________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ શાસનપ્રભાવક
શ્રી અભયદેવસૂરિજી
[ જીવન અને કવનની ફ્ેકી કથા ]: લેખક-પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયપદ્મસૂરિજી, અમદાવાદ
મૂઠ્ઠીપના ભરતક્ષેત્રમાં શ્રી માલવદેશની ધારા નગરીમાં ભોજ રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં લક્ષ્મીપતિ નામે એક મહાધનિક વ્યાપારી હતેા. એક વખત શ્રીધર અને શ્રીપતિ નામના બે બ્રાહ્મણે! આ ધારાનગરીમાં આવ્યા. તે મધ્યદેશમાં રહેનારા હતા તે વેદ વિદ્યાના વિશારદોને પણ પોતાના બુદ્ધિબળથી હરાવી દે તેવા અને ચૌદ વિદ્યા, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણામાં ઢાંશિયાર હતા. તે જુદા જુદા દેશને જોવાની ઈચ્છાથી અહીં આવ્યા હતા.
અંતે ફરતા ફરતા લક્ષ્મીપતિ શેઠની હવેલીમાં આવ્યા. શેઠે તેમની આકૃતિથી આકર્ષાઈ, તેમને આદરસત્કાર કરી તેમને ભિક્ષા આપી. તે શેઠની હવેલી સામે ભીંત પર વીસ લાખ ટકાનેા લેખ લખેલે હતા, તે હંમેશાં જોવાથી પેલા બ્રાહ્મણેાને યાદ રહી ગયેા. કેટલેાક સમય વીત્યા બાદ નગરીમાં અગ્નિને ઉપદ્રવ થવાથી રોડની હવેલી બળી ગઈ, તેમાં પેલા લેખને પણ નાશ થયા. આ કારણથી શેડ ઘણી જ ચિંતામાં પડી ગયા. કેટલાક સમય વીત્યા બાદ ભિક્ષા લેવા માટે તે બ્રાહ્મણા આવ્યા. તેમણે શેઠને ચિંતાતુર જોઈ ને આશ્વાસન આપ્યું કે-હે શેઠ! તમારા જેવા ધીર પુરુષાએ આપત્તિના સમયમાં હીમત રાખવી જોઇએ. આ સાંભળી શેઠે કહ્યું કે ‘ મને (લેણાંદેણાંની ીનાવાળા) લેખ બળી ગયે। તેની જ વધારે ચિંતા થાય છે, બીજાની નથી થતી.' ત્યારે તે બ્રાહ્મણાને તે લેખ યાદ હોવાથી તેમણે શરૂઆતથી માંડીને તિથિ, વાર, નક્ષત્ર, વરસ, રકમ સહિત વર્ણ, જાતિના નામ અને વ્યાજ સાથે મૂલ્યદ્રવ્યની સંખ્યા સાથે ખડીથી તે લેખ લખી બતાવ્યા. તેના આધારે શેઠે ચેપડામાં ઉતારા કરી લીધા અને બ્રાહ્મણેાતા ઉપકાર માની ધણે। જ આદર સત્કાર કરવા પૂર્વક તે ખતે બ્રાહ્મણાને પેાતાને ત્યાં રાખી ઘણા સુખી બનાવ્યા. એક વખત શેડ વિચાર કરવા લાગ્યા કે–આ બંને બ્રાહ્મણો મારા ગુરુ શ્રી વર્ધમાનસૂરિજી મહારાજના શિષ્યા થાય તેા શ્રી જૈનશાસનને ઘણું જ દીપાવે.
સપાદલક્ષ દેશમાં આવેલા કુપુર નામના નગરમાં અલ્લરાજાને પુત્ર ભુવનપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં શ્રી વર્ધમાનસૂરિ નામના આચાર્ય મહારાજા હતા, કે જેમણે શ્રી જૈન સિદ્ધાંતના અભ્યાસથી સંસારનું સાચુ સ્વરૂપ સમજીને ચારાથી ચૈત્યાને ત્યાગ કર્યા હતા. એક વખત તે સૂરિજી ધારાનગરીમાં પધાર્યાં. આ બીના સાંભળી ઘણા જ ખુશી થઇને, પૂર્વે જણાવેલ બંને બ્રાહ્મણાને સાથે લઇને, શેડ લક્ષ્મીપતિ ગુરુમહારાજને
८
For Private And Personal Use Only