Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૩૭ શક્તિથી બધા પરિચિત હતા અને એ સંસ્કારી સન્નારીને માન આપવાને આ ઉચિત પ્રસંગ હતું, એ સઘળું ધ્યાનમાં લઇને મેનેજીંગ કમિટીએ સર રમણભાઈની માંદગી દરમિયાન ઓન. સેક્રેટરી તરીકે લેડી વિદ્યાબહેનની પસંદગી કરી હતી, અને એ પસંદગી સામાન્ય સભાએ કાયમ રાખી હતી. છેલ્લાં પાંચ વર્ષથી સેસાઇટીના ઓન. સેક્રેટરી તરીકે લેરી, વિદ્યાન્હનની નિમણુંક થયે જાય છે, એ બતાવી આપે છે કે પ્રથમની પસંદગી મેગ્ય જ હતી.
આપણે અહિં જાહેર જીવનમાં સ્ત્રીઓ બહુ ઓછો ભાગ લે છે, તેથી કેટલાકને તેઓ અગ્રેસર પદે સ્થપાયેલાં જોઈને કંઈક નવાઈ લાગે છે; પણ પાશ્ચાત્ય દેશોમાં એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં સ્ત્રીઓએ નામના મેળવી નહિ હોય. ઈગ્લાંડમાં સુપ્રતિષ્ઠિત પુરાતત્ત્વની સંસ્થા રોયલ એશિયાટિક સાઈટીના એન. સેક્રેટરી એક વિદુષી નિમાયાં હતાં; પાલી ટેક્ટ સેસાઇટીનાં અધ્યક્ષ તરીકે મીસીસ થ્રીસ ડેવિડસ્ બૌદ્ધ સાહિત્યનું પ્રકાશન કાર્ય એમના પતિએ અધુરું મૂકેલું, અગાડી ઉત્સાહભેર ચલાવી રહ્યાં છે; અને મેડેમ કયુરી જેમનું અવસાન હમણાં જ થયું છે, એ, સ્ત્રીઓને સવડ મળતાં તેઓ કેટલે દરજે ઉચે પહોંચી શકે છે, તેનું ઉજજવળ દૃષ્ટાંત છે.
આપણી સ્ત્રીઓને પુરતી અનુકૂળતા કરી આપવામાં આવે તે તેઓ પણ પુરુષોની પેઠે સુંદર સમાજ સેવા કરી શકે તેનાં દૃષ્ટાંત તરીકે સ્વ. રમાબાઈ રાનડે, શ્રીમતી સરોજિની નાયડુ અને લેડી વિદ્યાન્હનનાં નામે રજુ કરી શકાય.
- અમદાવાદમાં સૈ કે જાણે છે કે લેડી વિદ્યાબહેને સ્વ. સર રમણભાઈની સઘળી પ્રવૃત્તિઓ સંભાળી લીધી છે, એટલું જ નહિ પણ અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં એક સભ્ય ચુંટાઇને તેના કામકાજમાં યોગ્ય ફાળો આપતાં રહ્યાં છે; અને મ્યુનિસિપલ સ્કુલ બોર્ડના અધ્યક્ષ તરીકે એમની સેવા સ્તુતિપાત્ર નિવડી છે, અને એ કામનો બોજો ઓછો ન હોય એમ બીજી કેટલીક નવીન હીલચાલે જેવી કે હરિજન સેવા સંઘ, સ્વદેશી સંધ, પુસ્તકાલય પરિપદ પ્રવૃત્તિ વગેરેમાં મુખ્ય ભાગ લઈને કિંમતી મદદ કરતાં રહ્યાં છે.
એક લેખિકા તરીકે પણ લેડી વિદ્યાબહેને કીર્તિ પ્રાપ્ત કરેલી છે, અને એમનું લખાણ જેમ સરળ, સુબદ્ધ, મુદ્દાસર અને વિચારશીલ હોય