Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૧૩
એ હેતુથી સાસાટીએ અપભ્રંસ પાઠાવલિ એ ભાગમાં દી. બા. કેશવલાલભાઈના સામાન્ય તંત્રીપદ અને દેખરેખ હેઠળ શ્રીયુત મધુસૂદન ચીમનલાલ મેદી પાસે સંપાદન કરાવવાનું કાર્ય આર ંભેલું છે; શ્રીયુત મેાદી અપભ્રંસ સાહિત્યના સારા જ્ઞાતા અને અભ્યાસી છે; ગયે વર્ષે કાલેજના વિદ્યાર્થીએ સારૂં એમણે એક અપભ્રંસનું પુસ્તક ‘સમરાચ્ચ કા’ એડિટ કર્યું હતું; અને ‘ બુદ્ધિપ્રકાશ ' માં એ ભાઇના જુના ગુજરાતી ભાષા સાહિત્ય વિષેના જે લેખા પ્રસિદ્ધ થયલા છે, તે એ વિષયના અભ્યાસીઓના આદરપાત્ર જણાયા છે. આવા એક નિષ્ણાત ભાઈ, અપભ્રંસના વિષયમાં જેમનું વાચન અને જ્ઞાન અહેાળું છે એવા કેશવલાલભાઈની સૂચના મુજબ અપભ્રંસ પાડાવિલ તૈયાર કરે છે તે એવી રીતે યોજાયેલી જુદી જુદી ભાષાએની જાણીતી પાઠાવલિએમાં ચું સ્થાન પ્રાપ્ત કરશે એ વિષે અમને લગારે શંકા નથી; એ પાઠાવિલના પહેલા ભાગ આ વર્ષમાં છપાઇ જશે અને અમે સાંભળ્યુ છે કે મુંબાઇ યુનિવરસિટિએ એ પુસ્તકને પાય પુસ્તક તરીકે પસંદ કર્યું છે.
આ કાના યશ કાઇ એક વ્યક્તિને ધટે તે! તે કેશવલાલભાઈ છે. કેશવલાલભાઇએ સાસાઇટીનું પ્રમુખપદ સ્વીકાર્યાં પછી અમે જોયુ છે કે સાસાઇટીનુ વાતાવરણ તદ્દન સાહિત્યમય થઇ રહેલું છે. સાહિત્ય પ્રવૃત્તિ કેમ વ્યવસ્થિત થઇ શકે, તેને કેવી રીતે અગાડી વધારી શકાય, આપણા ભાષા સાહિત્યના ઉત્કર્ષ અને અભ્યુદય અર્થે શા વધુ પગલાં ભરવાં જોઇએ, એ વિચારને પ્રાધાન્ય મળતું રહ્યું છે. અને આ કાર્યમાં સાધન, શક્તિ, સંપત્તિ, સાથ, સહકાર અને સહાનુભૂતિને લાભ મળતાં અને તેના યેાગ્ય ઉપયેાગ થયે તે પ્રવૃત્તિમાં તેટલા અંશે ગતિ, વેગ, જોમ, વિવિધતા, નવીનતા અને વિશિષ્ટતા પ્રાપ્ત થવા સંભવ છે,
સાસાઇટીનું કાય કાઈ એક વ્યક્તિ પર નહિ પણ સાહિત્યકારોના એકત્ર સહકાર અને સધબળ પર અવલંબે છે. જેટલે દરજ્જે તેમાં ઐક્ય અને સંવાદિતા સાધી શકાય એટલે દરજ્જે તે પ્રવૃત્તિ પ્રગતિમાન અને ફતેહમદ નિવડે છે.
છેલ્લાં તેર વર્ષમાં સાસાટી જે કાઈ ઘેાડુ ઘણું કરવા શક્તિમાન થયલી છે, તેમાં એન. સેક્રેટરીની કિમતી સેવા સાથે કેશવલાલભાઈની વિદ્વતા અને નિરભિમાની અને સુશીલ સ્વભાવે આછે હિસ્સા આપ્યા નથી.