Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૧૯
સેસાઇટીના માનમાં સુધારા વધારા “ભવિષ્યમાં આપણું સ્થિતિ સુધરે, કે કુટુંબ વિસ્તાર વધવાથી જરૂર પડે, ત્યારે ઘરને વિસ્તાર વધારવાનું મન થાય તે સહેલાઈથી વધારી શકાય તે માટે, થોડી જગા પહેલેથી લઈ રાખી સારી.'
હિમાભાઈ ઈન્સ્ટીટયુટમાંથી સંસાઈટીનું કાર્યાલય સન ૧૯૦૧ માં નવા મકાનમાં ખસેડવામાં આવ્યું ત્યારે તે પુરતું સોઈવાળું અને સવડભર્યું હતું અને તેના મેડા પરને પ્રેમાભાઈ હાલ તે દિવસની જાહેર પ્રવૃત્તિ વિચારતા કળાશભર્યો હતે, એમ સામાન્ય રીતે લાગતું હતું.
સોસાઈટીના મકાનની દક્ષિણ દિશામાં ગલીમાં ભેઈના ત્રણ ઘરે આવેલાં હતાં. તે મકાન વેચાતાં મળે એમ હતું પણ તેના ઘરમાલીકેએ જે કિંમતની માગણી કરી તે લાલશંકરભાઈને વધારે લાગી એટલે તે સેદે બંધ બેઠે નહિ અને સે. સાઇટીનું મકાન, નહિ તો જે સમરસ બનત તે ગૌમુખી ઘાટનું થવા પામ્યું હતું.
લાલશંકરભાઈની યોજના એ મકાનના ઉપરના મેડાનો ભાગ પગથી સુધી અગાશી ખેંચીને વચમાં આવજાને માર્ગ રાખવાની અને એક જાહેર મકાન તરીકે તેને દેખાવ ભવ્ય અને રોનકદાર થઈ પડે એવી હતી, પરંતુ એ પ્રમાણે પગથીને ઉપયોગ થવા સામે વાંધે લેવામાં આવ્યું; તેથી લાલશંકરભાઈએ બીજે કઈ અનુકૂળ સમય પ્રાપ્ત થતા સુધી રાહ જોવાનું એગ્ય વિચારી, મેડાની આગળના ભાગની બારીઓ તેમ પ્રવેશ દ્વારના પગથી કામચલાઉ કરી મૂક્યાં હતાં.
એ બનાવને વર્ષો થઈ ગયાં; લાલશંકરભાઈ પણ દેવલોક પામ્યા; અને ચાલુ વપરાશથી હોલમાંથી ઉતરવાનાં પગથીઆ એવા દેદરાં થઈ ગયાં કે તેની મરામતનું કામ તાત્કાલિક હાથ ધરવું પડયું હતું.
એ અરસામાં લડાઈ જાગી; લોક જાગૃતિ વધી પડી; જાહેર પ્રશ્નમાં જનતા વધુ રસ લેતી થઈ; રાજકીય વાતાવરણ પણ ઉષ્ણ બન્યું હતું; પ્રેમાભાઇ હાલ શહેરમાં એકજ અને મેટે અને મધ્યસ્થ હેવાથી તેને
• સુલભવાસ્તુશાસ્ત્ર યાને ઘર કેવી રીતે બાંધવું. પૃ. ૮૬.