Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 320
________________ ૨૭૩ પરંતુ એ પ્રશ્નનો ઉકેલ સેવાભાવી સાહિત્ય-રાસકોને સેવકગણ સ્થાપીને સારી રીતે કરી શકાય. સોસાઈટીનું હમણાંનું આખું તંત્ર આસિ. સેક્રેટરીમાં જ કેન્દ્રિત છે; અને તેના હસ્તક નીચે મુજબ ખાતાઓ વા પ્રવૃત્તિઓ છે – (૧) પુસ્તક પ્રકાશન–નવાં અને જેનાં પુસ્તકે, દર વર્ષે સરેરાશ સંખ્યા ૧૦. (૨) બુદ્ધિપ્રકાશ–આશરે ૫૦ ફરમા, ચાર અંકના; (૩) પુસ્તક વેચાણ અને બક્ષીસ પુરત આશરે કિંમત રૂ. ૧૦૦૦૦ નાં; (૪) ૧૬૫ ટ્રસ્ટ ફંડને વહિવટ, આશરે રૂ. સાડા છ લાખનાં; (૫) પુસ્તકાલય; (૬) પ્રફ વાચન; (૭) પ્રેમાભાઈ હાલન વહિવટ; () પ્રકીર્ણ. એકજ વ્યક્તિનાં હસ્તક આ સર્વ ખાતાઓને વહિવટ હોવાથી તેને વિકાસ થઈ શકતો નથી; અને એ પ્રવૃત્તિઓ પુરતી દરકાર વિના યંત્રવત ચાલુ રાખવામાં આવે છે, પણ તેને સંભાળી લેનાર યોગ્ય વ્યક્તિ નિરાળી હોય તો તેને વિકાસ તેમ ઉપયોગ સારી રીતે સાધી શકાય તેમ વધારી શકાય. મુંબઈ સમાચાર”ના દિવાળી અંક સારૂ સન ૧૯૨૮ માં અમે “ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી–તેના કાર્યક્ષેત્રનો વિસ્તાર અને વિકાસ' એ શિર્ષકથી એક લેખ લખ્યો હતો, તેમાં ઉપરોક્ત સાહિત્ય સેવક ગણની યોજનાને ઉલ્લેખ કર્યો હતો.+ દેશમાં નવી જાગૃતિ આવી છે; કેળવણીનો પ્રચાર વધતો જાય છે; સાહિત્ય પણ ખીલવા માંડ્યું છે; તેને પદ્ધતિસર અભ્યાસ થવા માંડે છે; એટલું જ નહિ પણ સેવાભાવી સાહિત્યના અભ્યાસીઓ અને લેખકે હવે સારા પ્રમાણમાં મળી શકે એમ છે. સોસાઈટીએ સમયાનુસાર પ્રગતિમાન રહેવું હોય તે તેના ચાલુ વહિવટમાં ઘટત ફેરફાર કરવો જોઈએ, આજ સુધી આખું તંત્ર એક આસિ. સેક્રેટરી હસ્તક રહેલું છે, તેને જુદા જુદા વિભાગમાં વહેંચી નાખી, એક એક નિરાળી જવાબદાર વ્યક્તિને તે તે વિભાગને વહિવટ સેપ જોઈએ; તે તેમાં કામ સારું થશે, એટલું જ નહિ પણ તે કાર્ય ખીલી ઉઠશે અને દીપશે. + જુઓ બુદ્ધિપ્રકાશ, વર્ષ સન ૧૯૨૮, પૃ. ૩૪૪.

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324