________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વ સાતમુ બંધારણમાં મહત્ત્વને ભાગ ભજવનારા પદાથૅ જવાથી અને નીરસ આહારના સેવનથી મુનિશ્રી અભય શુષ્ક બનવા લાગ્યા. પણ ક્ષત્રિય .અચ્ચે એમ ગભરાય નહિ. નિયમપાલનમાં અડગ રહી એમણે તે જ્ઞાનાર્જન ચાલુ જ રાખ્યું. વિલાસમાં ટેવાએલા પેાતાના મનને કાબૂમાં આણી અભ્યાસમાં તલ્લાલીન કર્યું. એના પરિણામરૂપે સૂરિપદની પ્રાપ્તિ થઈ. સ્વબળથી આગળ વધેલા આ સૂરિ જ્ઞાનમાં અગ્રપદ ધરતા હતા, છતાં શરીરશક્તિમાં ક્ષીણ થતા હતા. જોતજોતામાં એમના શરીરે કાઢ રાગ વ્યાપી ગયે. પીડાને અતિરેક એટલેા થયા કે તે ભાણપુર ગામમાં શય્યાવશ બની ગયા. ગામની સૂકી હવા કે ચાંદનીની મધુરી ઠંડક એમના રાગપીડિત દેહને શાંત્વન પમાડી શકી નહીં.
શાસનદેવી સાથેના વાર્તાલાપ પછી અભયદેવસૂરિમાં કાઈ અનેરુ ચૈતન્ય પ્રગટયું. નિરાશા અદૃશ્ય થઈ ગઈ. શેઢી સરિતાના તટ પ્રતિ પગલા માંડયા. જેમ જેમ ઉપરાંત પ્રસગની જનતામાં પ્રસિદ્ધિ થતી ગઈ તેમ તેમ પ્રત્યેક સ્થળના જૈનસધામાં આશ્રય વધતું ગયું. વિહારમાં ઉપાસક વર્ગોના શ્રદ્ધાસ’પન્ન ગૃહસ્થાના સાથ વધતા ગયે. પલાસ વૃક્ષ દેવીના કહ્યા પ્રમાણે જડી આવ્યું ત્યારે સૂરિ મહારાજના સાથમાં શિષ્યા ઉપરાંત સારી સંખ્યામાં શ્રાદ્ધગણુ હાજર હતા. આચાર્યશ્રીએ ‘તિહુઅણુ’ સ્તંત્રની રચના આરંભી. ‘કૃષ્ણિકારકુર’ત રયણુકર' પદના ઉચ્ચાર સાથે વૃક્ષ નીચેની જમીનમાં ફાટ પડી અને શ્રીસ્થ ભણુપાર્શ્વનાથ પ્રભુનું શ્યામવર્ણી નિલમમય બિબ પ્રગટ થયું. સંધ સહિત સૂરિ મહારાજે વંદન કર્યું. સ્તુતિ પૂર્ણ થયા બાદ પ્રભુજીનું સ્નાત્ર ભણાવવામાં આવ્યું અને સ્નાત્રજળરોગપ્રસિત વધુ પર છાંટતાં જ કાઢ રાગ નષ્ટ થયે, દેહલતા સુવર્ણવણી બની ગઈ. ત્યાં સ્થભણુપુર નામે નગર વસ્યું અને નવીન પ્રાસાદ તૈયાર કરાવી એમાં ચમત્કારી એવા તે શ્યામલ બિંબની સ્થાપના સૂરિજીના વરદ હસ્તે કરાવવામાં આવી. એ મૂર્તિ હાલ ખંભાતમાં બિરાજમાન છે. એ કેવી રીતે બન્યું તે જાણવાના જિજ્ઞાસુએ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ વાંચવેા.
સૂરિજી તે જાણે નવા જ અવતાર થયેા ન હોય એમ પૂર્ણ ઉલ્લાસ અને અનુપમ ચૈતન્યથી ભરપૂર ખતી ગ્રામાનુગ્રામ વિચરતાં ગૂજરાતના નાકસમા શ્રી અણહિલપુર પાટણુમાં આવી પહોંચ્યા. શ્રી પંચાસરા પાર્શ્વનાથના દેવાલયે દર્શીન કરતાં અને આ પ્રાચીનપુરીના જ્ઞાનભંડાર વિલાકતાં જ સૂરિજીને શાસનદેવીના ‘નવ કાકડાના ઉકલ’ની વાત યાદ આવી. ખાર અંગમાં છેલ્લું દૃષ્ટિવાદ અંગ તા વિચ્છેદ પામ્યું, પણ બાકીના અગિયાર અંગ મૂળ રૂપે જોવા મળ્યાં, પણ જ્યારે એ પર દેશકાળને અનુરૂપ ટીકા તરફ નજર ગઈ ત્યારે માત્ર પહેલા અને ખીન્ન અંગ પર જ તે થયેલી માલમ પડી. બાકીનાં નવે અંગે ટીકાવિહુાં જણાયાં. એ પર વિસ્તૃત ટીકાના અભાવે એ અણુમૂલું જ્ઞાન અણુવપરાયેલ અને અણખેડાયેલ જણાયું ! તરત જ વિચાર આવ્યા કે નવ કાકડાને ઉકેલ એટલે એ નવ અંગેા પર ટીકાની રચના કરવી તે. દેવીના કથનમાં એમ સિવાય અન્ય કાઈ હેતુ જડતા નથી. ગણધર મહારાજરચિત સૂત્રેા પર ટીકા રચવી એ કામ કંઇ જેવું તેવું ન લેખાય; સૂત્રના કાકડા ઉકેલવા કરતાં પણ વધુ કપરું! છતાં જ્યારે શાસનદેવીએ એ માટે મારા પ્રતિ મીંટ માંડી તેા હવે મારે એને ઉકેલ આણુવા જ રહ્યો. શ્રી સ્થંભણુપાર્શ્વનાથના
For Private And Personal Use Only