________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી અંક | શ્રીમદ હરિભદ્રસૂરીશ્વરજી
[૩૫] અડગ અને ધીર બનીને તે બંને જણ બૌદ્ધ વિદ્યાપીઠને છોડીને છેવટે હિમ્મતપૂર્વક ગુરુમહારાજની પાસે જવાને ત્યાંથી ચાલી નીકળ્યા. આ સમાચાર તરત જ ત્યાંના કુલપતિ બૌદ્ધાચાર્યને મલ્યા. તેણે ત્યાંના બૌદ્ધરાજાની મદદથી તે બન્ને જણાને પકડવાને તેઓની પૂઠે શસ્ત્રસજ લશ્કર રવાના કર્યું. શ્રીહંસ અને શ્રી પરમહંસ જે કે સોધી હતા, એકલે હાથે એક વેળાયે એક હજાર સૈનિકોને પહોંચી વળવાની એ બન્નેમાં શક્તિ હતી. તેઓએ ગ્રહસ્થપણુમાં એની તાલીમ મેળવેલી હતી. એ પૂઠે પૂરપાટ ધસી આવતા રાજલશ્કરનો તેઓએ શક્તિ મુજબ મર્યાદામાં રહી યોગ્ય પ્રતીકાર કરવો ચાલુ રાખ્યો. લશ્કરની સાથે એ બન્ને જણાને લાંબા સમય સુધી ઝપાઝપી ચાલી હતી. શ્રીલંસ એ ઝપાઝપીમાં અનેક ઘાતકી જખમોથી જખમી બની ચાળણી જેવા થઈ છેવટે ધરણું પર ઢળી પડવા અને ત્યાં જ મૃત્યુ પામ્યા.
શ્રીપરમહંસે ત્યાંથી નાસીને નજીકના નગરમાં જઈ ત્યાંના રાજા સૂરપાલને આ હકીક્ત જણાવી, આથી શરણાગતવત્સલ તે રાજએ બૌદ્ધરાજાના સૈન્યનો મજબુત સામનો કરી શ્રી પરમહંસનું રક્ષણ કર્યું. આ અને આના જેવી ઘણી આકરી કઠિનાઈઓથી કઈ રીતે પિતાની જાતને ઉગારી શ્રી પરમહંસ છેવટે ગુરમહારાજ શ્રી હરિભદ્રસૂરિજીની સેવામાં આવી પહોંચ્યા. પૂજ્ય ગુરુમહારાજની સેવામાં તેમણે પિતાથી ઈરાદાપૂર્વક આચરાઈ ગયેલ અવિનયને પાપની પૂર્ણ પશ્ચાત્તાપ પૂર્વક ક્ષમા માંગી. તેમજ અત્યાર સુધીની સઘળી હકીકત તેમણે સૂરિજીને કહી સંભળાવી. મહામુશ્કેલી છૂટી નીકળેલા શ્રી પરમહંસનું શરીર અત્યાર અગાઉ ઘણું જ લથડી ગયું હતું. કેવળ સૂરિજીના દર્શનની અને પિતાના તેમજ પોતાના ભાઈ હંસના અવિનયની ક્ષમા મેળવવાની એક છેલ્લી ઉત્કંઠા હતી. આ રીતે તે પૂર્ણ થતાં પરમહંસે પણ, સૂરિજીને મલ્યા પછી થોડા જ સમયમાં, સમાધિપૂર્વક પોતાના ભાઈ હંસની પાછલ પરલોકગમન કર્યું. સૂરિવને કેપ? બૌદ્ધો સાથે વાદવિવાદ
આમ બે શક્તિશાળી શિષ્યના જવાથી શ્રી હરિભદ્રસૂરિજીને ખૂબ લાગી આવ્યું. મેહનું સામર્થ્ય સાચે પ્રબલ છે! સમર્થ મૃતધર મહાત્મા પુરુષો પણ અવસરે મેહવશ બની આત્મજાગૃતિ ગુમાવી દે છે, અકૃત્યને પણ કદાચ આચરી નાંખે છે. શિષ્યોના આ સંહારપ્રસંગથી સૂરિજીને શાક્તરસઝરતા નિર્મળ આત્મામાં કલુષિત વાતાવરણ જગ્યું હતું. બૌદ્ધો તરફના આવા ઘાતકી કૃત્યને કોઈ પણ રીતે બદલો લેવાની તીવ્ર ઈચ્છા સૂરિજીને આથી થઈ આવી. સૂરિજી ત્યાંથી વિહાર કરી સૂરપાલ રાજાના નગરમાં પધાર્યા. રાજા સૂરપાલને આ સઘળી હકીક્ત તેઓએ કહી સંભળાવી. સુરપાલ રાજાએ સૂરિજીની ઈચ્છાને જાણીને બૌદ્ધભિક્ષુઓને વાદ કરવાને માટે પિતાના દૂ દ્વારા કહેણ મોકલ્યું. દૂતનાં વચનોથી ઉશ્કેરાટને પામેલા બૌદ્ધસાધુઓ ત્યાંથી વિહાર કરી સુરપાલની રાજસભામાં વાદ કરવાને આવ્યા. સૂરિજી અને બૌદ્ધ ભિક્ષુઓ વચ્ચેના આ વાદની શરત, કે જે સૂરપાલ રાજાએ સુરિજીની સમ્મતિપૂર્વક નિશ્ચિત કરી હતી તે શરત, ખૂબ જ કડક હતી. કેવળ શિષ્યના દુઃખદ અવસાનથી અને બૌદ્ધો પરના પ્રબલ રેષથી કપાયને આધીન બનીને સૂરિજીએ આ શરતને કબૂલી હતી. તે શરત એ હતી કે: “આ વાદમાં જે પક્ષ, પરાભવને પામે તે
For Private And Personal Use Only