Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 297
________________ ૨પર તેમણે આનાકાની વગર, સ્વીકારી હતી, અને તે ગુજરાતમાં ફરી લખી આપીને ગુજરાતી વાચક વર્ગ પર એમણે હટે ઉપકાર કર્યો છે, એવું અમારું માનવું છે. સાહિત્યનો ઈતિહાસ આ પ્રમાણે સળંગ લખાવવામાં મુશ્કેલીઓ રહેલી છે, તો તેમાં સહાયભૂત થઈ પડે એ આશયથી આપણા સાહિત્યકારોનાં ચરિત્ર વિવેચનાત્મક દૃષ્ટિએ, જાણીતી ઈગ્રેજી સાક્ષર ચરિત્રમાળાના (English man of Letters Series ) ધોરણે લખાવવાને સોસાઈટીએ પ્રયત્ન કર્યો અને તે જનાનુસાર દલપતરામ, નર્મદાશંકર, નવલરામ, ગોવર્ધનરામ, મહીપતરામ, હરિલાલ ધ્રુવ, મણિલાલ નભુભાઈ વગેરે અગ્રગણ્ય સાક્ષરોનાં ચરિત્ર તૈયાર કરી આપવાનું કાર્ય પણ એ લેખકના જાણીતા અભ્યાસીઓને સોંપાયું હતું. તદુપરાંત અંગ્રેજી સાહિત્યનું સામાન્ય જ્ઞાન મેળવવા સાર તેમ એ સાહિત્યના સ્વરૂપ, પ્રકાર અને ધારણ વિષે ઉપયુક્ત માહિતી ઉપલબ્ધ થાય તે સારું “અંગ્રેજી સાહિત્યનો ઈતિહાસ” અને હડસનકૃત સાહિત્ય પ્રવેશ” Introduction to English Literature એ બે પુસ્તક લખાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ લેખકોએ આરંભમાં તે લખવાને જે ઉત્સાહ દર્શાવ્યો હતો તે ઓસરી ગયું છે અને તે સઘળું કાર્ય હાલમાં શિથિલ થઈ પડયું છે. તો પણ એથી નિરાશ ન થતાં એ દિશામાં એસાઈટીએ કરીને પ્રયાસ આરંભો છે; અને એ સાહિત્યનો ઈતિહાસ લખવાનું સુગમ થઈ પડે એ હેતુથી સમગ્ર ઇતિહાસ, સૈકા, યુગ કે વિષયવાર વિભાગમાં વહેંચી નાંખીને, એકલું એકજ પ્રકરણ એ વિષયના વા યુગના નિષ્ણાતને લખી આપવા વિનંતી કરવામાં આવી હતી અને અમને જણાવતા આનંદ થાય છે, કે એ સઘળા લેખકોએ એ કાર્યમાં ખુશીથી સહાયતા આપવાનું સ્વીકાર્યું છે. વાચક બંધુની માહિતી અર્થે તે આખીય જન અત્રે રજુ કરીએ છીએ – ગુજરાતી સાહિત્યને રેખાત્મક ઇતિહાસ લખાવવાને કમિટીએ ઠરાવ કરેલે તદનુસાર નીચે મુજબ પ્રકરણો, લેખકોને, તે સામે જણાવેલા પૃષ્ઠ, મર્યાદા અને પારિતોષિકની રકમ સાથે સે પવામાં આવ્યાં છેઃ

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324