Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 309
________________ પ્રકરણ ૨૫ આસિ. સેક્રેટરી . “ Age fulfills what youth has wished " Yeats. આરંભમાં જે અંગ્રેજી પંક્તિ ઉતારી છે તે જાણીતા આયરિશ કવિ ઈટસના મુદ્રાલેખ (motto) નો અનુવાદ છે અને તેનો અર્થ એ થાય છે કે યુવકે જે અભિલાષ સેવ્યા હોય છે તે વયે પહોંચતાં પરિપૂર્ણતાને પહોંચે છે. કોલેજ જીવનમાં સાહિત્યમય જીવન –મેરી કરેલીના શબ્દોમાં life literary,-ગાળવાના કેડ સેવેલા તે પુરુષ ઉમરમાં સફળ થયેલા અમને જણાય છે અને તેમાં અમે અંતર્યામીને અદશ્ય હાથ જ જોઈએ છીએ. ગુજરાતી ભાષાને અમારો અભ્યાસ પ્રાથમિક શાળાના પાંચ ધારણ સુધીને અને માધ્યમિક શાળામાં અને કોલેજમાં બીજી ભાષા ફારસી હતી; એટલે સંસ્કૃત જ્ઞાનના અભાવે ગુજરાતી ભાષાનો શાસ્ત્રીય અભ્યાસ કરવાનું અમારા માટે કઠિન હતું, અને મોટા લેખક કે સાહિત્યકાર થવાનું અમે કદી ઈછયું પણ નહોતું. પરંતુ હાનપણથી એક લગની લાગેલી અને તે વાચનની. અને તેના પ્રતાપે જ અમને પ્રાપ્ત થયેલું કર્તવ્ય અમે યથાશક્તિ બજાવવાને શક્તિમાન થયા છીએ. થોડા દિવસ પર મદ્રાસ યુનિવરસિટી સમક્ષ કેકેશન વ્યાખ્યાન આપતાં શ્રીયુત રત્નસ્વામીએ સાચું જ કહ્યું હતું, કે 'read books of knowledge, for whatever your depart. ment of work; knowledge in the subject of your department will be always useful."* કલેજ અવસ્થામાં અંગ્રેજી સાહિત્યનું વાચન અને અભ્યાસ વધતાં, એ પ્રમાણે આપણા ગુજરાતી સાહિત્યને ઉત્કર્ષ સાધવાના વિચારો ક્રૂર માંડ્યા અને એવા સ્વર્ગસ્થ ભાઈ રણજિતરામે “ગુજરાત સાહિત્ય સભા” નવી સ્થાપી હતી તેમાં જોડાતાં, અને ત્યાં એમના નિકટ સહવાસમાં આવતાં એ વિચારીને જોમ મળ્યું હતું. સોસાઈટીને ૫૦ વર્ષને છાપેલો વૃત્તાંત તે અરસામાં અમારા હાથમાં આવી ચડ્યો અને તેનું નિરીક્ષણ કરતાં તેનાં કાર્યક્ષેત્રની મર્યાદા અને કાર્ય પદ્ધતિ વિષે, સમગ્રપણે સિંહાવ *" Hindu ” Madras 2nd August 1934.

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324