________________
(એ) ગુજરાતના સ્વરઆરાધક અને કલાકારે:
ગુજરાતે સંગીતના ક્ષેત્રમાં ભારે કીમતી પ્રદાન કર્યું છે. શ્રીકૃષ્ણની બંસરી અને અનિરુદ્ધને પરણી આવેલ ઉત્તરા દ્વારા ગુજરાતમાં લાસ્ય નૃત્ય સાથે સંગીતને પ્રવેશ થશે. સૌરાષ્ટ્રમાં ચાલતી ભૈરવની ઉપાસના પરથી ૌરવ, વિરાવળ પરથી વિરાઉલ અને બિલાવલ રાગ ગુજરી, ત્રવણ, સૌવીરી, ખંભાયતી, આહિરી, લાઠી અને માધ્યમિકા ઉપરાંત દેશીરાગ પણું ગુજરાતની ભેટ ગણાય છે. મહાગુજરાત સર્વક્ષેત્રોની જેમ સુરસ્વામી અને કલાગુરુઓ પણ પ્રગટાવ્યા છે. ચૌદમી શતાબ્દીમાં થયેલો ખેંગાર ત્રીજે, ભગવાન શ્રીકૃષ્ણ પછી ગુજરાતને સૌરાષ્ટ્રમાં નાદવેદ ઉદ્ધારક ગણાય છે. પંદરમી શતાબ્દીમાં ને તે પછીના કાળમાં પણ શાસ્ત્રીય ઢબે પદો ગાનાર નરસિંહ મહેતા પણ સંગીત નિપુણ હતા. જામનગરના આદિત્યરામજી અજોડ ધ્રુપદ ધમારની ગાયકીના ઉત્તમ કલાકાર, કુશળ પખવાજવાદક અને તાલશાસ્ત્રી તરીકે પ્રખ્યાત હતા.
મહારાજા ભાવસિંહજીના સમયમાં ભાવનગરમાં સંગીતને સારો રાજ્યાશ્રય મળ્યો. દરબારના કુશળ સ્વરશાસી ચંદ્રપ્રભાબાઈ ભલભલા સંગીતકારોનું માન મૂકાવતા. ગુજરાતના સર્વોત્તમ સંગીતકાર પદ્મશ્રી ઓમકારનાથ ઠાકુરનું નામ કોણ જાણતું નથી ! પંડિતજી બૈરવાષ્ટકમ, ૫. યશવંતરાય પુરોહિત, પંડિત ઓમકારનાથજીના શિષ્ય પં. બલવંત ભટ્ટ, ગે. ઘનશ્યામલાલજી, શ્રી મૃણાલિનીબહેન સારાભાઈ પણ ગુજરાતનું–સમગ્ર ભારતમાં મૂલ્યવાન ઘરેણું છે.
ચિત્રકલાના ક્ષેત્રે કલાગુરુ શ્રી રવિશંકર રાવળ પ્રથમ પંક્તિના સંમાનાર્હ પૂજ્ય આચાર્ય છે. ગુરુ શ્રી બેન્જ તથા શ્રી વ્રજલાલ દેસાઈ, શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી જાદવ, શ્રી ખોડીદાસ પરમાર, શ્રી જ્યોતિ ભટ્ટ વગેરે રંગરેખાના સ્વામીઓએ ચિત્રકલામાં જલરંગી ચિત્રથી માંડીને, પિફેટ, કેરીકવર તથા છેલ્લામાં છેલ્લી પદ્ધતિઓમાં ગુજરાતનું નામ ભારતમાં અને વિદેશમાં રેશન કર્યું છે.
ફિલ્મ ઉદ્યોગમાં શ્રી વિજય ભટ્ટ જેવા પ્રથમ પંક્તિના નિર્માતા-દિગ્દર્શક તથા શ્રી આશા પારેખ જેવા નૃત્યકાર અને અભિનેત્રી આપણું ગુજરાત ભૂમિનાં નામને સુપ્રતિષ્ઠિત કરી રહ્યા છે. (ઓ) ગુજરાતની લેકહૃદયની ગીત સરવાણીઓ :
લોકવાર્તાઓ, લેકગીતો અને લોકસંગીત પ્રત્યેક પ્રજાને કિંમતી વારસે છે. પરંતુ પ્રદેશ પ્રદેશને તેની પિોતીકી વિશિષ્ટતા હોય છે. દરેક પ્રદેશને તેની પોતાની લેકબાલી, પિતાની રજુઆતની પદ્ધતિ પણ પ્રાદેશિક વાતાવરણને અનુરૂપ હોય છે. ગામડે ડાયરા વચ્ચે બેસીને ભલકારા દેતા દેવીપુતર ચારણના મોઢેથી વહેતી કસરવાણી સાંભળીએ કે નેસડાના ભેંસો ગાયોના ધણને ચરાવવા નીકળેલા કઈ રબારીને ડાંગને ટેકે એક પગથી ત્રિભંગાકૃતિ સરજીને દુહા બોલતે સાંભળવાને ગુજરાત-સૌરાષ્ટ્રનો લહાવો છે. આવી લોકવાણીમાં દાસી જીવણ, ગોરખનાથ, દેવાયત પંડીત, મેકણ દાદા, કરમણ ભગત, ગંગાસતી, લાખ લેયણ, મુળદાસ, પીઠો ભગત, જેઠીરામ, મોરાર સાહેબ, રવિ સાહેબ, ભાણ સાહેબ ઇત્યાદી મુખ્ય છે.
આવી લોકકથાઓ સાથે “વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લેલજેવાં લેકગીતો પણુ ગુજરાત સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર સાંભળવા મળશે. નાગપાંચમની વારતા, સેળ સોમવારની વારતા, બળચોથની વારતા આ બધી વ્રતકથાઓમાં પણ આધ્યાત્મિક અને ધર્મના સંસ્કાર સાથે ગ્રામપ્રદેશનાં ભલાળાં માનવીઓની લાગણી, તેમની શ્રદ્ધા, તેમના હૈયાં શતશત ઝૂલે ઝૂલતાં કેટલીયે ઉમીઓના સ્વપ્ન ઝીલતાં અનુભવાય છે. સેરઠના ગીરનારી પ્રદેશમાં ભોગાવાને કાંઠે ભરાતા માધવપુરના મેળામાં, તરણેતરના મેળામાં આજ પણ આ દુહા રાસની રમઝટ, ચારણી છંદનાં હલકભર્યા રણકાર, મંજીરાના તાલે ઊંચા સ્વરે ગવાતાં ભજન, ભેટ બાંધીને બેઠેલા ડાયરાની વચ્ચે રંગભરી વાર્તાઓ આજુબાજુની રાજકીય, આર્થિક, સામાજીક ઉથલપાથલથી પર રહીને, લેકેને તરબતર કરે છે, રમાડે છે, તેમનાં અંતરને પંખાળે છે, હલબલાવે છે અને લોકસંસ્કૃતિના પ્રવાહને અવિચ્છિન્ન રાખે છે.
ત
Jain Education Intemational
For Private & Personal Use Only
ww.jainelibrary.org