Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૧
ઉપરાત કમિટીએ સ્વીકાર્યાં હતા અને તે જોડણીના ધેારણે સાસાઇટીએ શાળાયાગી ગુજરાતી કોશ રચવાને નિર્ણય કર્યો અને સેસાઇટીના હીરકમહાત્સવ નિમિત્ત કરાવવાનાં કાર્યોમાં એ ગુજરાતી કાશને સમાવેશ કર્યાં હતા.
"6
સાગર નામથી સારી રીતે પ્રસિદ્ધિ પામેલ મસ્તકવિ અને લેખક શ્રીયુત જગન્નાથ દામેાદરદાસ ત્રિપાઠીની,ગુજરાતી શબ્દસંગ્રહમાં નવે! ઉમેરા કરવાના અને તેના અર્થ લખવાના કાર્ય પર, નિમણુંક થઇ હતી. તે શબ્દકોશનાં સાધને એકત્રિત અને વ્યવસ્થિત પૂરાં કરી ન રહ્યા ત્યાં એમણે રાજીનામું આપ્યું અને તેમની જગાએ શ્રીયુત પ્રીતમલાલ ન. કચ્છીની નિમણુંક કરવામાં આવી. તેમને એ વિષયને શાખ હતા એમ એમણે પછીથી લાંબે ગાળે સયાજી સાહિત્યમાળામાં પ્રસિદ્ધ થયેલ “ તુલનાત્મક ભાષાશાસ્ત્ર” પુસ્તક પરથી માલુમ પડે છે; પણ તેઓ એ વિષયમાં ઝાઝી પ્રગતિ કરી શકેલા નહિ અને એ કામમાંથી તુરતજ નિવૃત્ત થયા હતા.
kr
99
99
સન ૧૯૧૦માં મુંબાઈનું પાણી કુટુંબીજનોને નિહ સદવાધી ગુજરાતની જુની વાર્તા ના લેખક શ્રીયુત મણિલાલ છખારામ ભટ્ટ, પેાતાના વતન અમદાવાદમાં આવી રહ્યા અને તે કાઇ સાહિત્ય પ્રવૃત્તિમાં પડવા
ઈચ્છતા હતા.
સાસાઇટીમાં એમણે સન ૧૮૯૬ માં થોડાક માસ કામ કર્યું હતું; એટલુંજ નહિ પણ “ અનિયરના પ્રવાસ ” એ નામનાં સુપ્રસિદ્ધ પ્રવાસ પુસ્તકના સાસાઈટીને ગુજરાતીમાં અનુવાદ કરી આપ્યા હતે. એ રીતે સોસાઇટીના કામકાજથી એએ પરિચિત હતા અને સાંસાઈટીના કાય વાહકા પણ એમની શક્તિ અને લેખનકાર્ય થી કેટલેક અંશે વાકેફ હતા.
આ પ્રમાણે બધા સંજોગા ખધખેસતા મળી આવતાં, સાસાઈટીએ શ્રીયુત મણિલાલને કાશના કાય પર નિયત કર્યાં ત્યારથી ગુજરાતી કોષનું કામ નિયમિત અને વ્યવસ્થિતરીતે થતું ચાલ્યું અને પ્રભુ કૃપાએ તે પૂર્ણ સિદ્ધિને પણ પામ્યું હતું.
શ્રીયુત મણિલાલ મારામતી ગુજરાતી સારા લેખકોમાં ગણના થયલી છે. ગરીબાઇમાં તેમની આલ્યાવસ્થા પસાર થઇ હતી પણ એમના મામા સ્વર્ગસ્થ ભાશંકર ન્હાનાભાઇની હુંફથી તેઓ કંઈક સંસ્કૃતના અભ્યાસ કરી શકયા અને પછીથી તેા સ્વાશ્રયથી આગળ વધ્યા હતા. શરૂઆતથી લેખન વાંચનને રંગ લાગેલે અને વિદ્વજનાના સહેવાસમાં ઘણુંખરૂં રહેવાનું