________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૧૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે સાતમું
આટલાં વર્ષોં બાદ વિક્રમને કાલ ગણાય છે. આથી પ્રસ્તુત કથાકારને સત્તાકાલ વિક્રમના નવમા શતકની શરૂઆત લગભગને કહી શકાય. આ ગણનાથી કથાકાર પૂ. શ્રી ઉદ્યોતનસૂરિજીના વિદ્યાગુરુ પૂ. શ્રી હરિભદ્રસૂરિદેવને સત્તાસમય, વિક્રમની આડમી શતાબ્દિની છેવટને લગભગ ગણી શકાય.
વર્તમાનકાલીન ઐતિવિદ્યામાં મતભેદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૌદસા મૌલિક ગ્રન્થકૃતિનું સફળ રીતે સર્જન કરનાર તેમજ જૈનશાસનના અદ્રિતીય પ્રભાવક પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના સત્તાકાલને અંગે, સ્વતંત્ર અને નિષ્પક્ષ નિણૅયપર આવવાનું કાર્યાં એટલા જ સારુ જવાબદારી ભરેલું તેમજ અધરું છે, કે: તેઓશ્રીની કાઈ પણ કૃતિઓમાં પેાતાના સત્તાકાલને અંગે સ્હેજ પણ નિર્દેશ મળી શકતા નથી. એટલે જ તેઓશ્રીના સત્તાકાલને અંગે ભૂતકાલીન પ્રબન્ધ, કથા વગેરે ગ્રન્થામાંથી પણ પરસ્પર એક બીજાથી તદ્દન ભિન્ન ભિન્ન જણાતાં વિધાને આજે આપણને મળે છે.
જ
અગાઉ જણાવ્યા મુજબ ઐતિહ્ય વિષયામાં રસ લેનારાએ પણ વમાનમાં પૂજનીય સૂરીશ્વરજીના સત્તાકાલને નિર્ણીત કરવાને સારુ અનેક પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે. શેાધખાળ અને સશોધનના પરિણામે તેઓ તરફથી તેને અંગે આજે આપણી સમક્ષ આ વિગતા રજી થઈ છે,
આપણે સમજીએ છીએ કેઃ ઇતિહાસની પ્રકૃતિ——તિહાસમાં રસ લેનારાઓની પ્રકૃતિ હંમેશા ખાંખાખોળ કરવાની હોય છે. કાંઈને કાંઈ શોધખેાળ કરવાને સારુ ઐતિદ્ધિવદા અતિશય ઉત્સુક હોય છે. પ્રસ્તુત પૂ. સૂરીશ્વરજીના સત્તાકાલને અંગે પણ આમ જ બનવા પામ્યું છે. મારી સમજણ મુજબ સર્વ પ્રથમ આજથી લગભગ ૨૪ વર્ષે અગાઉ, ‘શ્રી હરિભદ્રસૂરિચરિત્ર' નામના સંસ્કૃત નિબંધમાં ૫. હરગાવિંદદાસે પૂ. સૂરીશ્વરજીના સત્તાકાલને અંગે કેટલીક વિચારણા [ કે જેને આપણે ઐતિહ્ય વિષયામાં કાંઈક અન્વેષણ કરવાની વભાવ સહજ પ્રકૃતિ કહીએ છીએ ] કરવા પૂર્વક એ મુજબ વિધાન કર્યું છે, જેને સાર આ છે.૪ ‘ સામાન્ય રીતે પૂ. શ્રી હરિભદ્રસૂરિવરને સત્તાકાલ, ઉપમિતિકથાકાર પૂ. શ્રી સિંહર્ષિંગણની પૂર્વના સ્પષ્ટ છે, જ્યારે ચોક્કસ સમય જાણવાને સારુ પૂ. પ્રદ્યુમ્નસૂરિ વગેરે ગ્રન્થકારાના સૂચન મુજબ ભ॰ શ્રીવીરના નિર્વાણુથી લગભગ ૧૧ મા શતકમાં એટલે વિક્રમને છઠ્ઠો શતક આશરે કહી શકાય.
'
C
વળી આ॰ શ્રી સાગરાનન્દસૂરિજીએ શ્રી ઉપમિતિભવપ્રપ’ચાકથા 'ની પ્રસ્તાવનામાં પ્રસંગને પામીને પૂ. શ્રી હરિભદ્રસૂરિજીના સત્તાકાલને અંગે કેટલીક વિગતા જણાવીને આ મતલબનું સૂચવ્યું છે કે ‘ પૂ. યાકિનીધર્મસૂનુ આચાર્યં ભગવાન શ્રી હરિભદ્રસૂરિવરની વિદ્યમાનતા ભ॰ શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણુથી ૧૦૫૦ મા વર્ષો [ એટલે વિક્રમના ૫૮૦
४ ‘एवं च सामान्यतः सिद्धर्षिसूरिप्राच्यत्त्वे हरिभद्रसूरेर्विदितेऽपि विशेषतः समयजिज्ञासापरिपू वक्ष्यमाणानि प्राचामेत्र वचनानि पर्याप्तानि येषु जन्मादिसमयेऽनिदर्शितेऽपि दर्शितेन वीरादेकादशशताब्दिरूपेण विक्रमाद् वा षष्टशताब्यात्मकेन तन्निर्वाणसमयेन + + +' श्री हरिभद्रसूरिचरित्रम्, છુ. ૨૬ [૧૧૭૨].
For Private And Personal Use Only