Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ઇન્દ્રજિતવધ-ઇરાની રૂતમ (ગુસ્તાW) ખુરશેદ
નિરૂપણ કરતી આ સંગ્રહની કવિતાની પદાવલિ તત્સમ છે..
મે.૫. પાક : જુઓ, સત્યા પરતનજી કામશદજી. ઇબ્રાહિમ, “અન્વર: ઇસ્લામના ધર્મપુરુષોનાં જીવનચરિત્રોનો રાંગ્રહ ‘મહાન અવલિયા અર્થાત્ ઉમ્મતના જ્યોતિર્ધરો - ૧-૨’ (૧૯૫૬) ના કર્યો.
ક.બ્ર. ઇબ્રાહિમ રણછોડભાઈ : ખ્રિસ્તી ધર્મને કેન્દ્રમાં રાખી કરવામાં થઇ
આવેલી બોધપ્રધાન અને ભજન-શૈલીની રચનાઓ ‘મનોહર કાવ્યમાળા તથા ધનઉડાઉ દીકરાનું આખ્યાન' (૧૯૨૭)ને પ્રથમ ભાગ ‘મનહર કાવ્ય માળા’ છે, તો બીજા ભાગમાં “ધન ઉડાઉ-દીકરાનું આખ્યાન' શિથિલ આખ્યાનશૈલીએ રચાયેલું ત્રણ ભાગમાં વિભકત છે. હૃદયવાટિકા' (૧૯૨૨) એમની સંપાદિત ભજન-પુસ્તિકા છે.
ઇભા : નવલકથા 'દુખિયારી રત્નપ્રભા યાને રાજખટપટને ચિતાર (બી. આ. ૧૯૪) ના કતાં.
ઇરાની દીનશા મેરવાન : બોધદાયક સૂત્રો અને કંડિકાઓને સંગ્રહ ‘જિન્દગાનીને સાથી' (પુનર્મુદ્રણ, ૧૯૫૦), રોજિંદી મનશની અને નેક વિચારો', ‘સુખદુ:ખને સાથી', 'દીયાર સંગ્રહ” તથા “જીવતી જગતના કતાં.
એમની સાથે સંકળાયેલ વ્યકિતઓ અને ઘટનાઓને વિગતે પરિચય મળે છે અને એ નિમિત્તે ઇન્દુભાઈના વ્યકિતત્વને, એમની વિચારધારાને પણ પરિચય પ્રાપ્ત થાય છે.
પ્રથમ ભાગનું પેટાશીર્ષક છે. ‘જીવનવિકાર', જેમાં વતન ‘નડિયાદની સિકલ', પૂર્વજોની વિગતે અને ઇન્દુલાલ યાજ્ઞિકના જીવનનાં પહેલાં પચીસ વર્ષની ઘટના આલેખાયેલી છે. પહલા, બીજા અને ત્રીજા ભાગમાં જીવનનાં ૩૧ વર્ષના હિસાબ એકધારી રીતે પ્રાપ્ત થાય છે. પણ, પછીથી ૧૯૫૬ થી ૧૯૬૮ સુધી તેઓ મહાગુજરાત આંદોલનમાં વિશેષરૂપે સક્રિય હતા એ કારણ આત્મકથાલેખન ખોરંભ પડેલું અને તેથી પુન: આત્મકથાલેખન તરફ પછી બહુ મોડે મેડે વળેલા. ચોથા ભાગમાં ત્રીજા ભાગથી અધૂરી રહતી સામગ્રી આગળ ધપી છે. અહીં ૧૯૨૪ થી ૧૯૩૫ સુધીની વિગતો છે. પાંચમા ભાગમાં ૧૯૫૬ થી ૧૯૬૫ સુધીની વિગતા છે. આ બે ભાગ ૧૯૭૧ માં પ્રકાશિત થયેલા. અંતિમ છઠ્ઠા ભાગમાં આરંભનાં ૩૨૩ જેટલાં પ્રેક કર્તાનાં પોતાનાં લખેલાં છે, પણ પછીના તમામ ભાગ, ૧૯૩૬ થી તેમની સાથે સંકળાઈને રહેલા ધનવંત ઓઝાએ લખલા છે. એમણે ઇન્દુલાલ યાજ્ઞિકની ડાયરી, પત્રો અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરીને આ ભાગ પૂરા તારથી, તૈયાર કર્યા છે.
ઇન્દુભાઈની વિચારધારા, મહાગુજરાત આંદોલન, મજૂરઉત્કર્ષ માટેની લડતા અને આ સમય દરમિયાનની કંઈ કટલીક ઘટનાઓ એ આ છ ભાગમાં વિભકત ગ્રંથની વિષયસામગ્રી છે.
- બ.કા. ઇન્દ્રજિતવધ (૧૮૮૭): દોલતરાય કૃપારામ પંડયાની કાવ્યકૃતિ. સંત મહાકાવ્યની વ્યાખ્યાન લક્ષમાં રાખી એ ધાટીએ ગુજરાતી ભાષામાં કાવ્ય અવતારવાના આ પહેલા આવાસ છે. ઐતિહાસિક વન વિષય બનાવવા છતાં સંવિધાન અત્યંત | શિથિલ છે અને અર્થપ્રૌઢિને પ્રયત્ન છતાં અલંકારોની કૃતકતા છે – એ કારણે આ કૃતિ ઊંચી ગુણવત્તા પ્રગટ કરતી નથી. એકંદરે કવિનું યાન મહાકાવ્યના રચનાકર્મ કરતાં મહાકાવ્યની વ્યાખ્યાને અનુરાણમાં વધુ રોકાયેલાં વરતાય છે,
ચું.ટા. ઇન્દ્રધનુ (૧૯૩૯): સુંદરજી બેટાઈના, પાંચ વિભાગમાં વિભાજિત ૧૧૨ કાવ્યોનો સંગ્રહ. 'પ્રયાણ' નામક પ્રથમ ગુચ્છમાં જીવનની ગતિવિધિને લગતાં કેટલાંક દાં-સરળ સોનેટ છે. કવિની વિચારસૃષ્ટિ અને જીવનદૃષ્ટિ ભાવનાપૂર્ણ છે અને તેનું નિરૂપણ ઠીક ઠીક મુખર છે. બીજા ગુરછ ‘પ્રણયમંગલ'નાં કાવ્યોમાં પ્રેમની વિવિધ અનુભૂતિઓ નિરૂપાયેલી છે. ઇન્દ્રધનુ' નામનું પુત્ર-વિયોગનું કાવ્ય કરુણપ્રશસ્તિ સ્વરૂપનું છે. અન્ય કાવ્યોમાં પ્રેમના પ્રત્યક્ષ સંવેદને અને ભાવનાત્મક લાગણીઓનું આલેખન નોંધપાત્ર છે. 'પ્રણયવૈષમ્ય” નામના ગુરછમાં પ્રેમાન્ય વેદનાનું ગાન છે. પ્રકૃતિદ્રામાં પ્રકૃતિવર્ણનનાં કાવ્યો છે, તો ‘ઝાંઝરી'નાં ૨૭ કાવ્યમાં રહસ્ય, અધ્યાત્મ અને સદ્ભાવનાનું નિરૂપણ થયેલું છે. પ્રકૃતિ, પ્રેમ અને પ્રભુનું
ઇરાની બહેરામ ખે. : વ્યાવસાયિક રંગભૂમિ માટે લખાયેલ નાટક “આશાની ઈમારત' (૧૯૩૬)ના કર્તા.
કૌ.બ્ર. ઇરાની બહેરામ જ. : ચરિત્રકૃતિ “સાકારીના સરુ-૧-૨' (સ. મ. દેસાઈ સાથે)ના કર્તા.
ઇરાની મહેરવાન છે. : પ્રહસને પ્રકારના ત્રિઅંકી નાટક 'સંભીર ઘટાલા' (૧૯૦૮) ના કર્તા.
૧ કી.બ્ર. . ઇરાની રૂસ્તમ (ગુસ્તાસ્પ) ખુરશેદ (૧૯૩૯, ૧૮૯૨): કવિ, નવલકથાકાર, નાટયકાર, ‘પારસી સાહિત્યના મેઘાણી' તરીકે
ઓળખાયેલા આ અભ્યાસીએ પહેલીવાર “લેકકથા’ શબ્દ સ્પષ્ટ રીતે વાપર્યો છે. “રજપૂતવીરકથા ભાગ ૧-૨-૩' (૧૮૭૯), લોકકથા' (૧૮૮૫), ‘વિલક્ષણ કથાગ્રંથ' (૧૮૮૬), 'શાહનશાહ અકબરશાહ કથાગૂંથે' (૧૮૮૮) વગેરે એમનું લાકકથાઆનું સાહિત્ય છે. આ ઉપરાંત એમણે ઐતિહાસિક નવલકથાઓ ગુલશીરીના' (૧૮૮૯), ‘દોખમે નોશીરવાન’, ‘અરેબીયન કિસ્સા અને કાવ્યસંગ્રહ ‘રૂસ્તમી ગુજરાતી ગઝલિસ્તાન (૧૮૯૧), ‘રૂસ્તમી કવિતા', 'રૂસ્તમી ગાયણ’, ‘રૂસ્તમી ફાગબાજી, ‘રૂપાઉ બેતાબાજી', 'રૂસ્તમી મુનાજાત', રૂસ્તમી ગંજબાજી' જેવાં કુલ પચાસેક પુસ્તકો આપ્યાં છે.
' રાંટો.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org