ધ કહેવાઈ જાય તે મહાપાપ લાગે, તેથી સંસારમાં અનંતીવાર ભટકવું પડે. ત્યારે દેવીએ કહ્યું કે-“હે સુશિરામણિ ! આ કાર્ય કરવા માટે તમે જ લાયક છો, એમ હું માનું છું. વૃત્તિઓ બનાવતાં કદાચ સદેહ પડે તો મને યાદ કરજો ને સદેહ જણાવજે. હું મહાવિદેહ ક્ષેત્રના વિહરમાન તીર્થંકર શ્રી સીમંધરસ્વામીને પૂછીને તે બાબતને ખુલાસો આપને જણાવીશ, માટે આ કાર્ય તમે શરૂ કરે. હું તમારી આગળ પ્રતિજ્ઞા કરું છું કેતમે યાદ કરશે કે તરત જ હાજર થઈશ.” દેવીના વચનથી શ્રી આચાર્ય મહારાજે વૃત્તિઓ બનાવવાની શરૂઆત કરી. ૧ટીકાઓ પૂરી થાય ત્યાં સુધી આયંબિલ તપ કરવાની પ્રતિજ્ઞા લીધી, અને પાટણમાં ટીકાઓ રચી. બીજા ગ્રંથમાં એમ પણ કહે છે કે પાટણની બહાર રચી. આ કામમાં દેવીએ પણ સંપૂર્ણ રીતે મદદ કરી. શ્રી દ્રોણાચાર્ય વગેરે વૃદ્ધ મહામૃતધરેએ આ વૃત્તિઓને શુદ્ધ કરી. એટલે શ્રાવકોએ લખાવવાની શરૂઆત કરી.
એક વખત શાસનદેવીએ ગુરુમહારાજને કહ્યું કે પહેલી પ્રત્તિ (ટીકાની પ્રત) મારા દ્રવ્યથી લખાય એવી મારી ઇચ્છા છે.” એમ કહી પિતાની જ્યોતિથી દષ્ટિતેજને આંજી, ત્યાં એક સેનાનું ઘરેણું મૂકીને દેવી સ્વસ્થાને ગયાં. પછી મુનિઓ ગોચરી લઈને આવ્યા. ઘરેણું જોઈને આશ્ચર્ય પામ્યા. પૂછતાં સૂરિજીએ બધી બીના કહી. પછી શ્રાવકેને બેલાવી ઘરેણું બતાવ્યું, પરંતુ તેનું મૂલ્ય નહિ જાણતાં તે શ્રાવકે પાટણમાં ઝવેરીઓની પાસે ગયા. તેઓએ આ આભૂષણ જોઈને કહ્યું કે–અહીં ભીમરાજાની આગળ આ ઘરેણું મૂકે. તે જેટલું દ્રવ્ય આપે તેટલું એનું મૂલ્ય સમજવું. અમે આ (દિવ્ય) ઘરેણાની કિંમત આંકી શકતા નથી. એટલે શ્રાવકોએ એ ઘરેણું રાજાની આગળ મુકયું, અને તેની સત્ય બીના
૧ આ બાબતમાં બીજાઓ એમ કહે છે કે જે કે, અભયદેવસૂરિના સમયમાં નવ અંગેની ટીકાઓ હયાત ન લેવાથી, તેમણે નવી ટીકાઓ બનાવી એમ પ્રભાવચરિત્રમાં કહેલ છે, પણ જેમ તે જ રસૂરિએ શ્રી ભગવતીની સ્વકૃત ટીકામાં પંચમાંગની બે ટીકા છે એમ લખ્યું છે, તેમ બીજા સૂત્રોની પણ ટીકાઓ હતી એમ કહ્યું છે.
For Private And Personal Use Only