Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
આ મકાનની જમીન અને સેસાઇટીની દિવાલ એ બેની વચ્ચે મ્યુનિસિપલ સ્ટ્રીટ લેન્ડ આવેલી છે, અને સંસાઈટીને પ્રેમાભાઈ હેલ સમરસ કરવા સારૂ એ મ્યુનિસિપલ સ્ટ્રીટ લેન્ડ પણ મ્યુનિસિપાલેટી પાસેથી વેચાતી લેવી જોઈએ.
તેથી અમદાવાદ મ્યુનિસિપાલિટીને આ જમીન સોસાઈટી સિવાય બીજા કેઈને ઉપયોગી નથી; સોસાઈટી એ જમીનની સાર્વજનિક ઉપયોગ માટે માગણી કરે છે, અને સંસાઈટી એક લોકપયોગી, સાહિત્ય અને કેળવણીની સંસ્થા છે, એ લક્ષમાં લઇને, સદરહુ જમીન નામની કિંમતે સાઈટીને આપવા વિનંતિ કરવામાં આવી હતી અને મ્યુનિસિપલ જનરલ બેડે વાર દીઠ રૂ. પાંચની કિંમત મુકરર કરીને આ જમીન સોસાઈટીને વેચાતી આપવા તા. ૧૮-૧૨-૧૯૨૮ ના રોજ ઠરાવ કર્યો હતો.
સદરહુ જમીન વેચાણનું કામ મે. ઉત્તર વિભાગના કમિશ્નર સાહેબ સમક્ષ નિયમાનુસાર છેવટની બહાલી માટે જતાં, મ્યુનિસિપાલેદી અને સરકાર વચ્ચે-સબ સેઈલ-sub soil ને પ્રશ્ન ઉપસ્થિત થયો હતો, તે મુજબ એ sub soil-જમીનનું સરકારી ભાડું માસિક રૂ. ૨૦) ઠરાવી તે સોસાઈટી આપવાને ખુશી છે કે કેમ એ એક પત્ર કલેકટર સાહેબ તરફથી મળે, અને સેસાઇટીએ તે સંબંધમાં ઘટો ખુલાસે કરી યોગ્ય રાહત મળવા ઉત્તર લખી મોકલ્યો હતે; પરંતુ તે ઉત્તર ઉપરથી મે. કમિશનર સાહેબે સોસાઈટી ભાડું આપવા ખુશી નથી એમ માની લઈ તે જમીન વેચાણને બહાલી આપવા ના પાડી હતી. આ પ્રમાણે આ મ્યુનિસિપલ જમીનનું કામ ઘાંચમાં આવી પડતાં, મેનેજીંગ કમિટીના સભ્યો ઉત્તર વિભાગના કમિશ્નર મે. ગેરેટ સાહેબને ડેપ્યુટેશનમાં મળ્યા હતા, અને જે કાંઈ ગેરસમજુત થતી હતી તે દૂર કરી, એઓ સાહેબની સૂચનાનુસાર એ પ્રશ્નને ઉકેલ આણવા ફરી ગયા ઓગસ્ટમાં અરજી કરી મોકલી હતી; તેને નિર્ણય થડાક સમયમાં આવી જવા સંભવ છે.
ઉપરોક્ત જમીનને પ્રશ્ન ચર્ચાઈ રહ્યો હતો તે અરસામાં સોસા. ઇટીની પશ્ચિમ બાજુના મકાનને જમીન પટ પૂરે થતું હતું અને કારોબારી કમિટીના જાણવામાં આવ્યું કે સરકાર એ જમીન પિતાના ઉપયોગ માટે લઈ લેનાર છે.
એ જમીન જેમ મોખરાની તેમ સોસાઈટીના ખરા ઉપયોગની હતી; અને સોસાઈટીને મકાન વિસ્તાર માટે એ જમીન પછીથી મળવાને સંભવ