Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
સંગ્રહ કરવાની રીત ચાલુ થઈ ગઈ છે, તે પુરાતન કાળનાં મોટાં પુસ્તકાલયોની હસ્તીથી આપણે સર્વે માહિતગાર છીએ. આપણું હિંદ દેશમાં પણ પુસ્તક ભંડાર હતા અને છે. પરંતુ તેમને મોટો ભાગ જનસમાજને પ્રાપ્ય નથી. મૂલ્યવાન ગ્રંથસમૃદ્ધિને જાળવી રાખવી, તેને નાશ ન થવા દેવો એ હાલ તે તેવા ભંડારને ઉદ્દેશ જણાય છે. જુના જમાનામાં તેમ સર્વત્ર નહતું. એ ભંડારમાં નવી નવી નકલો કરી મૂકવામાં આવતી, વંચાતી અને બીજા ભંડાર માટે પાછી ફરી નકલો થતી. હાથે લખવાના જમાનામાં હજારે પુસ્તક એ રીતે લખાઈ સચવાઈ રહેવા પામ્યાં છે તે એ ભંડારેના પ્રતાપે. માત્ર વિદ્યાવ્યાસંગ ખાતર પુરતકની નકલ ઉતારવી, તેને એક ગામથી બીજે ગામ લઈ જવી અને જીવની પેઠે જાળવી રાખવી એ કાર્યની જેટલી પ્રસંશા કરીએ તેટલી ઓછી છે. આવા ભંડારે જોતાં તેને અસ્તિત્વમાં લાવી રક્ષા કરનારને માટે ધન્યવાદ આપ્યા વગર રહેવાય તેમ નથી. આ ભંડાર તે પશ્ચિમનાં મ્યુઝિયમ નથી. એની ઉત્પતિ અને રક્ષા એ જુદી જ વસ્તુ છે. ગુજરાતમાં જ્યાં એવા સંગ્રહ છેતેમના રક્ષકોને આપણે એટલીજ વિનંતિ કરીશું કે જે બહુમૂલ્ય ખજાને તેમણે સુરક્ષિત રાખ્યો છે તેને ઉપયોગ જનસમાજને સુલભ થાય એ માર્ગ ગ્રહણ કરવાને હવે સમય આવી લાગ્યો છે. | નવા જમાનામાં પુસ્તક છપાય છે અને તેની સેંકડે નકલે પ્રાપ્ય હોય છે એટલે હવે તે વધુ ને વધુ પ્રમાણમાં તે વંચાય એજ દષ્ટિબિંદુ આગળ કરવાનું છે. અને આ પ્રગતિશીલ સમયમાં વિવિધ ઉપયોગે લક્ષમાં રાખી પુસ્તકાલયો સ્થાપન કરવાની આવશ્યકતા છે. પ્રથમ તે આ બાળકોને યુગ છે. તેમને માટે જેટલું વિચારાય છે અને લખાય છે તેટલું પહેલાં કેઈ વખત કોઈ દેશમાં નહોતું થતું. બાળકો માટે બાળપુસ્તકાલયો એ અતિ આવશ્યક છે. સ્ત્રીશિક્ષણ વધતું જાય છે અને સ્ત્રી જાતિ વધારે વાંચતી થાય તે માટે મહિલા પુસ્તકાલયની યોજનાઓ વધારવી ઇષ્ટ છે. વળી વિજ્ઞાન આજકાલ જે પ્રાધાન્ય ભેગવે છે તેને લગતા અભ્યાસ થઈ શકે માટે તેના ખાસ વિભાગ પુસ્તકાલયોમાં જોઈએ. તેમજ દેશની આર્થિક અને કલાત્મક પ્રગતિને અર્થે હુન્નર ઉદ્યોગને લગતાં પુસ્તક જેમ બને તેમ વધારે પ્રમાણમાં એકત્ર થઈ પ્રચાર અર્થે રાખવાં જરૂરનાં છે. જ્ઞાન પ્રચારનાં સાધનોમાં નકશા, ચાટ, ચિત્ર વગેરે અતિ ઉપયોગી ગણાય છે. પ્રથમ દૃષ્ટિએ, સહેલાઈથી માહિતી મળી શકે એ માટે એ સાધનસામગ્રી પણ પુસ્તકાલયના અંગ તરીકે ગણાઈ તેને તેમાં સ્થાન હોવું જોઈએ. તે