Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૪૫
પરિણામ આણવા માટે ખરેખર આપને જ ધન્યવાદ ઘટે છે અને તે માટે સા બહેને આપના પ્રત્યે માન અને પ્રેમની લાગણીથી જુએ છે.
એક પ્રસિદ્ધ સુધારક કુટુબમાં આપ ઉઠ્યા છે અને આપને લગ્ન સંબંધ પણ એવા એક બીજા આગેવાન અને પ્રતિતિ સુધારક કુંટુંબ સાથે જોડાયા છે. આ પ્રમાણે પ્રાપ્ત થએલા ઉચ્ચ સૌંસ્કારોનું પરિણામ બહુ સુંદર આવ્યું છે. અત્યારે એક આદર્શ સુધારક ગૃહિણી તરીકે આપતી ખ્યાતિ ચોમેર પ્રસરેલી છે અને આપણા સમાજ જીવનમાં આપના કુટુંબે અદ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે માટે કોઇ પણ વ્યક્તિ કે કુટુંબ મગરૂર થઇ શકે.
સમાજ જીવનમાં સ્રોએ પુરૂષ વર્ગ સાથે સમાન સ્થાન અને હુક મેળવવા માટે લાયક છે એ આપે કાર્ય કરી બતાવી પ્રત્યક્ષ રીતે સિદ્ધ કર્યું છે, અને સ્ત્રીઓને ચેાગ્ય સાધન અને અનુકૂલતા મળ્યેથી તે શું કરી શકે તેમ છે તેનું સુંદર ઉદાહરણ પુરૂં પાડયું છે. સ્ત્રીઓ માટે આ કંઇ ઓછા આનંદ અને અભિમાનની વાત નથી.
પુનાની હિંદી મહિલા વિદ્યાલયની સેનેટના આપ સભાસદ છે, અમદાવાદની મહિલા મ`ડળ અને લેડિઝ કલબનાં ઍન. સેક્રેટરી છે, અમદાવાદ વનિતા વિશ્રામ અને મહિલા વિદ્યાલયના કાર્યમાં રસપૂર્વક ભાગ લે છે, ગુજરાત કેળવણી મ`ડળના કાર્ય માં હિત ધરાવેા છે, તેમજ દેશની સ્ત્રી કેળવણીની પ્રગતિ માટે થતી હિલચાલેામાં આગળ પડતા ભાગ લે છે, એ સૈા અમારે તે અમારી બહેનેાને માટે બહુ આશાજનક અને શુભિચહ્ન છે. હાલમાં સત્ર ભારે ફેરફાર અને ચળવળ ચાલી રહ્યાં છે, આત્મનિય અને સ્વાતંત્ર્યના પડધા અડુ બ્લેસથી સંભળાય છે.
આ પ્રમાણે સ્ત્રી જીવનમાં એક નવીન પ્રકરણ ખુલ્લું થયું છે, આવા સંજોગામાં આપણી બહેનેાની કેળવણી અને પ્રગતિ, તેમનાં દુ:ખ નિવારણ અને ઉન્નાંતના—ઉપાય યેાજવા, તેમની પ્રતિષ્ટા અને ગારવ વધારવાં, તેમના સમાન હક સ્વતંત્રતા પ્રાપ્ત કરવાં, એ સ્ત્રી જીવનના મુખ્ય પ્રશ્ના છે અને અમને ખાતરી છે, કે તે કાય માં આપ અગ્રેસર તરીકે મુખ્ય-ભાગ લેશેા અને તે માટે સતત પ્રયત્ન કરશે, તેમાં આપને યશ અને કીર્તિ જ મળશે, એવી અમારી શુભેચ્છાએ છે અને પરમાત્મા તે પાર પાડેા, અને દીૉંયુ, સુખ અને આનંદ આપે.
અમે છીએ આપની બહેનેા