Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૬૧
એ નામથી સંકલિત કરવામાં આવ્યાં છે; અને તેનું પહેલું પુસ્તક ગયે વર્ષે સાસાઈટીના સભ્યાને બક્ષીસ અપાયું હતું.
સર રમણભાઇના લેખસંગ્રહ સાસાઈટી પુસ્તકાકારે પ્રકટ કરે એ યેાજના, તેના જ્ઞાનપ્રચારના ઉદ્દેશની દૃષ્ટિએ જેમ મહત્વની છે તેમ જન~ તાને રમણભાઈનું કીંમતી લખાણ સસ્તી કિ ંમતે સુલભ થાય એ પણુ થાડું ઉપકારક નથી. રાષ્ટ્રના પર્વત, ભદ્રંભદ્ર અને કવિતા અને સાહિત્ય એ એમની ત્રણ કૃતિ ગુજરાતી સાહિત્યમાં અમરત્વ પામી છે અને તેમાં રમણભાઇના નામના મહિમા છે.
એમનું અવસાન થયે આજે છ વર્ષ થયાં છતાં અનેકનાં મુખે એમની વિદ્વત્તાનાં અને એમના સાજન્યનાં ગુણગાન સાંભળવાના પ્રસંગે પ્રાપ્ત થાય છે ત્યારે પ્રકરણના આરંભમાં ઉતારેલી સ્વામી રામદાસની પ`ક્તિનુ અમને સ્મરણ થાય છે.
મનઃ ચ`દને જેમ કાયા ઝીઝાવી, રહે અંતરે સજ્જનાના રીઝાવી. '
'