Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 315
________________ ૨૬૮ પરંતુ ગમે તે કારણ હો, લાલશંકરભાઈના હાથ નીચે કામ કરવામાં અમને રસ પડતા અને તેમાં રાહત પણ રહેતી; તેએ વળી એક શિખાઉને પાવરધા કરવા હેાય, એવી રીતે નવી નવી પ્રવૃત્તિઓમાં અમને પરાવી પલાટતા હતા. ત્રણ વર્ષમાં એમની પાસે અમે જેટલું દુનિયાદારીનું જ્ઞાન અને અનુભવ પ્રાપ્ત કર્યા તેટલું પછીના સમયમાં મેળવી શકયા નથી. પહેલે વર્ષે સાસાઇટી હસ્તક કારેનેશન ફંડનું કામ આવ્યું હતું; અને ખીજે વરસે દુકાળ પડતાં સાસાઈટીને સ્ટાફ તે કામમાં જોડાયા હતા. ઉપરાક્ત ગુજરાતી પુસ્તાની સુચીનુ કામ અમે ચાલુ વહીવટી કા સાથે સંભાળી શકીએ એમ નહાતું, તેથી તે પડતું મૂકાયું, પણ તેને સ્થાને બીજે વર્ષે સાસાઇટીનાં પ્રકાશનોની સૂચી, વિષયવાર અને સવિસ્તર ચેાછ તેને ઉપયોગ કરવાનું સુતરૂં થઇ પડે એ કારણસર, તેનું વર્ગીકરણ લેખકવાર અને કિંમતવાર કરી તેમ ઇનામ લાયબ્રેરીમાં મંજુર થયેલાં પુસ્તકા જુદાં તારવી કાઢી બતાવ્યાં હતાં; અને સાસાઇટીનું લાઇબ્રેરીનું કેટલોગ છપાતું હતું, તેમાં રેફરન્સની સુગમતા સાફ લેખકાની નામાવળા તેમ પુસ્તકાની કક્કાવારી દાખલ કરી હતી. ત્રીજે વર્ષે દુકાળનું હિસાબી કામ ચાલુ હતું, લાલશંકરભાઇની તબીયત લથડી હતી; છતાં નવી પ્રવૃત્તિ તરીકે સેાસાટીનાં સંગ્રહમાંનાં હસ્તલિખિત પુસ્તકાની યાદીનું કામ તે પછી આરંભ્યું હતું. પણ એ પ્રવૃત્તિએ એવી કે મગજને ઝાઝી તસ્દી આપવી પડે નહિ; એક્િસનું ચાલુ કામ થતું જાય, અને ઉપર દર્શાવેલું કામ પણ આટાપાતું જાય. લેખન કાર્યં સાસાઇટીમાં થઇ શકે એવી નિરાંત જ હેાતી નથી. કાંઇક કામમાં ચિત્ત પરાવાય કે તેમાં એક વા અન્ય કાય` નિમિત્તે વિક્ષેપ પડે. વાચનનાં શાખ હોય તે થાડુંઘણું વાંચી શકાય. લેખન કાર્ય તે અવકાશે ઘેર જ કરવાનું હોય અને તે પણ જે કાંઇ જરૂરનુ` માથે આવી પડયું હોય તેજ હાથમાં લેવાતું હતું. સન ૧૯૧૨ ના ઓકટોમ્બરમાં લાલશંકરભાષ્ટનું અવસાન થયું. તે પછી સાસાઇટીના તંત્રમાં લાલશંકરના વિમાના પૈસાના અંગે, જો કે તેનું ખરું કારણ અંગત રાગદ્વેષ હતા, ખટરાગ ઉભેા થયેા; અને અમારી સ્થિતિ પણ તેમાં બહુ કફોડી અને વિષમતાભરી થઈ પડી હતી. સાહિત્ય સેવાના મનેાથા ગજીફાના પાનાના મહેલની પેઠે તુટી પડયા હતા અને તેથી અમે

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324