Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૩૪
કેશવલાલભાઈની લોકપ્રિયતા વિષે થાડાક દિવસા પર ( તા. ૧૧ મી એગસ્ટ ) ખેલતાં કવિવર ન્હાનાલાલે જે શબ્દે ઉચ્ચાર્યાં હતા તે અત્રે આપીશું:
“ કેશવલાલ ધ્રુવ એટલે રાજ્ય અને પ્રજા ઉભયના સન્માન્ય સાક્ષર વ. કેશવલાલભાઇની વિદ્વતા સરકાર સન્માનાયેલી અને પ્રજા પ્રમાણાયેલી છે.”
સાહિત્ય પરિષદના પ્રમુખ ચુટીને પ્રજાએ એમની વિદ્વતાની કદર કયારનીય કરેલી છે; અને સરકારે એમને દી. બા. ના ઇલ્કાબ સાસાઇટીના પ્રમુખ તરીકે બઢ્યા હતા, એમાં પણ વિદ્વત્ પૂજા જ રહેલી છે.
એ શુભ અવસરે સાસાઇટીએ દી. બા. કેશવલાલભાઇને ખાસ મેળાવડા કરીને એક માનપત્ર આપ્યું હતું.
એ માનપત્ર નીચે મુજબ હતું:—
દિવાન બહાદૂર કેશવલાલ હર્ષદરાય ધ્રુવ,
ખી. એ.,
પ્રમુખ, ગુજરાત વર્નાક્યુલર સાસાઇટી,
અમદાવાદ.
સરકારી કેળવણી ખાતામાં ઉત્તમ પ્રકારની લાંબા સમયની સેવા અને તદ'ગે જનસમાજમાં પ્રાપ્ત કરેલા માન અને પ્રતિષ્ઠાની કદર તરીકે નામદાર સરકારે આપને ઘણાં વર્ષ પૂર્વે રાવબહાદૂરના ઉંચા કાબ આપ્યા હતા.
પરંતુ આપની કીર્ત્તિ માત્ર એક નામાંકિત અને બાહાશ શિક્ષક હાવામાંજ સમાતી નથી. સંસ્કૃત અને ગુજરાતી સાહિત્યના ઉંડા અને તલસ્પર્શી અભ્યાસક તરીકે આપ જાણીતા છે.
ગુજરાતી પ્રજાએ આપની વિદ્વતાની કદર જાણી મુંબાઈમાં મળેલી બીજી સાહિત્ય પરિષના પ્રમુખ નીમી આપના પ્રતિને સદ્ભાવ પ્રશિત કર્યો હતા.
ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં આપની કૃતિએ શિષ્ટ ગણાય છે એ કાણુ નથી જાણતું? ખરેખાત આપનાં કરેલાં મનેાહર ભાષાંતરે। અત્યાર સુધીમાં તો અદ્વિતીય ગણાય છે. કવિ હરિશ્ચન્દ્રનું “વિના પૂર્વ વિજે. हृदयसे हृदय मिलाये अनुवाद करना केवल जक्ख मारना हि हि कविका लोकान्तर स्थित आत्माको नर्क कष्ट देना हि है "