________________
પ્રકરણ-૨
૧૯ વિધિજા શારદા વિનવું, સદ્ગુરૂ કરું પસાય,
પવાડો પન્નગાં શિરે, જદુપતિકીનો જાય.” પવાડાનાં લક્ષણોમાં ચોપાઈ, બંધ, દુહા અન્ય છંદ પ્રયોગ ગેયપદો જેનું વિભાજન ઠવણી, ઢાળ, ભાસ વગેરેમાં હોય છે. અસાઈતનો “હંસાઉલી પ્રબંધ', કવિ ભીમનો “સદયવત્સ વીર પ્રબંધ' શાલિભદ્રસૂરિનું ‘વિરાટ પર્વ કાવ્ય' વગેરે પવાડા સ્વરૂપમાં ગુંથાયેલી રચના છે. ગેયરાસ કાવ્યનો પ્રકાર આગળ જતાં આખ્યાન સ્વરૂપમાં પરિણામ્યો તેવી રીતે પવાડા કાવ્યપ્રકાર પદ્યવાર્તા લોકવાર્તા તરીકે સ્થાન પામ્યો. કવિ અસાઈતની હંસાઉલી પ્રબંધનું અસલ નામ ‘હંસવચ્છ ચરિતપવાડો' એવો ઉલ્લેખ કાવ્યના અંતે થયેલો છે.
સંવત ચલે ચંદ્ર મુનિ શંખ, વચ્છ હંસ વચરિત અસંખ બાવન વીર કથારસલીઉ એહ પવાડ’ અસાઈત કહિઉ’ અસાઈતની ૪૪૦ કડીની આ રચના રસની દૃષ્ટિએ નોંધપાત્ર છે. અદૂભૂત રસકેન્દ્રસ્થાને છે અને કરુણ તથા હાસ્યરસ પણ જોવા મળે છે. હંસ અને વચ્છ એ ધીરોદાત્ત નાયક છે. પવાડો વિશે ઉપલબ્ધ વિગતોને આધારે એવું અનુમાન કરવામાં આવે છે કે તેની કથાવસ્તુ પ્રબંધ પ્રકારની અને સ્વરૂપ–શૈલી રાસ પ્રકારની સાથે સામ્ય ધરાવે છે.
જૈનાચાર્ય હીરાણંદસૂરિએ ઈ. સ. ૧૪૨૯ “વિદ્યાવિલાસ, પવાડો'ની રચના કરી છે. જેમાં વિદ્યા વિલાસ રાજાનું પ્રશસ્તિ યુક્ત ચરિત્ર નિરૂપણ થયેલું છે. પ્રધાનપુત્રને સ્થાને રાજકુંવરીને પરણાવયેલા વિનયચટ્ટની વિદ્યા, પ્રતિષ્ઠા અને રાજકુંવરીના સાચા પ્રેમની સંપત્તિના સૌભાગ્યને વર્ણવ્યો છે. હીરાણંદસૂરિની વાર્તાનું વસ્તુ કૌતુકરાગી છે. તેમાં નાયક કરતાં નાયિકા વધુ તેજસ્વી લાગે છે. તેમાંથી કવિત્વશક્તિનો પરિચય પ્રાપ્ત થાય છે. વિકસિત દેશીબંધ કાવ્યની ગેયતા દર્શાવે છે. વિદ્યા વિલાસની રચના જૈન કવિ વિનયચંદ્રની મલ્લિનાથ કાવ્ય સર્ગ બે શ્લોક ૨૬૨ થી પ૬૪માંથી વસ્તુગ્રહણ કરીને કૃતિ રચવામાં આવી છે. તેના બીજા સર્ગમાં મૂર્ખચત્ત અને વિનયચટ્ટની ઉપકથાનો મૂળ આધાર કેન્દ્રસ્થાને છે. આ રીતે સમગ્ર રચનાનું અવલોકન કરતાં સાંપ્રદાયિક પ્રભાવનું પ્રમાણ અલ્પ છે. માત્ર કથાનો અંત નિર્વેદ ભાવ પ્રગટ કરે છે. રાજા પુત્રને સામ્રાજ્ય સોંપીને દીક્ષા લઈ આત્મા સાધના કરે છે.
| ‘પવાડો' વીરરસનું કાવ્ય છે. એ પ્રાપ્ત રચનાઓ પરથી કહીએ તેમ છતાં ચરિત્ર તરીકે પણ તેનો ઉલ્લેખ આ રચનામાં થયો છે.
વિદ્યા વિલાસ નરિંદ, પવાડલ, હાયડાં હડીયડાં ભિતરિ જાણિ, અંતરાય વિણ પુણ્ય કરેલું, તુણ્યિ ભાવ ધર?' રાજકુંવરીના વિરહનો ઉલ્લેખ કરતી કડી નીચે મુજબ છે :
નિસિભરી સોણ સુંદરી રે જોઈ વાસંતી વાટ,
નીંદ્ર ન આવઈ નયણ લે રે, હિયડઈ ખરઉ ઉચાટ. દેવી મંદિરમાં પ્રધાને રંગમંડપમાં પ્રવેશ કરી ગીતવાદ્ય મૃદંગ) શરૂ કરે છે. અને સૌભાગ્યસુંદરી હર્ષોલ્લાસથી નૃત્ય કરે છે. તેની અભિવ્યક્તિમાં મધુર ધ્વનિ, લય, તાલની અનુભૂતિ થાય છે. બધાં ધાં પાસુ એવો મધુર અવાજે મૃદંગ વાગે છે. ચટપટ ચટપટ એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org