Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૧e
સમાજ સેવા” એ આ યુગનું મુખ્ય લક્ષણ છે. એ સેવાવૃત્તિ પૂર્વે આપણે ત્યાં નહોતી એમ નહિ પણ તેને પદ્ધતિસર અને વ્યવસ્થિત પ્રબંધ હમણાં થયા છે અને તે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ છે એમ સ્વીકારવું જોઈએ. એ સેવાના માર્ગ અનેક અને ભિન્ન ભિન્ન પ્રકારના છે અને તેનું માર્ગદર્શક નિરૂપણ લાહોર ફેરમેન કોલેજના પ્રોફેસર રેવ. મી. ફલેમિંગે Suggestions for Social Usefulness-સામાજીક સેવાના સન્માર્ગ—એ નામનું પુસ્તક લખીને કર્યું હતું. આવું એક સરસ પુસ્તક ગુજરાતીમાં બહાર પાડવામાં આવે તે સમાજ સેવકોને ઉપયોગી થઈ પડે તેમ અન્યને સમાજ સેવાને કોઈ ને કોઈ માર્ગે ગ્રહણ કરવા પ્રેરે; તેથી સોસાઈટીએ જાણીતા લેખક અને પત્રકાર ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલને એ પુસ્તક તૈયાર કરી આપવાનું સેપ્યું હતું અને એમની અન્ય કૃતિઓને પેઠે એ પુસ્તક પણ લોકપ્રિય નિવયું છે. સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયના સંચાલક ભિક્ષુ અખંડાનંદજીએ એ પુસ્તક ગમી જતાં એમની વિવિધ ગ્રંથમાળામાં તે કરી છાપ્યું હતું. અને આજ સુધીમાં તેની ત્રણ આવૃત્તિ થવા પામી છે એજ તેની ઉપયોગિતા પૂરવાર કરે છે.
અગાઉ માબાપથી જુદા પડી પુત્ર નવું ઘર માંડતા એ બનાવ ન નહોત; પણ કેટલાક સમયથી નવાં શિક્ષણના પ્રભાવે વા વ્યક્તિ સ્વાતંત્ર્યની ભાવના દ્રઢ થતા ઉછરતી આપણી જુની સંયુક્ત કુટુંબની સંસ્થા તુટવા માંડી છે; અને નવી ઉછરતી પ્રજામાંથી તે સંસ્થાને નાશ થાય તે આપણે એમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી.
આ પરિસ્થિતિને કંઇક અંશે ટાળવા કેટલાંક વર્ષો પર મહુધાનિવાસી હરિલાલ અનુપરામે “પુત્ર અને પુત્રવધુના ધર્મો” એ વિષય પર નિબંધ લખાવી મંગાવી, તેમાં જે નિબંધ ઉત્તમ માલુમ પડે તેને રૂ. પ૦) ઈનામ આપવા જણાવ્યું હતું અને લખાઈ આવેલા નિબંધોમાંથી બહેચરલાલ નટવરલાલ ત્રિવેદીનો લેખ ઇનામપાત્ર જણાયો હતો અને તે સાઈટીએ છપાવ્યું હતું. બહેચરલાલ એક નવા વકીલ હતા અને એમણે પ્રસ્તુત લેખમાં પુત્ર અને પુત્રવધુનાં કર્તવ્ય વિષે દર્શાવેલા વિચાર વિચારણીય માલુમ પડશે. દેશનું દુર્ભાગ્ય છે કે આવા ઉગતા લેખકો એમની શક્તિ ખીલે અને તેઓ પ્રજાને તેમનાં જ્ઞાન અને બુદ્ધિને કાંઈક લાભ આપવા શક્તિમાન થાય તે આગમચ અકાળે દેવલોક પામે છે.