Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩. અંજૂ હત્થિણાઉરના વેપારીની પુત્રી. તે સંસાર છોડી તિત્શયર પાસ(૧)ની શિષ્યા બની. મૃત્યુ પછી તે સક્ક(૩)ની ચોથી પટરાણી તરીકે જન્મી.
૧
ર
૧. શાતા. ૧૫૭.
૨. ભગ. ૪૦૬, સ્થા. ૬૧૨.
૪. અંજૂ વક્રમાણપુરના વેપારી ધણદેવ(૧)ની પુત્રી. તે પોતાના પૂર્વભવમાં ઇંદપુરની વેશ્યા હતી. અંજૂના લગ્ન રાજા વિજય(૨૨) સાથે થયા હતા. વેશ્યા તરીકેના તેના પૂર્વભવનાં પાપોના કારણે તેને યોનિશૂલ રોગ થયો હતો. અનેક જન્મો અને મરણો પછી છેવટે તે સવ્વતોભદ્દ(૬)માં પ્રતિષ્ઠિત કુટુંબમાં જન્મશે, ત્યાં સંસારનો ત્યાગ કરશે અને મોક્ષ પામશે.૧
૧. વિપા. ૩૨, સ્થાઅ. પૃ. ૫૦૮.
અંજૂદેવી (અજૂદેવી) આ અને અંજુ(૪) એક છે.
૧. વિપા. ૩૨.
૧. અંડ (અણ્ડક) ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું ત્રીજું અધ્યયન.
૧. જ્ઞાતા. ૫, શાતાઅ. પૃ. ૧૦, સમ. ૧૯, આવચૂ. ૧. પૃ. ૧૩૨, આવયૂ. ૨. પૃ. ૨૭૯.
૨. અંડ વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધ કમ્મવિવાગદસાનું ત્રીજું અધ્યયન.
૧. સ્થા. ૭૫૫. સ્થાઅ. પૃ. ૫૦૫.
અંડગ (અણ્ડક) આ અને અંડ(૧) એક જ છે.
q
૧. આવચૂ. ૨. પૃ. ૨૭૯, એજન. ૧. પૃ. ૧૩૨.
અંતકડદસા (અન્તકૃદશા) આ અને અંતગડદસા એક જ છે. ૧. નન્દ્રિયૂ. પૃ. ૬૮, મનિ. પૃ. ૬૯.
અંતકિરિયા (અન્તક્રિયા) પણવણાનું વીસમું પદ(પ્રકરણ).૧
૧. પ્રજ્ઞા. ગાથા ૫.
૧૩
અંતરિયા (અન્ત્યાક્ષરિકા) બંભી(૨) લિપિના અઢાર પ્રકારોમાંનો એક પ્રકાર. કદાચ આ અને ઉચ્ચત્તરિયા એક જ છે.૨
૧. પ્રજ્ઞા. ૩૭.
૨. સમ. ૧૮.
આ
અંતગડદસા (અન્તકૃદ્દશા) બાર અંગ(૩) ગ્રન્થમાંનો આઠમો અંગ ગ્રન્થ. નામનો શબ્દશઃ અર્થ છે - જેમણે પોતાના સંસારનો અર્થાત્ ભવચક્રનો (જન્મમરણનો) અન્ત કર્યો છે તેમની દશાનું વર્ણન. પહેલાં તેમાં દસ અધ્યયનો હતાં. પરંતુ વર્તમાનમાં તેમાં આઠ વર્ગો છે જે વર્ગોમાં ક્રમશઃ દસ†,આઠ, તેર, દસ, દસ, સોળ, તેર અને દસ અધ્યયન છે. આઠ દિવસોમાં વાંચવા માટે આઠ વર્ગો પાડ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org