________________
અને ઉંડાણ બને દાખવ્યા છે. તરીન ઉપર આવતી બે કૃતિઓ “ સરસ્વતીચંદ્ર” અને સત્યના પ્રયોગો’ એ જગતું સાહિત્યમાં ઓળખાઈ છે.
આખ્યાન કથાઓ, પદ્યવાર્તાઓ, નવલકથાઓ નાટક, એકાંકીઓ, પદ્યનાટકો, ખંડ કાવ્યો વગેરે કથા સાહિત્યમાં ગુજરાતી સાહિત્યની અમર પાત્ર સૃષ્ટિ પડેલી છે. એવા જમાના સાથે સતત વહેતા રહેતા સાહિત્યના ભાવી માટે કઈ જોશી પાસે ચોઘડિયું જોવડાવવું પડે તેમ નથી તો પણ જોશી અટકધારી બે સર્જકો શ્રી ઉમાશંકર જોશી અને શ્રી સુરેશ જોશીના હાથમાં હાલ તો ગુજરાતી સાહિત્યનું ભાવી છે એમ ગણી શકાય.
અહીં જે પાત્રો પસંદ કરવામાં આવ્યા છે તેમાં ઉપરોક્ત સાહિત્ય પ્રકારો આવરી લેવામાં આવ્યા છે. અહીં પસંદ કરેલા ૮૦ પાત્રો વિશે પસંદગીની બાબતમાં મતભેદ જરૂર હોઈ શકે. હજી કેટલાંક પાત્રો રહી જતાં હોય, અથવા કેટલાંક, બીજાને, બિનમહત્વના પણ લાગ્યાં હોય એ સંભવિત છે.
બૃહદ ગુજરાતની અસિમતા સાંસ્કૃતિક સંદર્ભ ગ્રંથની યાજના ધ્યાનમાં રાખી લેખના લેખકે કેવળ વિવેચનાત્મક બનાવવાને બદલે પરિચયાત્મક–વિવેચનાત્મક અભિગમ કેળવ્યા છે તે ઉભય પ્રકારના વાચકને ઉપયોગી નીવડશે તે લેખકે લીધે પરિશ્રમ યથાર્થ ગણાશે. () ગુર્જરભૂમિના સંત પુરૂષ ગુજરાતનાં યશોગાન ગાતાં કવિવર નાનાલાલ કહે છે?
ગિરિ ગિરિ શિખર શિખર સેહત મંદિરે ધ્વજ ને સંત મહંત ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ આપણે ગુણિયલ ગુર્જરદેશ.” ગુજરાતની ભૂમિ આમ સંત સૌરભથી મહેકતી છે. સોરઠી સંતો વિષે જેમ પુસ્તકે પ્રસિદ્ધ થયા છે તેમ ગુજરાતના સંતે વિષે જ એકાદ દળદાર ગ્રંથ તૈયાર કરી શકાય. ગુજરાતના સંતમાં મોરબી પાસેના ટંકારામાં થયેલા આર્યધર્મ પ્રચારક સ્વામી દયાનંદ સરસ્વતી, ભગવાન સ્વામીનારાયણ, મહાત્મા ગાંધીજી વગેરેનો ઉલ્લેખ તે આગળ પણ અન્ય પ્રકારે થઈ ગયું છે. લીમડીમાં થયેલ મુસલમાન કવિ મીઠે ઢાઢી, પરમ તત્ત્વજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી, કવિ કીર્તનકાર અનંતપ્રસાદજી, સંત વાલમરામ, પૂ૦ જલાબાપા, ગારિયાધારના સંત વાલમરામ, કચ્છના મેકણદાદા, પાળિયાદમાં પ્રગટેલા શ્રી વિસામણ ભગત, સંત લાલનશા, દાસી જીવણ, મહાત્મા મસ્તરામજી, શ્રી આપા જાદરા, કાશી સુધી પ્રખ્યાત શ્રી સતુઆ બાવા, સ્વામી નિષ્કુળાનંદ, સદૂગુરુ બ્રહ્માનંદસ્વામી, શ્રી ગોપાળાનંદસ્વામી, અક્ષરબ્રહ્મના અવતાર ગુણાતીતાનંદસ્વામી, સંત બોડાણા, સંતરત્ન શ્રી પુનિત મહારાજ, પ્ર. બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજ, ગીતા મંદિર પ્રણેતા પ. પૂ. વિશ્વાનંદજી, પ. પૂ૦ રંગઅવધૂતજી મહારાજ, પૂ. શ્રી મોટા, મહામંડલેશ્વર પ. પૂ૦ શ્રી જયેન્દ્રપુરીજી, પ. પૂ રામચંદ્ર ડોંગરેજી મહારાજ, ભાવનગરના શ્રી શાંતિશંકર મહેતા, જામનગરના પ. પૂ. શાંતિપ્રસાદજી, ભુવનેશ્વરી, પીઠ ગેંડળના પૂ. ચરણતીર્થજી મહારાજ, વડેદરાના દત્તમંદિરના શ્રી દત્તબુવા, સસ્તુ સાહિત્ય ગુજરાતમાં ઘરે ઘરે પહોંચાડનાર ભિક્ષુ અખંડાનંદ, “વાર્તાલાપ” ગ્રંથમાં પ્રખ્યાત થયેલા સંતમૂર્તિઓ પ્રકાશાનંદજી અને નિત્યાનંદજી, સ્થાનીક કાર્યકર અને માનવતાના પરમ આરાધક પૂ. રવિશંકર મહારાજ વિગેરેની સૌરભ મહેકતી રહી છે.
ગુજરાતના આ સંતેમાં કેટલાકે દરિદ્રનારાયણની સેવા અર્થે ખભે કાવડે ચડાવી રોટલા માટે ચાવલ કે આટો માગી અન્નક્ષેત્રો ચલાવ્યા, કેટલાકે જ્ઞાનની સરવાણી વહેતી રાખવા પાઠશાળાઓ ચલાવી, કેટલાકે ભારતભરમાં ધર્મશાળાઓ અને અન્નભંડારે ખેલ્યા, કેટલાકે પિતાના શુદ્ધ ત્યાગમય જીવન દ્વારા અને પરમાર્થના માર્ગે ચડાવ્યા, કેટલાકે કીતી અને ઉપદેશ દ્વારા સંસારકુપમાં પડેલાઓને સંસાર તરવામાં આલંબન આપી મોક્ષધામનાં દ્વાર ઉઘાડી આપ્યા. આ સંતે સાથે ગુજરાતમાં સતિ-જતી પણ ઘણી થઈ ગઈ છે. આ બધામાં રાણકદે, જસમા ઓડણ, રૂવાપરી વગેરે કેટલાયે પવિત્ર નામની માનતા ચાલે છે
DAN
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org