Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૨૯
ઉંમરને કાઇ શાસ્ત્રી રાખવાની તજવીજ ચાલે છે. તે મથી નીતિ, ભક્તિ અને સદાચારનું સામાન્ય શિક્ષણ આપવા ઉપરાંત થાડું ઘણું સંસ્કૃત શિક્ષણ આપવાની વ્યવસ્થા પણ થઈ શકશે.”
તે પછી સન ૧૯૨૫ માં એક સ્ત્રી શિક્ષિકા મુકીને રા. બા. રણછેડ લાલ કન્યાશાળામાં માટી વયની સ્ત્રીઓને શિક્ષણ આપવાનો એક વ ખાલવામાં આવ્યા હતા; પણ આ બંને અખતરાઓનું પરિણામ નિરાશામાં પરિણમ્યું હતું,
"
સેસાઇટીએ અગાઉ સ્પેન્સર કૃત ‘ કેળવણી ' અને બંગાળી પરથી ‘નારી શિક્ષા ’–બે ભાગમાં—અને ‘ગૃહણી કવ્ય દીપિકા' એ પુસ્તકો છપાવ્યાં હતાં, તેની નોંધ ખીજા વિભાગમાં કરવામાં આવી છે. વીસમી સદીમાં બાળ શિક્ષણ પ્રતિ વિશે લક્ષ ગયું છે અને એ વિષયમાં ખૂબ પ્રગતિ થયેલી છે. સાસાઇટીએ એ વિષયનું મહત્વ લક્ષમાં લઇને જાણીતા વિદુષી મ્હેન સી. શારદા મ્હેન પાસે બાળકનું ગૃહશિક્ષ એ નામનું એક ન્હાનું પુસ્તક સન ૧૯૦૯ માં લખાવ્યું હતું અને તે ખરેખર લોકપ્રિય નિવડયું છે, એમ તેની ત્રણ આવૃત્તિઓ થવા પામી છે. તે પરથી કહી શકાય.
બાળશિક્ષણને ચતું એવું એકકે પુસ્તક અગાઉ લખાયેલું અમાનું જાણમાં નથી. શ્રીમતી શારદા અેને એ વિષયને પદ્ધતિસર અને સમગ્ર રીતે અવલોક્યા છે અને તે એવું સરલ રીતે યેાજાયું અને લખાયુ છે કે તેમાંના મુદ્દાઓ સામાન્ય વાચકને પણ ગ્રહણ કરતા મુશ્કેલી પડે નિહ.
એ અરસામાં જ દેરાપરદેશમાં પ્રચલિત શિક્ષણ પદ્ધતિઓ અને શિક્ષણ સંસ્થાનું નિરીક્ષણ કરી આવવાની પ્રથાને હિન્દી સરકાર તરફથી ઉત્તેજન મળવા માંડયું હતું; અને તેને લાભ લખે મુંબાઈ કેળવણી ખાતાના માજી વડા અધિકારી ડબલ્યુ. એચ. શાપે ઃ જાપાનની કેળવણી પતિ ” એ પર એક સરસ પુસ્તક લખ્યું હતું; અને સેસાઇટીએ તેને ગુજરાતીમાં તરજુમા કરાવ્યા એ ઉચિત થયું હતું. કેળવણીના વિષયમાં રસ લેનાર અને જીંદગીભર એ ક્ષેત્રમાં જેમનું જીવન વ્યતીત થઈ રહ્યું છે, એવા એક વિદ્વાન શ્રીયુત અતિસુખશંકર કમળાશકર ત્રિવેદીએ તે તરજુમે કર્યાં હતા. સાહિત્યના સંસ્કાર એમને એમના પિતાશ્રી કમળાશંકર પાસેથી મળેલા હતા, અને ચાલુ અભ્યાસ, નિરીક્ષણ અને નિયમિત લેખનવાચન વડે એ સંસ્કાર એમનામાં ખૂબ ખીલ્યા છે.
C