Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૫૦
સાઠીનું સાહિત્ય” એ પુસ્તકમાં અર્વાચીન ગુજરાતી સાહિત્યના છેલ્લાં સાઠ વર્ષનો, સન ૧૮૪૯ થી ૧૯૦૮ સુધીને ઇતિહાસ આલેખેલ છે.
સોસાઈટીએ તેના હીરક મહોત્સવ નિમિત્ત જે કાર્યક્રમ નક્કી કર્યો, તેમાં ઉપરોક્ત ગ્રંથનો સમાવેશ કરેલો હતો અને કમિટીએ તેનું લેખન કાર્ય શ્રીયુત ડાહ્યાભાઈ પી. દેરાસરીને સોંપ્યું હતું; એ આખાય યુગના સાહિત્યના ઇતિહાસથી તેઓ સારી રીતે પરિચિત અને વાકેફગાર હતા, એટલુંજ નહિ પણ તેમાંના ઘણાખરા લેખકોના અંગત પરિચયમાં આવેલા હતા અને એક સાહિત્યકાર તરીકે એમને પણ તેમાં ફાળો હતો. ખાસ કરીને એમણે અર્વાચીન યુગના આરંભમાં પ્રવર્તતી જુની અને નવીન શિક્ષણ પ્રથાનું રસિક વર્ણન કર્યું છે, તે જેમ આલ્હાદક તેમ ઘણીજ રમુજી માહિતી પૂરી પાડે છે, અને બીજા કેઈ કારણસર નહિ તે એકલા એ પ્રકરણ ખાતર તે પુસ્તક વાંચનીય અને સંગ્રહવા યોગ્ય છે.
સમકાલીન લેખકો અને એમની કૃતિઓની સમાલોચના કરવામાં કેટલીક વ્યવહારૂ મુશ્કેલીઓ રહેલી છે; અને સામાન્ય શિરસ્તો એ છે કે વિદ્યમાન ગ્રંથકાર વિષે લખવામાં મૈને જ ધારણ કરવામાં આવે છે; અને તે રીતિ કેટલેક દરજજે વાજબી છે.
શ્રીયુત ડાહ્યાભાઈએ એ મુશ્કેલીનો ઉકેલ જુદી જ રીતે કાવ્યો હતે. પિતાના એ પુરતકમાં સમકાલીન ગ્રંથકારે વિષે થોડી ઘણું નુક્તચેની કરી; એ પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે તે વિષે કેવા અભિપ્રાય દર્શાવાયા હતા, તે પણ ઉતારવાનું ઉચિત ધાર્યું હતું. તાત્પર્ય કે એ વ્યક્ત કરેલા અભિપ્રાય પિતાનો એકલાને નથી, પણ તે સાથે અન્ય વિવેચકોએ એ પુસ્તક વિષે જે કહેલું તે જણાવવાનો પ્રયત્ન પણ કર્યો છે.
તેઓ લખે છેઃ
“આ પુરતમાં દિગ્દર્શન થાય છે તે સાઠી એટલે સાઠ વર્ષને છતાં ટૂંકે છે. એટલું જ નહિ પણ બહુ પાસે છે. આમ હોવાથી અમારા એકલાનો આધીન અભિપ્રાય આપવા ધષ્ટતા કર્યા કરતાં તેમના પ્રકટ થવાના કાળમાં તે પુસ્તકને માટે શું કહેવાયું હતું અને તેમની કેવી કિંમત અંકાઈ હતી તે પણ જણાવવાની કાળજી રાખી છે.
અને કેવા લાગણીભર્યા અને કેમલભાવથી એમણે એ પુસ્તક સમાપ્ત કર્યું છે, તે એમના નીચેના શબ્દોથી સમજાશે.