________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું હાસ્ય કે કુતૂહલ તરી આવતું હતું. ત્યારબાદ તોફાનનું વાતાવરણ શમી જતાં શ્રી હરિભદ્ર પુરોહિત પિતાના આવાસસ્થાને ગયા.
એક દિવસ હરિભદ્ર પંડિત, રાજ્યમહેલમાંથી નીકળીને રાજરસ્તા પર થઈ પોતાના ઘર ભણી ચાલ્યા જતા હતા. રસ્તામાં અચાનક કઈક ૧૩ઘરડી સ્ત્રીને મધુર સ્વર પુહિતના કાનપર અથડાયો. તદ્દન અપરિચિત અને ગૂઢાર્થમય શબ્દોથી ઘુંટાઈને કર્ણપટ પર ઝીલાતા એ સ્વરમાં પંડિત શ્રી હરિભદ્રને સાચે જ કાંઈક નૂતનતા લાગી. પંડિતજી આશ્ચર્ય પૂર્ણ વદને ત્યાં થંભ્યા. તેમણે સ્વરમાં ઘુંટાતા તે શબ્દોને ઉકેલવા ફરીવાર પયત્ન કર્યો, તે શબ્દો આ મુજબ ગાથાબદ્ધ હતા—
'चक्कीदुगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की ।
केसव चक्की केसब दुचक्को केसव चक्की य ।।१४ હરિભદ્ર પંડિતને ચાક ચિક સિવાય આ ગાળામાં બીજું કાંઈ ન જણાયું. સ્થવિર સ્ત્રીની પાસે જઈ, જિજ્ઞાસુભાવે પંડિતે પ્રશ્ન કર્યો. “ભગવતી ! તમારા આ શબ્દોને વિચારવા છતાંયે એના ગૂઢ રહસ્યને – અર્થને હું ન પામી શક્યો. માતાજી! આનું રહસ્ય કૃપયા મને રહમજાવશે. આ શબ્દોમાં આ બધું ચાકચિક્ય શું?” હરિભદ્ર પંડિતના આ પ્રશ્નમાં જિજ્ઞાસુ જેટલી સરળતા હતી, વાણી નમ્ર અને વિનયી હતી, સ્વભાવગત અક્કડતા રહેવા પામી ન હતી.
શ્રી જિનભસૂરિના આશાવર્તી સાધ્વીસમુદાયના ધમપ્રવર્તિની શ્રી યાકિની મહત્તરાએ શ્રી હરિભદ્ર પંડિતને મૃદુ સ્વરે કહ્યું: “દેવાનુપ્રિય ! અપરિચિત આત્માઓને હંમેશા નવી વસ્તુ ગૂઢ જ રહે છે, આથી ચાકચિક્ય લાગે એ સંભાવ્ય છે ' ધીરતા પૂર્વક મહત્તરા સાધ્વીજી, આટલું બોલી કરુણું ઝરતી દૃષ્ટિએ પંડિત હરિભદ્રને જોઈ રહ્યાં. તેઓએ ફરીથી જણાવ્યું
અમારા ગુરુમહારાજ આચાર્યશ્રી આ નગરમાં બિરાજમાન છે. તેઓની સેવામાં જઈ, આ ગાથાને અર્થ પૂછે યોગ્ય છે, અમે તેઓની આજ્ઞાને અનુસરનારાં છીએ.” યાકિની મહત્તરાની પ્રશાન્ત, ભવ્ય મુખમુદ્રાના આકર્ષણથી પુરહિત હરિભદ્રના અન્તરના ઊંડાણમાં અપૂર્વ જ્ઞાનરેશની પ્રગટવા લાગી. મિથ્યાત્વ, મેહ, માન વગેરે પાપવૃત્તિઓના ગાઢ તિમિરપટળે ધીરે ધીરે ભેદાવા લાગ્યા. - બીજે દિવસે પુરહિત હરિભક, પૂ. આચાર્ય મહારાજ શ્રી જિનભસૂરિજીની પાસે જઈને ગાથાને અર્થ પૂછો. પૂ. સૂરિમહારાજે પુરોહિતને કહ્યું: ‘મહાનુભાવ! શ્રી જૈન શાસનનું – જેનદર્શનનું આવા પ્રકારનું આગમ સાહિત્ય, તત્વજ્ઞાનને મહામૂલે રત્નભંડાર છે. આવા ગૂઢ સાહિત્યના રહસ્યને પામવા માટે અને અર્થ પૂર્વક જેન શાનું જ્ઞાન ગ્રહણ કરવાને સારુ વિધિપૂર્વક જેન દીક્ષાને ધારણ કરવી જોઈએ.” પૂ. આચાર્ય મહારાજના આ કથનને
૧૩ વમળોન્મધુર સ્ત્રિયો નરલ્યાઃ”—શ્રી પ્રભાવક ચરિતકાર : १४ चक्रिद्विकं हरिपञ्चकं पञ्चकं चक्रिगां केशवश्चक्री । __केशवश्चक्री केशवो द्वौ चक्रिणौ केशवश्च चक्री' ॥
જૈનશાસનની માન્યતા મુજબ વર્તમાન અવસર્પિણી કાલના ચક્રવતી અને વાસુદેવના ઉપનિકમનું આ ગાથામાં સૂચન કરવામાં આવ્યું છે. આવશ્યકનિયં ક્તિની આ ગાથા છે.
For Private And Personal Use Only