Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 317
________________ ૨૦. એવું અમારું માનવું છે, અને તે દિશામાં વિકાસ અને વિસ્તાર માટે હજુ અવકાશ છે. સંસાઈટીએ વળી એવી પ્રતિષ્ઠા બેસાડેલી છે, અને તે એટલું સામર્થ્ય ધરાવે છે કે ગુજરાતી દ્વારા ઉંચી કેળવણીને પ્રશ્ન જે તે ઉપાડી લે તે તેમાં તેને અવશ્ય સફળતા મળે; અને અત્યારના સર્વ સંજોગે એ કાર્યને અનુકૂળ પણ છે. અખતરા રૂપે પુર્ણ વયની સ્ત્રી પુરૂષના વર્ગ સ્થાપવા સોસાઈટીએ ત્રીજે વર્ષે હરાવ કર્યો હતે પણ દેશમાં વ્યાપી રહેલા અશાંત અને ઊંદિગ્ર વાતાવરણને કારણે તે ઠરાવને અમલ કરવાનું મુલતવી રાખવું પડયું હતું. એમાં શિક્ષણ સારું સાહિત્ય, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, આરોગ્ય, નાગરિકના ધર્મ વગેરે વિષયોને સમાવેશ કર્યો હતો અને તેને આશય જેમનું જ્ઞાન અધવચથી અટકી પડયું હોય, અથવા જેઓ એ વિષયને વધુ પરિચય કરવા ઈચ્છતા હોય તેમને ૧૦ થી ૧૨ વ્યાખ્યાનમાં એ વિષયનું સામાન્ય અને ઉપગ પુરતું જ્ઞાન આપવાને પ્રબંધ કરવો અને વ્યાખ્યાતા તરીકે એ વિષયના નિષ્ણાતને પસંદ કરવા. પણ એ જનાની એટલેથી સમાપ્તિ થવી જોઈતી નથી. જેમ સંસ્કૃત પાઠશાળામાં સાહિત્ય, વેદાંત, જ્યોતિષ, વ્યાકરણ, ન્યાય વગેરેનું શિક્ષણ આપવાની વ્યવસ્થા છે તે મુજબ જેઓ વર્નાક્યુલર ફાઈનલ પરીક્ષા પાસ કરી આગળ ગુજરાતી દ્વારા વધુ શિક્ષણ મેળવવાને ઇંતેજાર હોય અથવા તે ત્રીજા વર્ષમાં પાસ થયેલો કેલર એકાદ વિષયમાં ગુજરાતી દ્વારા વધુ અભ્યાસ કરવાને ઉત્સુક હોય તેમના શિક્ષણ માટે સોસાઈટી ગુજરાતીની પાઠશાળા સ્થાપે, તે ઈચ્છવા ગ્ય છે અને તે દ્વારા ગુજરાતી ભાષા સાહિત્યના વિકાસ અને ખીલવણીમાં ઘણું કરી શકાય એવા અભિપ્રાયના અમે છીએ. ગુજરાતી ભાષા સાહિત્યને અભ્યાસ વધારી શકાય અને તેને ઉત્તેજન મળે એ આશયથી પૂર્વે સંસાઈટીએ એમ. એ; માં ગુજરાતીને વિષય લઈને ફતેહમંદ થનાર ઉમેદવારને રૂ. ૨૦૦) નું ઈનામ આપવાનું જાહેર કર્યું હતું અને ત્રણ ગૃહસ્થને તે ઈનામ અપાયાનો ઉલ્લેખ બીજા ભાગમાં કરવામાં આવેલો છે. બી. એ, ને વર્ગમાં ગુજરાતીના અભ્યાસને સ્થાન મળ્યા પછી અમને જણાયું કે એ વિદ્યાથી બી. એફ ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી એમ. એ; ની પરીક્ષા સારૂ એજ વિષયને અભ્યાસ કરે તેને સારુ માસિક રૂ. ૨૦) ની એક કે બે સ્કોલરશીપ સ્થાપવી. વળી એમ. એિ. ને અભ્યાસ કરવા સારૂ યુનિવર્સિટીએ વિજ્ઞાન અને વૈદકની કેટલીક

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324