Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૪૬
રમણભાઈની પેઠે એમના ઉપર જાહેર કામની જવાબદારી વધતી હતી; કોઈ એવી હિલચાલ નહિ હોય કે જેમાં એ બંનેનાં નામો ન હોય! અને એ સઘળાં કાર્યોમાં સંતોષ પામવાનું એ છે કે એમની એ પ્રવૃત્તિ સફળ નિવડેલી છે.
સન ૧૯૨૬ માં નામદાર સરકારે તેમને કેસરે હિન્દને રૂપાનો ચાંદ આપ્યો હતો અને આ વખતે શહેરીઓએ એમનું સન્માન કર્યું હતું.
તાત્પર્ય કે જાહેર સમાજ સેવિકા તરીકે વિદ્યાન્હનની સેવા કીર્તિવંત જણાઈ છે તેમ સોસાઈટીના એન. સેક્રેટરી તરીકેનું તેમનું કાર્ય કહમંદ નિવયું છે, એમ કહેવામાં અમે ખોટી ખુશામદ કરતા નથી. - રમણભાઈની જ કાર્ય પદ્ધતિ એમણે હસ્તગત કરેલી છે. સ્વર્ગસ્થની પેઠે સર્વ કામને નિકાલ તાત્કાલિક અને જે તે કાર્ય હાથ પર હોય તેની માહિતી પણ પૂરી ધરાવતાં હોય છે. નાણાં જેવા કઠિન વિષયમાં એમની નજર ઉંડી ખેં પેલી જોવામાં આવશે અને એ કોઇ વિષય નહિ હોય કે જેમાં એમની બુદ્ધિ કુંઠિત માલુમ પડશે.
લેખન કાર્યમાં રમણભાઈની જેમ તેઓ કલમ પર સરસ કાબુ ધરાવે છે અને એમને વિચાર પ્રવાહ એકધારે અને ગંભીર ચિંતનયુક્ત હોય છે, તેમ એમના વિષયની નિરૂપણ શિલી સ્વભાવિક અને અસરકારક જણાય છે. દીલગીરી માત્ર એટલી છે કે તેઓ બહુ થોડું લખે છે; પણ જે લખે છે તે એક બેઠકે લખી કાઢે છે.
સેસાઇટીના નાણાંના ચેકપર વિદ્યાબહેનની સહી થાય છે અને તેનો બાજુના ન્હાના કુપનમાં એમની ટૂંકાક્ષરી સહીમાં તેઓ V. R. એટલા બે અક્ષરો લખે છે, તે જોતાં હર વખતે સામ્રાજ્ઞિ Victoria Regina વિકટેરિયાનું અમને સ્મરણ થાય છે.
એ મહારાણીની યશસ્વી કારકીર્દિને લઈને ઓગણીસમું સમું વિકટોરિયન યુગ તરીકે ખ્યાતિ પામેલું છે; તેમ અવાચીન ગુજરાતી સ્ત્રી સમાજનાં લેડી વિદ્યાબહેન વિધાયક અને પ્રેરક બળ હોઈને નવયુગનો સ્ત્રીઓ એ યુગને લેડી વિદ્યાબહેનનો યુગ એ રીતે સંબોધે તો તે ઉચિત તેમ વાજબી કહેવાશે.