Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 314
________________ ૨૩૭ વાકેફગાર નહિ; તેમ છતાં પાછલા રીપેટ વાંચવા માંડયા અને તે પરથી કેટલીક હકીકત વ્યવસ્થિત રીતે સંકલિત કરીને એ આખા મુદ્દા સાસાઇટીના કામના પૂરા જાણકાર અને અનુભવી એન. સેક્રેટરી લાલશંકરભાઈ પાસે રજુ કર્યાં. એમણે તેા એ મુસદ્દાના એ પેરા વાંચ્યા; અને ત્યાં એક એ નવી માતા સૂચવીને એ મુસદ્દા નવેસર લખી લાવવાનું કહ્યું. એમની પતિ એવી કે મુસદ્દા પૂરા વાંચે નહિ; તેને થોડાક ભાગ વાંચે અને કોઈક સ્થળે સુધારવાનું જણાય ત્યાં અટકે અને પછી પોતાનું દૃષ્ટિબિન્દુ જણાવી તે પ્રમાણે આગળ લખવાનું કહે. આ પ્રમાણે અમારી પાસે ત્રણ ચાર વાર એ મુસદ્દા એમણે ફરી ફરી લખાવ્યા હતા; પણ અમે એમાં જોઇ શક્યા હતા કે એમ કરવામાં એમના હેતુ અમને તાલીમ આપવાને હતા. આ કાર્ય કટાળાભર્યું અને શ્રમવળુ થઇ પડતું. પણ ચિવટપણે અમે તેને વળગી રહ્યા. એથી અમને શિખવાનું પણ ઘણું મળ્યું; અને લાલશંકરભાઇને સતાષ થયા, એજ અમારે મન અમારા કાય ની સાક્ષ્કતા હતી. એ પ્રસંગ બીજી રીતે અમારી કારકીર્દિ સાથે તેમ સોસાઇટીના ઇતિહાસમાં યાદગાર રહેશે, એટલા પૂરતા કે સરકારે એ પત્ર સાદર થયા પછીથી સાસાઇટીને વાર્ષિક રૂ. ૫૦૦ની ગ્રાન્ટ બક્ષી હતી; અને ચાલુ વર્ષમાં રૂ. ૧૦૦ વધારી તે ગ્રાન્ટ રૂ. ૬૦૦ની કરવામાં આવી છે. થડીક મુદ્દત થઇ એટલે એમણે અમને ગુજરાતીમાં પ્રસિદ્ધ થયેલાં સઘળાં પુસ્તકાની વર્ગીકૃત સૂચી તૈયાર કરવાનું કામ બતાવ્યું. પલાળેલા ઘઉં દળવા જેવું એ કઠિન કાર્યં હતું, જેમાં કાંઈ રસ પડે નહિ. લાલશંકરભાઇની પ્રકૃતિ એવી ખરી કે તેઓ જે કાંઈ કહે તેના તરત અમલ થવા જોઇએ; તેમાં મુશ્કેલી હોય તે પછીથી તે વિષે રીપોટ કરવે પણ હુકમનું પાલન તાબડતાબ થવું જોઇએ. સોસાઈટીનું વહીવટી કામ, પુસ્તકોનું પ્રુફ્ વાચન, બુદ્ધિપ્રકાશનું સંપાદન કાર્યાં, અને ટ્રસ્ટ ફંડના નિયમાનુસાર વહિવટ અને તેનાં અંગેન નાણાંની જવાબદારી, એ બધા કાર્યોંમાં એટલા બધા સમય વ્યતીત થતા કે અન્ય કાર્ય માટે ભાગ્યે જ પુરસદ મળે; એ સિવાય અવારનવાર કોઇ કોઇ સાસાઈટીના કે અન્ય કામસર મળવા આવે, તેમને પણ સાંભળવાના ને સંતોષવાના હોય; અને આ કામનું ખાણુ ઓછું ન હોય એમ સાસાઇટી હસ્તક એક વા શ્રીજી જાહેર પ્રવૃત્તિ આવી ઊભી હાય, તેમાં પણ કામની જવાબદારીને હિસ્સા હાય જ.

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324