Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 304
________________ ૨૫૯ બીજા બે ભાગ થાય એટલું લખાણ હાથપર છે. રમણભાઈનું સઘળું લખાણ સારી રીતે એડિટ થઈ જનતાને ઉપલબ્ધ થાય એજ આ યોજનાને ઉદેશ છે. સામાન્ય રેફરન્સ પુસ્તકમાં ગ્રંથ અને ગ્રંથકાર પુસ્તક ૧ થી ૪ સમાવેશ થઈ શકે અને કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહની સૂચી, જો કે રેફરન્સ પુસ્તક છે તે પણ તે માત્ર પ્રાચીન સાહિત્યના ગણ્યા ગાંઠયા અભ્યાસીના ઉપયોગની છે; છતાં સામાન્ય વાચકને તેમાં પ્રવેશક આકર્ષક થશે, તેમ તેની ઉપયોગિતાને અને મહત્તાને ખ્યાલ તેના લક્ષમાં તે પરથી આવશે. એ સંબંધમાં સવિસ્તર હકીકત એ વિષયના જુદા પ્રકરણમાં સેંધેલી છે. સોસાઈટીને ઇતિહાસ લખાવીને કમિટીએ પાછલી ઘણી ભૂલાઈ ગયેલી હકીકતને પ્રકાશમાં આવ્યું છે, એટલું જ નહિ પણ સાહિત્ય, કેળવણી, જ્ઞાન પ્રચાર અને સમાજ સુધારાના ક્ષેત્રમાં કે અને કેટલે ફાળે સોસાઈટીયે આપે છે, અને તેના કાર્યવાહક કણ કણ અને કેવા પુરુષો હતા એને બહુ રસિક વૃતાંત પ્રાપ્ત થાય છે, પણ એ વિષે અભિપ્રાય આપવાનું અમારે હાય જ નહિં. સાહિત્ય પ્રકાશમાં “પુરાણ વિવેચન' પુસ્તક છેલ્લું નેંધીએ છીએ; પણ તેથી તેનું મૂલ્ય કોઈ રીતે ઓછું થતું નથી. ઉલટું આ પ્રકારનું વિવેચનાત્મક સાહિત્ય રચવા માટે તેના લેખક શ્રીયુત દુર્ગાશંકર શાસ્ત્રીને ધન્યવાદ ઘટે છે. એ શૈલીનું લખાણ આપણે ત્યાં એ પ્રથમ છે. લેખક સારા સંસ્કૃત છે, તેની સાથે પ્રાચીન ઈતિહાસ અને પુરાતત્ત્વના વિષયમાં ઉંડે રસ ધરાવે છે; ડે. સર રામકૃષ્ણ ભાંડારકરના “વૈષ્ણવ અને શિવ ધર્મને ઈતિહાસ” એ પુસ્તકના આધારે એમણે ગુજરાતીમાં એ વિષયને બે ભાગમાં ચલો છે, તે પરથી વાચકને એમની વિદ્વત્તા અને બહાળા જ્ઞાનની પ્રતીતિ થશે; અને તેનું પ્રત્યક્ષ પ્રમાણુ એમનું “પુરાણ વિવેચન' નું પુસ્તક જ છે. સામાન્ય રીતે આપણું પુરાણના અભ્યાસી જુજજાજ મળે છે, પણ એમણે તે સર્વનું અવલોકન કરીને તેમ ઐતિહાસિક દષ્ટિએ તેનું દહન કરી, એમાંના માનનીય મુદ્દાઓ આપણુ સમક્ષ ધર્યા છે, તે સાહિત્ય રસિકેને તેમ એ વિષયના અભ્યાસીઓને મહત્વના તેમ વિચારણીય માલુમ પડશે. આવા અભ્યાસી અને વિચારશીલ લેખકે બહાર આવે, આપણે પ્રાચીન સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિના પુનરુદ્ધાર કરવા આપણે ભાગ્યશાળી થઈશું.

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324