________________
ગુજરાતના રાજકીય, સામાજિક, પંચાયત અને
સહકારી પ્રવૃત્તિના કાર્યકરો
-
૭
શ્રી મોરારજી રણછોડજી દેસાઈ ગુજરાતના સર્વોચ્ચનું બીરૂદ પામેલા શ્રી મોરારજીભાઈને પિતાશ્રી સૌરાષ્ટ્રમાં અંગ્રેજી શાળામાં શિક્ષક હતા. પાંચ વર્ષની વયે કેળવણીની શરૂઆત કરી સૌરાષ્ટ્રના મહુવા અને કુંડલામાં એંગ્લે-વર્નાકયુલર શાળાઓમાં બાળપણમાં અભ્યાસ કર્યો. ત્યાર બાદ વલસાડમાં બાઈ આવાબાઈ હાઈસ્કૂલમાંથી તેમણે ૧૯૦૮ માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી. જી.ટી બોડીંગમાં રહી તેમણે કેલેજનો અભ્યાસ વિલ્સન કોલેજમાં કર્યો. ત્યાંથી ફર્સ્ટ કલાસ બી.એ. થયા, ત્યાર બાદ તેમની પસંદગી વાઈસરોયના કમિશન ઓફિસર તરીકે થઈ. પ્રથમ વિશ્વયુદ્ધ પુરું થતાં એમને પ્રોવિન્શિયલ સિવિલ સર્વિસમાં લેવામાં આવ્યાં. રેવન્યુ ખાતામાં ડેપ્યુટી કલેકટર તરીકે તેમણે ૧૯૧૮ થી ૧૯૩૦ સુધી નોકરી કરી, ૧૯૩૦ની અસહકારતી લડત વખતે પોતાની નોકરીનું રાજીનામું આપ્યું. અને દેશની સેવા માટે પોતાનો સમય આપવા માંડે. સને ૧૯૩૧ થી ૧૯૪૬ તેમણે ગુજરાત પ્રાંતિક સમિતિના મંત્રી તરીકે કામ કર્યું. અને તે જ વર્ષથી આજસુધી તેઓ અ. હિં. કેગ્રેસ મહાસમિતિના સભ્ય છે. સત્યાગ્રહની દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ અને ઘણી વખત જેલમાં ગયાં. • ૯૩૭ ના જુલાઈથી ૧૯૩૯ ના નવેંબર સુધી સુરત જીલ્લામાંથી તેઓશ્રી ચુંટાઇને વિધાનસભાના સભ્ય બન્યા. અને રેવન્યુ એગ્રીકલ્ચર, જંગલ તથા રૂરલ ડેવલપમેન્ટ ખાતાના પ્રધાન થયા. ૧૯૫૨ થી ૧૯૫૬ સુધી મુંબઈ રાજ્યના વડા પ્રધાન થયાં ૯૫૬ થી ભારત સરકારના વેપાર ઉદ્યોગ ખાતાના પ્રધાન થયાં. છેલ્લે કેન્દ્ર સસ્કારના નાયબ વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું.
શ્રી હિતેન્દ્રભાઈ કે. દેસાઈ જજૂની અને નેતાગીરીના પરિપક્વ સંમિશ્રણના પ્રતીકરૂપ બાવન વર્ષની વયના શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ ચેથી સામાન્ય ચૂંટણી બાદ ગુજરાતના નવા મંત્રીમંડળના ફરી એક વખતે વડા બને છે. શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈએ પંદર વર્ષની ઉંમરથી જ તેમના જાહેરજીવનનો પ્રારંભ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા સમર્થ જાહેરજીવનના આગેવાનો પાસેથી જનસેવાના પાઠો શીખવાનું ગૌરવ તેમને પ્રાપ્ત થયું છે. તેમને જન્મ ઓગષ્ટ તા. ૯, ૧૯૧૫ ના રોજ થયો હતો. પ્રારંભિક શિક્ષણ તેમણે સુરતમાં અને ત્યાર પછીનું શિક્ષણ મુંબઈમાં લીધું હતું. ૧૯૩૦ માં ટુંકી મુદત માટે તેમણે કારાવાસ વેઠ હતા. ૧૯૩૭માં મુંબઈ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વિષયમાં સૌથી વધુ ગુણ મેળવીને તેઓ સનાતક થયા હતા. ૧૯૩૯ માં કાયદાના સ્નાતક થયા પછી તેમણે સુરતમાં વકીલાત શરૂ કરી અને સાથોસાથ પહેરજીવનમાં ઝંપવાવ્યું, શહેર સુધરાઈમાં
વર્ષો સુધી સભ્યપદે ચૂંટાઈને ત્યાં કેટલાય હોદ્દાઓ ઉપર રહીને તેમણે સેવાનું કાર્ય કર્યું છે. ૧૯૫૭માં સુરત વિભાગમાંથી તેઓ મુંબઈ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. મુંબઈ રાજ્યના મંત્રીમંડળમાં તેઓ શિક્ષણમંત્રી હતા. શિક્ષણમંત્રી તરીકેની તેમની કામગીરી દરમિયાન તેમણે કેળવણીના ક્ષેત્રમાં કેટલાય સુધારાઓ દાખલ કર્યા હતા. આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ, શિક્ષની પરિસ્થિતિમાં સુધારે, માધ્યમિક શિક્ષણની ઉન્નતિ વગેરે જેવાં પગલાં કેળવણીના ક્ષેત્રમાં શ્રી દેસાઈએ દાખલ કરેલા સુધારાએમાં ગણી શકાય.
શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ મહેસુલ મંત્રી હતા ત્યારે લેકે ના વહીવટી પ્ર”નેને સ્થળ પર જઈને નિકાલ કરવાની તેમની યોજના નૂતન હતી, પ્રશંસા પામી હતી. લલિતકળા અને રમતગામના વિકાસ માટે તેમજ પ્રણાલિકાગત સંસ્કારવારસાને પુનત્થાન માટે શ્રી દેસાઇને ખાસ અભિરુચિ છે.
શ્રી હિતેન્દ્રભાઈની નેતાગીરીમાં ગુજરાતના લોકોને નિષ્પક્ષ, કાર્યક્ષમ, અને સ્વચ્છ વહીવટની ખાત્રી મળે છે, એટલું જ નહિ, પરંતુ સુખી, સમૃદ્ધ અને શકિતશાળી રાષ્ટ્રનું નિર્માણ કરવાની આકાંક્ષાઓ રાખતા અને તેને માટે રચનાત્મક કાર્ય કરતા સૌ કોઈને પછી તે ગમે તે નાત જાત ના હોય કે ગમે તે રાજકીય વિચારસરણી ધરાવતા હોય તે પણ તેમને મુક્ત કાર્ય કરવાનો અવકાશ મળે છે
સ્વ. શ્રી બળવંતરાય મહેતા ૧૯મી ફેબ્રુઆરી ૧૮૯૯ના રોજ જન્મેલા શ્રી બળવંતરાય મહેતાની જીવનયાત્રા ઘણી જવલંત હતી. તેઓ જયારે મુંબઈ યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએટ થયા ત્યારે મહાત્મા ગાંધીજીએ અદરેલી અસહકારની ચળવળનો નાદ દેશભરમાં ગુંજી રહ્યો હતે. શ્રી બળવંતભાઈને પણ આ ચળવળને ચેપ લાગે તેમણે અસહકારની ચળવળમાં ઝંપલાવ્યું યુનિવર્સીટીની ડીગ્રી લેવાનો ઈન્કાર કર્યો, અલબત્ત પાછળથી ગુજરાત વિદ્યાપીઠે તેમને નાતકની પદવી એનાયત કરી હતી - ભાવનગરમાં રેલ્વે કર્મચારી મંડળના સંગઠન મંત્રી બન્યા, પાછળથી તેમણે હરીજન કલ્યાણ અને મહિલા કેળવણીની પ્રવૃતિઓ હાથ ધરી હતી, સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ નાગપુર ખાતે ઝંડા સત્યાગ્રહમાં પણ શ્રી બળવંતભાઈએ ભાગ લીધે હતે. ૧૯૩૦માં મીઠાનો કાયદે તેડવા માટે ગાંધીજીએ “દાંડી કુચનો કાર્યક્રમ અમલી બનાવ્યો ત્યારે ધોલેરા ખાતે મીઠા સત્યાગ્રહમાં ભાગ લીધો હતે
ભારતના રાજકીય જીવનમાં શ્રી બળવંતભાઈ મહેતાને સૌથી મોટામાં મોટો જવાબદાર રાજતંત્ર માટેની રાજસ્થાની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org