________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપાસવી અંક] શ્રીમદ્ હરિભસૂરીશ્વરજી
[૨૫] પુણ્યશ્લોક સરિદેવ, પિતાના જ્ઞાન સામર્થ્યથી અનેક પ્રકારના ઉપકારક સાહિત્યસર્જનદ્વારા સાહિત્યજીવી જૈન જૈનેતર આલમ પર અગણ્ય ઉપકાર કરી શક્યા હતા. તે તે ધર્મદર્શનના સિદ્ધાન્તનું તલસ્પર્શી જ્ઞાન, પરિમીત શબ્દદ્વારા સુયોગ્ય ગ્રથનશૈલી અને અર્થની ગંભીરતા; સાહિત્યસર્જક તરીકેની પૂજનીય સૂરિદેવની આ પ્રકારની વિશેષતા આજે પણ અનેક સહદય સાહિત્યરસિકાનાં હૈયાને નમાવી મૂકે છે. સમાનનામા શાસનપ્રભાવક સૂરિવર
યાકિનીધર્મનું પૂજ્ય સુરિવરને અંગે કાંઈક લખવા પહેલાં એ જણાવી દઉં કે - જૈનશાસનના વિશાલ પ્રદેશ પર પિતાની અનુપમ યશ સૌરભને ફેલાવીને અમર થનારા
અનેક સમાનનામા સૂરિદેવ જૈન ઇતિહાસનાં સુવર્ણપૃષ્ઠો પર નોંધાયા છે. એટલે યાકિનીધર્મસૂનુ પૂ. આચાર્યદેવ શ્રીમદ્દ હરિભદ્રસુરિવરના સમાનનામા અનેક સુદિ, ભૂતકાલીન જેને ઈતિહાસમાંથી આપણને ઉપલબ્ધ થાય છે. એ સુરિદેવોનો પરિચય પ્રાસંગિક હોવાને કારણે અત્ર હું ટુંકમાં આપી દઉં.૧
[૧] ખરતરગચ્છીય શ્રી જિનારંગપટ્ટાવલી વગેરેમાં પૂ. શ્રી જિનભાદ્રસૂરીશ્વરજીના શિષ્ય તરીકે પ્રસિદ્ધ અને પૂ. શ્રી જિનેશ્વરસૂરિના છઠ્ઠા પગુરુ પૂ. શ્રી હરિભદ્રસૂરિ, કે જેઓને સત્તાકાલ ઉપમિતિકથાકાર પૂ. શ્રી સિદ્ધષિગણિી કાંઈક પૂર્વને કહી શકાય. [૨] બ્રહદ્દગચ્છીય શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય અને નવાંગીટીકાકાર પૂ. શ્રી અભયદેવસૂરિના ગુરુભાઈ પૂ. શ્રી હરિભદ્રસૂરિ, “શ્રીગણધર સાર્ધશતક વૃત્તિમાં આ સૂરિદેવને અંગે ઉલ્લેખ મળી આવે છે. [૩] બ્રહદ્દગચ્છીય શ્રી માનદેવસૂરિને સન્તાનીય અને શ્રી જિનદેવ ઉપાધ્યાયના શિષ્ય શ્રી હરિભદ્રસૂરિ; એઓએ વાચકવર શ્રી ઉમારવાતિ મહારાજકૃત “પ્રશમરતિપ્રકરણ” પર વૃત્તિ રચી છે. જેમને સત્તાકાલ વિક્રમના બારમા શતકને લગભગ ગણી શકાય. [૪] નાગેન્દ્રગચ્છીય “કલિકાલગૌતમ બિરદધર પૂજનીય શ્રીમદ્દ હરિભદ્રસૂરિ, જેઓ પૂ. આનન્દસૂરિ અને પૂ. અમરચન્દ્રસૂરિના પટ્ટધર તરીકે પ્રસિદ્ધ છે, તથા મહાગુજરાતના મંત્રી શ્રી વસ્તુપાલ અને તેજપાલના ધર્મગુરુ શ્રી વિજયસેનસૂરિના ગુરુ ગણાય છે. એનો સત્તાસમય સિદ્ધરાજના કાલથી કાંઈક નજીકનો ગણી શકાય. [૫] ચન્દ્રગથ્વીય શ્રી ભદ્રેશ્વરસૂરિવરના શિષ્ય પૂ. શ્રી હરિભદ્રસૂરિવર, ઉપમિતિભવપ્રપંચાસારોદ્ધાર ” ગ્રન્થના કર્તા શ્રી દેવેન્દ્રસૂરિએ પોતાના ગ્રન્થની પ્રશસ્તિમાં પ્રસ્તુત સૂરિવરને પિતાના પૂર્વગુરુ તરીકે ઓળખાવ્યા છે. આ સૂરિદેવને સત્તાસમય વિક્રમની ૧૩ મી શતાબ્દિની લગભગને કહી શકાય. [૬] ચન્દ્રગચ્છીય શ્રી ભદ્રેશ્વરસૂરિના પટ્ટધર પૂ. શ્રી અભયદેવસૂરિના શિષ્ય પૂ. શ્રી હરિભદ્રસુરિજી, કે જેઓ મહાકવિ શ્રી બાલચન્દ્રસૂરિના ગુરુ તરીકે ગણાય છે. [૭] પૂ. શ્રી જિનચન્દ્રસૂરિના પ્રશિષ્ય શ્રી હરિભદ્રસૂરિજી. અપભ્રંશભાષાના “શ્રી નેમિનાથ ચરિત્ર કથાગ્રન્થની રચના પ્રસ્તુત સુરિદેવે કરી છે. આ સૂરિવરને સત્તાકાલ પરમહંત શ્રી કુમારપાલ મહારાજાની રાજ્યસ્થિતિ દરમ્યાનને ગણી શકાય. એટલે વિક્રમના ૧૨ મા અને ૧૩ મા શતકની મધ્યને કહી શકાય. [૮] બ્રહદ્દગચ્છીય પૂ. શ્રી માનભદ્રસૂરિના શિષ્ય પૂ. શ્રી હરિ• ૧ પૂ. ૫. શ્રી કલ્યાણવિજયજી મ. દ્વારા સૂચિત. [ ધ. ઉ.]
૨ આ ગ્રન્ય હજી સુધી અમુદ્રિત છે. આનું લોકપ્રમાણ ૨૩૦૦ લગભગ છે.
For Private And Personal Use Only