Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૪૩
સન ૧૮૯૮-૧૯૦૦ માં ગુજરાતમાં મહેટો દુકાળ પડે ત્યારે સ્ત્રીઓ અને બાળકની સહાયતા અને સુશ્રુષા માટે મીસીસ લેલી સાથે વિદ્યાબહેન જાહેર કામ કરવામાં જોડાયાં હતાં. જાહેર કામમાં જોડાવાને એ પહેલો પ્રસંગ હતો. લેડીઝ કલબનાં સભ્ય તો તેઓ સન ૧૮૯૦ થી હતાં અને સન ૧૯૦૨ માં તેના મંત્રી નિમાયાં હતાં.
સ્ત્રી કેળવણીનાં, સ્ત્રી જીવનના ઉત્કર્ષનાં અને જાહેર કાર્યમાં લાલશંકરભાઈ તેમને અગાડી કરતા, અને એ પૈકીનું કઈને કઈ તેમની પાસે તેઓ કરાવતા; અને વિદ્યાબહેને તે ઋણ સ્વીકાર એમના “ જીવન વિધાયક” એ લેખમાં લાગણીપૂર્વક અદા કરેલું છે.
જાહેર કામકાજમાં રમણભાઈ એટલા બધા વ્યવસાયી રહેતા કે તેમને ખાનગી કે સાંસારિક કામ માટે બહુ થોડો સમય મળતું. કોટુંબિક બે લેડી વિદ્યાબહેને ઉપાડી લીધો હતે એટલું જ નહિ પણ રમણભાઈના સાહિત્યનાં કામમાં તેઓ મદદગાર થતાં. જ્ઞાનસુધાનાં અને એમનાં સઘળાં પ્રકાશનાં પ્રફ વિદ્યાબહેન જ વાંચતાં; અને ફુરસદે પ્રસંગોપાત્ત લેખ પણ લખતાં, જેમાંના કેટલાક લેખોનો સંગ્રહ “હાસ્ય મંદિર” માં એકત્ર કરવામાં આવ્યો છે.
મહિલા મિત્ર” વાર્ષિકનું સંપાદન કામ લેડી વિદ્યાબહેન અને શ્રીમતી શારદાબહેનને સોંપાયું ત્યારે અમારી એવી માન્યતા હતી કે એ લેખોનું મુફ વાચન સાઈટીમાં મોકલવામાં આવશે. લેડી વિદ્યાઓંને પ્રક વાંચવાની કળા હસ્તગત કરેલી છે, એની માહિતી અમને નહોતી, તેથી એ કાર્ય તેમને જાતે કરતાં જોઈને અમે તાજુબ થયા હતા.
રમેશચન્દ્ર દત કૃતિ “સુધાહાસિની” નામક નવલકથાનો અને મહારાણું શ્રી. ચીમનાબાઈ ગાયકવાડ લિખિત હિન્દી સ્ત્રીઓનું સ્થાન “The Position of Women in India’ એ પુસ્તકે એમણે શ્રીમતી શારદાબહેન સાથે મળીને લખેલાં છે અને તે બંને પુસ્તકો ગુજરાતી શિષ્ટ સાહિત્યમાં સ્થાન પામ્યાં છે, તે માટેના વશમાં મૂળ લેખકની સાથે તેના અનુવાદક બે બહેને પણ ભાગીદાર છે.
સ્ત્રી સમાજની સેવા કરવા લાલશંકરભાઈ વિદ્યાબહેનની મદદ લેતા એ વિષે ઉપર કહેવાયું છે, અને સન ૧૯૧૧-૧૨ માં સ્વર્ગસ્થ દયારામ ગિકુમલની સુચનાથી અમદાવાદમાં સેવાસદન કાઢવામાં આવ્યું તેમાં મુખ્ય સહાયક વિદ્યાબહેન હતાં.