________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
=
=
=
=
દીસત્વી અંક 1 શ્રી અભયદેવ સૂરિજી
[ ૬૧] જલદી નગરની બહાર ચાલ્યા જાઓ, કારણ કે ત્યબાહ્ય (ચૈત્યમાં રહેવાનો નિષેધ કરનારા) વેતાંબરોને અહીં સ્થાન મળતું નથી. આ વચન સાંભળીને પુરોહિતે કહ્યું કે–રાજસભામાં આ વાતને નિર્ણય કરવાનો છે.” તેમણે પિતાના ઉપરીઓને આ બીના જણાવી. બધા સાથે મળીને રાજાની પાસે ગયા. ત્યાં પુરેહિતે આવીને રાજાને નમ્રતાથી જણાવ્યું કે-“હે દેવ ! બે જૈનમુનિ પિતાના પક્ષમાં સ્થાન ન પામવાથી મારે ત્યાં આવ્યા, એટલે ગુણવંત જાણીને મેં તેમને આશ્રય આપ્યો. એવામાં આ ચિત્યવાસીઓએ ભદ્ર-પુત્રને મારી પાસે મોકલ્યા, માટે આ બાબતમાં મારી આપને ભૂલ જણાય તો ખુશીથી યોગ્ય લાગે તે શિક્ષા ફરમાવે.
પુરોહિતે કહેલી બીના સાંભળીને સર્વ ધર્મોમાં સમાન ભાવ રાખનારા રાજાએ હસીને કહ્યું કે “હે ચૈત્યવાસીઓ ! કઈ પણ દેશથી આવેલા ગુણીજનો મારા નગરમાં રહે તેને તમે શા માટે અટકાવ (નિષેધ ) કરે છે ? તેમાં ગેરવ્યાજબીપણું શું છે?” રાજાને આ પ્રશ્નના ઉત્તરમાં ચૈત્યવાસીઓ બોલ્યા કે- હે રાજેન્દ્ર! પૂર્વે વનરાજ નામના રાજાને નાગેન્દ્રગચ્છીય, ચૈિત્યવાસી શ્રી દેવચંદ્રસૂરિએ ઘણો ઉપકાર કરેલું હોવાથી કૃતજ્ઞ એવા તે રાજાની સમક્ષ શ્રીસંઘે એવી વ્યવસ્થા કરી કે– સંપ્રદાયનો ભેદ ન રાખવાથી લઘુતા થવા પામી છે, માટે જે મુનિ ચૈત્યગચ્છવાસી યતિધર્મને સંમત હોય તે જ અહીં રહી શકે, બીજા નહિ” તો
રાજન! તે પ્રાચીન રીવાજ ધ્યાનમાં લઈને તમારે ન્યાય આપવો જોઈએ.” રાજાએ કહ્યું કે- તે પ્રમાણે કબુલ છે. પરંતુ ગુણીજનોને આદર જરૂર દેવો જોઈએ. જે કે રાજ્યની આબાદી તમારી અમીદષ્ટિને આધીન જ છે, છતાં અમારા આગ્રહથી એમને નગરમાં રહેવા દેવાનું કબૂલ રાખો. રાજાના આ વાક્યને તેઓએ માન્ય રાખ્યું. આ મુશ્કેલી દૂર કરવાના ઈરાદાથી કેટલાક સમય વીત્યા બાદ રાજાએ ફરમાવેલા સ્થલે પુરોહિતે ઉપાશ્રય કરાવ્યું. ત્યાં રહેલા બંને સુરિજી મહારાજે ધર્મોપદેશ દઈને ઘણું જીવોને સત્યધર્મના સાધક બનાવ્યા. આ શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ સં. ૧૦૮૦ માં મારવાડમાં જાલેરમાં રહીને આઠ હજાર બ્લેક-પ્રમાણુ “બુદ્ધિસાગર’ નામે નવું વ્યાકરણ બનાવ્યું. અને શ્રી હરિભદ્રસૂરિજીએ બનાવેલ અષ્ટકની ટીકા પણ તેમણે રચી છે.
એક વખત વિહાર કરતાં શ્રી જિનેશ્વરસૂરિજી ધારાનગરીમાં પધાર્યા. મહીધર શેઠ અને ધનદેવી શેઠાણને અભયકુમાર નામનો મહાગુણવંત પુત્ર હતો. પુત્ર સહિત શેઠ ગુરુજીને વંદન કરવા ગયા. ત્યાં સંસારની અસરતાને જણુવનારી દેશના સાંભળી અભયકુમારને હૃદયમાં વૈરાગ્યભાવ પ્રગટ થયેતે સંયમ લેવાને ઉત્સુક થયો. પિતાની અનુમતિ હોવાથી ગુરમહારાજે અભયકુમારને દીક્ષા આપી. સૂત્રાર્થને ભણવારૂપ ગ્રહણશિક્ષા અને પ્રતિલેખનાદિ ક્રિયાને શિખવારૂપ આસેવન શિક્ષાને અભ્યાસ કરી મહાજ્ઞાની અભયમુનિજી ગદ્દવહન કરવા પૂર્વક સો વર્ષની અંદર સ્વપરશાસ્ત્રના પારગામી બની શ્રીસંઘના પરમ ઉદ્ધારક બન્યા. એકદા વ્યાખ્યાનમાં સર્વાનુગમય પંચમાંગ શ્રી ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) સૂત્રમાં કહેલા ચેડારાજા અને કેણિકની વચ્ચે થએલા રથ કંટકાદિ યુદ્ધનું વર્ણન કરતાં શ્રી અભયમુનિએ રૌદ્ર અને વીરરસનું એવું સરસ વર્ણન કર્યું કે તે સાંભળીને ક્ષત્રિયે લડવા તૈયાર થઈ ગયા. તે જોઈને શ્રી જિનેશ્વરસૂરિજીએ તરત જ મહા
For Private And Personal Use Only