Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૨૮ મોકલવામાં આવ્યું હતું, તેમાં માતૃભાષાને યુનિવર્સિટીની પરીક્ષામાં સ્થાન આપવા સારૂ આગ્રહ કર્યો હતો.
સ્ત્રી કેળવણીના પ્રશ્નને તો સાઈટીએ પોતાનો જ કર્યો છે. શહેરમાં પ્રથમ કન્યાશાળા કાઢવાનું માન સોસાઈટીને છે. આજે પણ તેને હસ્તક રા. બા. રણછોડલાલ કન્યાશાળાને વહીવટ ચાલુ છે. વળી શાળામાંથી બાળાઓ ઉડી જાય તે પછી તેમને આગળ અભ્યાસ કરવાનું સુગમ થઈ પડે, એ આશયથી સાટીએ સ્ત્રી શિક્ષણની પરીક્ષાની યોજના કરી હતી, તે વિષે બીજી વિભાગમાં સવિસ્તર કહેવાઈ ગયું છે, અને તે વિષે વિશેષ હકીકત “મહિલામિત્ર' નામક પ્રકરણમાં આ વિભાગમાં દાખલ કરેલી છે.
વધુમાં કન્યાઓને વધુ વિષયોમાં જ્ઞાન આપવાનું બની શકે તે માટે ખાસ અભ્યાસ વર્ગ કાઢવાની સાઈટીએ વ્યવસ્થા કરી હતી તેની વિગતે સન ૧૯૦૮ ના બુદ્ધિપ્રકાશમાંથી અહિં ઉદ્ધત કરીશુ , “આ શાળાને અંગે મોટી ઉંમરની સ્ત્રીઓને વ્યવહારોપયોગી જ્ઞાન આપવાના હેતુથી એક વર્ગ તા. ૨, નવેમ્બર ૧૯૦૭ થી ઉઘાડવામાં આવ્યો
છે, તેમાં દરરોજ સાંજના ૪ થી પ વાગ્યા સુધી એક કલાક શિક્ષણ - આપવામાં આવે છે. આ વર્ગમાં દી. બા. અંબાલાલ સાકરલાલ દેસાઈ - અર્થશાસ્ત્ર, ફેસર સાંકળચંદ જેઠાલાલ શાહ સપ્રયોગ રસાયનશાસ્ત્ર અને . ડાકટર ઝવેરભાઈ નારાયણભાઈ શારીરિકવિદ્યા તથા ઘરઉપયોગી વૈદક વિષે શિક્ષણ આપે છે. આ વર્ગમાં હાલ શાળાની સ્ત્રી શિક્ષકો, છઠ્ઠા ધોરણની કન્યાઓ તથા બીજી બે ત્રણ સ્ત્રીઓ આવે છે. બહારની વધારે સ્ત્રીઓ આવી આ વર્ગને લાભ લેશે એવી આશા રાખવામાં આવે છે. આ વર્ગનાં શિક્ષણ આપનારા સગ્રુહસ્થને કમિટી અન્તઃકરણપૂવ ક આભાર માને છે.
આ કન્યાશાળામાં નીતિ, ભક્તિ અને સદાચારના શિક્ષણ ઉપર વિશેષ ધ્યાન આઇવામાં આવે છે. આ શિક્ષણ આપવા માટે ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીએ ધર્મ અને નીતિ સંબંધી સામાન્ય વિચારોવાળી કેટલીક કવિતાઓ જુદાં જુદાં પુસ્તકમાંથી ચૂંટી કાઢી “શિક્ષા વાચન” નામનું એક પુકતક તૈયાર કર્યું છે. તેમજ રા. બા. રણછોડલાલ છોટાલાલે વેદ વગેરે ધર્મશાસ્ત્રોમાંથી ચૂંટી કહાડેલાં નીતિ તનું “ધર્મતત્વ' નામનું પુસ્તક પસંદ કરવામાં આવ્યું છે. નૈતિક શિક્ષણ આપવા માટે કઈ સુશિક્ષિત સ્ત્રી મેળવવાની તજવીજ કરતાં તેવી સ્ત્રી મળી શકી નથી; તેથી પુખ્ત