________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું આ સંબન્ધમાં “કથાવલી' ગ્રન્થમાં કંઈક હકીકતભિન્નતા આવે છે, જેને સાર આ મુજબ છેઃ “પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ શ્રી દશવૈકાલિક, શ્રી ન્યાયપ્રવેશક આદિ ગ્રન્થની વૃત્તિઓ” “વાવનપુત્ર”ના નામથી અંકિત બનાવી હતી. અને અનેકાન્તજ્યપતાકા, રામના સમરાદિત્યકથા] વગેરે ગ્રન્થ “મવર' એ શબ્દથી અંકિત કરીને રહ્યા. આ વિશાલ ગ્રન્થનિર્માણ અને લેખનકાર્યમાં પૂ. સુરિજીને લલિગનામના ગૃહસ્થ સેવાભાવથી ઘણી જ સુન્દર સહાય કરી હતી. લલિગ એઓશ્રીના શિષ્ય શ્રી જિનભદ્ર અને શ્રી વીરભદ્રના કાકા હતા. પૂ. આચાર્ય મહારાજશ્રીના સદુપદેશથી તેને ધર્મની પ્રાપ્તિ થઈ હતી. ધર્મની પ્રાપ્તિ બાદ લલિગ શ્રાવકને પુણ્યના યોગે વ્યાપારમાં ઠીક પ્રમાણમાં ધનની કમાણ થઈ હતી. પૂર્વકાલીન પુણ્યના ભેગે મળેલી લક્ષ્મીને એણે આથી સારે ઉપયોગ કર્યો હતો. પૂ. સૂરિજીના કાર્યમાં તેણે દરેક રીતે ભાવપૂર્વક સહાય કરી હતી. વળી પૂ. સૂરિજીને ધર્મસ્થાનમાં તેણે એક એવું રત્ન મૂકી દીધું હતું કે તે રત્નના પ્રકાશથી તેઓ રાત્રે પણ ગ્રન્થરચનાનું કાર્ય કરતા અને ભીંત પાટી આદિ ઉપર લખી નાખતા જે દિવસમાં લહિયાઓ પાસે પુસ્તકરૂપે લખાવી લેવાતું.
આ ઉપરાંત પૂ. સૂરિજીના જીવનને સ્પર્શતી બીજી પણ કેટલીક હકીકતો “પ્રભાવક ચરિત' કરતા કાંઈક વિશેષ મળી રહે છે, તે આ મુજબ છે: “પૂ. શ્રી હરિભદ્રસૂરિજી જ્યારે આહાર કરવાને બેસતા ત્યારે લલ્લિગ શ્રાવક દીનજનોને અનુકંપા બુદ્ધિથી ભેજન આપવાને સારુ શંખ વજડાવતો, જે સાંભળીને યાચકે ત્યાં ભોજન લેવાને આવતા. લલિગ તેઓને ઇચ્છિત ભોજન દરરોજ આપતો હતો. ભોજનને મેળવીને યાચકે લલિગ શ્રાવકના ગુર તરીકે શ્રી હરિભદ્રસુરિને નમસ્કાર કરતા અને સુરિજી તેઓને “ભવવિરહ કરવામાં ઉદ્યમવાળા બને” આ આશિર્વાદ આપતા. તે સાંભળીને તે યાચક “ઘણું જીવો ભવવિરહસૂરિ આમ બોલતા અને પિતાના સ્થાનકે જતા. ક્રમે કરી શ્રી હરિભદ્રસૂરિજીની બીજી ઓળખ ભવવિરહસૂરિ'ના નામથી થવા લાગી.
એક વેળાયે બનારસથી વ્યાપારાર્થે આવેલા વાસુકી શ્રાવક પાસેથી પૂ. શ્રી હરિભદ્રસૂરિજીને “વર્ગ કેવલી”નું મૂળ પુસ્તક મલ્યું અને સંઘના અગ્રેસરની વિનતિથી તે મૂળપર તેઓશ્રીએ વિવરણ લખ્યું, પણ પાછળથી તે સંઘના અગ્રેસર શ્રાવકોની [ અમુક પ્રસંગને પામીને] વિનતિ થવાથી તે વિવરણ તેઓશ્રીએ રદ કરી નાખ્યું હતું. શ્રી ભવવિરહસૂરિએ જે વિશાલ પ્રમાણમાં શાસ્ત્ર રચ્યાં છે, તે શાસ્ત્રોમાંના રહસ્યને પામી શકવાની કે તે શાને વાંચી શકવાની શક્તિ વર્તમાલીન વિદ્વાનોમાં પણ નથી રહી. આ રીતે ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં પૂજનીય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ જેટલા મુતધર થયા.૧૮
પં. શ્રી કલ્યાણવિજ્યજી ગણિ, “પ્રબન્ધર્યાલચનમાં પૂ. શ્રી હરિભદ્રસૂરિજીના જીવનની ટૂંક આલેચન કરતાં તેઓશ્રીના માટે પ્રચલિત એક કિવદન્તીને રહસ્યસ્ફોટ આ મુજબ કરે છે, જે તેઓના શબ્દોમાં હું અહીં મૂકું છું—“[ પૂ. શ્રી ] હરિભદ્ર [ સૂરિજી ] સંબધમાં અષ્ટકટીકામાં જણાવ્યા પ્રમાણે એક એવી કિંવદન્તી છે કે તેઓ ભોજન કરતી વેળા શંખવાદન પૂર્વક યાચકોને એકત્ર કરી ભોજન અપાવતા અને પછી પિતે ભેજન
૧૮ “કથાવલી ના આધારે “પ્રબન્ધ પર્યાલોચન” પરથી સૂચિત.
For Private And Personal Use Only