Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૬૮
સન ૧૯૨૦ પછી ગુજરાતી પુસ્તક પ્રકાશનમાં માટી ભરતી થયેલી છે અને તેનું મુદ્રણ કામ પણ સુધર્યું છે, અને એ નવાં પ્રકાશનોની વ્યવસ્થિત નેધ રહે એ ઉદ્દેશથી સાઈટી તરફથી પ્રસિદ્ધ થતા “ગ્રંથ અને ગ્રંથકાર” નામનાં વાર્ષિક પુસ્તકમાં તેની વિષયવાર યાદી, બને તેટલી સંપૂર્ણ બનાવી, આપવાનો પ્રયત્ન થાય છે.
પુસ્તકાલય સહાયક સહકારી મંડળે ગુજરાતી ૮૦૦૦ પુસ્તકની વર્ગકૃત યાદી અને તે પછીથી ગુજરાતી ૪૦૦૦ પુસ્તકોની વર્ગીકૃત યાદી, એ બે ગ્રંથ પ્રસિદ્ધ કરેલા છે; પરંતુ આજપર્યત છપાયેલાં સઘળાં ગુજરાતી પુસ્તકોનું એક મોટું કેટલોગ તયાર થવાની જરૂર છે અને તે દિશામાં હવે પ્રયાસ થવા જોઈએ છે.
સાઈટીના પુસ્તકાલયનું સન ૧૯૭૩ આખર સુધીનું કેટલેગ નવેસર છપાય છે, તે તપાસતાં તેની પુસ્તક સંખ્યા વૈદ હજારથી વધુ થવા જાય છે; એ પરથી જોઈ શકાશે કે સાઈટીનું પુસ્તકાલય ઉત્તરોત્તર વધતું અને ખીલતું ગયું છે.
સોસાઇટીને જુની હાથપ્રતોનો સંગ્રહ બહુ મોટો નહોતે અને તેમાંની ઘણુ પ્રતે માત્ર ન હતી. પણ આજે એ સંગ્રહ બહુ મૂલ્યવાન અને ઉપયોગી બન્યો છે અને તેની સવિસ્તર હકીકત “કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહ” એ પ્રકરણમાં જણાવેલી છે.
આ ઉપરાંત સોસાઈટી હિંદી, મરાઠી અને સંસ્કૃત પુસ્તકે સારી સંખ્યામાં ધરાવે છે અને અંગ્રેજી પુસ્તકો અગાઉ જૂજજાજ હતાં તેમાં પુષ્કળ ઉમેરો થયો છે. સન ૧૯૨૨ માં હિન્દના ઇતિહાસ, સાહિત્ય, ભાષાશાસ્ત્ર, પ્રાચીન શોધખોળના રીપોર્ટ અને સંસ્કૃતિને લગતાં પુસ્તક ખાસ સંગ્રહવાને કમિટીએ ઠરાવ કર્યો હતો અને એ વિભાગને સારી રીતે સમૃદ્ધ કરવા તજવીજ થતી રહે છે.
રેફરન્સ પુસ્તકો માટે અભ્યાસીઓને બહુ અડચણ પડતી તે દૂર કવાને સાઇટીને રેફરન્સ વિભાગ પણ એવી રીતે ખીલવવામાં આવ્યો છે અને તેમાં જાણીતાં રેફરન્સ પુસ્તક જેવાં કે, એન્સાઈકલોપિડિયા બ્રિટાનિકાની ૧૨ મી આવૃત્તિ, પૂરવણું ગ્રંથ સહિત અને છેલ્લી ચાદમી આવૃત્તિ, ચેમ્બર્સ એન્સાઈક્લોપિડિયા, સાઈકપિડિયા ઓફ રિલિજીયન એન્ડ એથિકસ, (હેસ્ટિંગ્સ સંપાદિત) હિસ્ટોરિયન હિસ્ટરી, ઇમ્પિરિયલ ગેઝીન